શોધખોળ કરો
Advertisement
JioMart ગૂગલ પ્લે સ્ટોર અને iOS એપ સ્ટોર પરથી કરી શકો છો ડાઉનલોડ
હાલમાં જ લોન્ચ થયેલી જિયોમાર્ટને
નવી દિલ્હી: રિલાયન્સ રિટેલ ગ્રોસરી પ્લેટફોર્મ JioMart App હવે ગૂગલ પ્લે સ્ટોર અને iOS એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. હાલમાં જ લોન્ચ થયેલી જિયોમાર્ટને 10 લાખથી પણ વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. આ નવી શોપિંગ કેટેગરીની ટોપ 3 એપમાં સામેલ છે.
JioMart App ઉપયોગ કરવામાં ખૂબ જ સરળ છે. એવામાં ગ્રાહક સરળતાથી પોતાની જરૂરીયાતની પ્રોડક્ટ્સ પસંદ કરી શકે છે અને ઓર્ડર આપી શકે છે.
આ વર્ષે માર્ચ મહીનામાં jiomart.com ના બીટા પ્લેટફોર્મને દેશના આશરે 200 શહેરોમાં લોન્ચ કરવામાં આવી હતી. તેનાથી ઘરે બેઠા જરૂરી સામાન ખરીદવો વધુ સરળ થયો છે.
હાલમાં જ રિલાયન્સની વાર્ષિક બેઠક (AGM)માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે JioMart હવે દરરોજ આશરે 2.5 લાખ ઓર્ડર લઈ રહ્યું છે. આ સંખ્યા દરરોજ વધી રહી છે.
ગ્રાહક JioMartમાંથી ગ્રોસરી, શાકભાજી,ફળની ઓનલાઈન શોપિંગનો લાભ લઈ રહ્યા છે. આ સિવાય ગ્રાહક પર્સનલ કેયર પ્રોડક્ટ, હોમ-કિચન કેયર પ્રોડક્ટ, પૂજાનો સામાન, બેબી કેયર પ્રોડક્ટ ખરીદી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion