LIC એ નાણાકીય વર્ષ 2025-26 માટે ₹59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત કરી છે, જે ગયા વર્ષ કરતાં 6% વધુ છે.
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
LIC record bonus announcement 2026: વર્ષ 2025-26 માટે જાહેર કરાયેલું આ બોનસ સીધા બેંક ખાતામાં નહીં, પરંતુ પોલિસીમાં જમા થશે.

- LICએ નાણાકીય વર્ષ 2025-26 માટે ₹59,725 કરોડનું રેકોર્ડ બોનસ જાહેર કર્યું.
- આ બોનસ ફક્ત 'પાર્ટિસિપેટિંગ પોલિસીધારકો' ને જ લાગુ પડશે.
- આ બોનસ પોલિસીમાં ઉમેરાઈ મેચ્યોરિટી/ક્લેમ પર ચૂકવાશે.
- કંપનીના નવા વ્યવસાય અને નફામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો.
LIC record bonus announcement 2026: દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) એ તેના લાખો ગ્રાહકોને મોટી ખુશખબર આપી છે. કંપનીએ નાણાકીય વર્ષ 2025-26 માટે 59725 કરોડ રૂપિયાના રેકોર્ડ બોનસની જાહેરાત કરી છે. ગયા વર્ષની સરખામણીમાં આ રકમ 6% વધુ છે. જોકે, આ જંગી બોનસનો લાભ કંપનીના તમામ પોલિસીધારકોને નહીં મળે. તેથી, આ રકમ કોના ખાતામાં અને કેવી રીતે જમા થશે તે જાણવું અત્યંત જરૂરી છે.
કોને મળશે બોનસ અને કઈ પોલિસી છે પાત્ર?
LIC દ્વારા જાહેર કરાયેલું આ બોનસ માત્ર 'પાર્ટિસિપેટિંગ પોલિસીધારકો' (Participating Policyholders) માટે જ છે. સરળ ભાષામાં કહીએ તો, આ એવી પોલિસીઓ છે જેમાં કંપની પોતાના નફાનો અમુક હિસ્સો બોનસ તરીકે ગ્રાહકોને આપે છે. જો તમારી પાસે નોન-પાર્ટિસિપેટિંગ પોલિસી છે, તો તમને આનો લાભ નહીં મળે. સામાન્ય રીતે એન્ડોમેન્ટ પ્લાન, મની-બેક પ્લાન અને હોલ લાઈફ (આખા જીવનની) યોજનાઓ આ બોનસ માટે પાત્ર હોય છે. જોકે, તેનો આધાર તમારી પોલિસીની શરતો પર રહેલો છે, તેથી તમારા પોલિસી દસ્તાવેજો ચોક્કસ તપાસી લેવા.
શું આ રકમ સીધી તમારા બેંક ખાતામાં આવશે?
ઘણા લોકોને પ્રશ્ન થતો હોય છે કે શું આ બોનસના રૂપિયા સીધા બેંક ખાતામાં જમા થશે? તો તેનો જવાબ 'ના' છે. આ બોનસ સીધું તમારા ખાતામાં ટ્રાન્સફર થવાને બદલે તમારી પોલિસીમાં જ ઉમેરવામાં આવે છે. જ્યારે તમારી પોલિસી પાકતી મુદતે (મેચ્યોરિટી પર) પહોંચે છે અથવા કોઈપણ કારણસર ક્લેમ (દાવો) ચૂકવવાનો થાય છે, ત્યારે આ બોનસની રકમ તેમાં ઉમેરીને કુલ રકમ ચૂકવવામાં આવે છે.
આ પણ વાંચોઃ 10 પાસ મહિલાઓ માટે LIC ની ખાસ યોજના: દર મહિને મળશે ₹7000 નું સ્ટાઇપેન્ડ અને કમાણી
LIC ના બિઝનેસમાં જોરદાર ઉછાળો
સરકારી વીમા કંપની LIC એ બજારમાં પોતાનો દબદબો અકબંધ રાખ્યો છે. અગાઉના વર્ષમાં આ બોનસ 56331 કરોડ રૂપિયા હતું, જે આ વર્ષે વધીને 59725 કરોડ થઈ ગયું છે. આ ઉપરાંત, કંપનીએ નાણાકીય વર્ષ 26 દરમિયાન 8356.71 કરોડ રૂપિયાનું વચગાળાનું બોનસ પણ ચૂકવ્યું હતું.
LIC ના જણાવ્યા અનુસાર, નવા વ્યવસાય અને કમાણીમાં થયેલા જંગી ઉછાળાને કારણે આ વખતે ગ્રાહકોને રેકોર્ડ બોનસ આપવું શક્ય બન્યું છે. નાણાકીય વર્ષ 26 માં, નવા પ્રીમિયમમાં કંપનીનો હિસ્સો 56.66% હતો અને દેશમાં વેચાયેલી કુલ પોલિસીમાં 65.16% હિસ્સો નોંધાયો હતો. તેમજ નવા વ્યવસાયથી કંપનીનો નફો પણ વધીને 14179 કરોડ રૂપિયા થઈ ગયો છે.
આ પણ વાંચોઃ Life Insurance: ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદવા જઈ રહ્યા છો? જાણો વધુ સારો વિકલ્પ કેવી રીતે પસંદ કરવો
Frequently Asked Questions
LIC દ્વારા કઈ મોટી જાહેરાત કરવામાં આવી છે?
આ બોનસનો લાભ કયા પોલિસીધારકોને મળશે?
આ બોનસનો લાભ ફક્ત 'પાર્ટિસિપેટિંગ પોલિસીધારકો'ને જ મળશે. એન્ડોમેન્ટ, મની-બેક અને હોલ લાઈફ જેવી પોલિસીઓ સામાન્ય રીતે પાત્ર હોય છે.
શું બોનસની રકમ સીધી બેંક ખાતામાં જમા થશે?
ના, આ બોનસ સીધું તમારા ખાતામાં જમા નહીં થાય. તે તમારી પોલિસીમાં ઉમેરવામાં આવશે અને પોલિસીની પાકતી મુદતે કે ક્લેમ સમયે ચૂકવાશે.





















