શોધખોળ કરો

Loan News: લોનનો બોજ વધી ગયો છે? આ સરળ ટીપ્સ અપનાવીને નિકળી શકો છો દેવામાંથી બહાર

Loan Repayment Tips: લોન આજ Borg ના સમયમાં દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગઈ છે. પરંતુ જરૂરિયાત કરતાં વધુ દેવું વધી જવાથી તે બોજ પણ બની જાય છે. એવામાં તમને જણાવીએ કે લોનને ઝડપથી કેવી રીતે ચૂકવી શકાય છે.

Loan Repayment Tips: આમ આદમી પોતાના ઘર, કાર, બાળકોના અભ્યાસ કે કોઈ પર્સનલ નાની-મોટી દરેક પ્રકારની જરૂરિયાતોને પૂરી કરવા માટે લોન લેતો જ હોય છે. લોન દ્વારા ભલે આવક વધારે ન હોય, છતાં જરૂરિયાત પૂરી થઈ જાય છે અને ધીમે-ધીમે કરીને તેને ચૂકવી પણ દેવાય છે. જો કે, ઘણી વખત લોકો લોન લીધા પછી ખરાબ રીતે ફસાઈ પણ જાય છે, જ્યારે તેઓ સમયસર લોન ચૂકવી શકતા નથી.

 

આવી સ્થિતિમાં લોન લેનાર વ્યક્તિ પર વ્યાજના રૂપમાં દેવાનો બોજ વધતો જ જાય છે. જેનાથી નાણાકીય બોજ પણ વધે છે અને માનસિક તણાવ પણ વધી શકે છે. એવામાં યોગ્ય આયોજન કરીને લોનને નક્કી કરેલા સમય પહેલાં પણ ચૂકવી શકાય છે. અહીં તમને જણાવીએ કે કેવી રીતે સમય પહેલાં જ લોનને કોઈ પણ પ્રકારના તણાવ વગર ચૂકવી શકાય છે.

આ પણ વાંચો...EPFO ખાતાધારકો માટે મોટા સમાચાર, સરકારે લાગુ કર્યા નવા નિયમો, PF ક્લેમ માટે કડક ડેડલાઈન નક્કી  

હિસાબ બનાવીને ચાલો
સૌથી પહેલાં તમારી બધી જ EMI અને માસિક ખર્ચાઓનો એક હિસાબ બનાવો. પ્રયત્ન કરો કે દર મહિનાની આવકનો એક ભાગ વધારાની ચૂકવણી (Prepayment) માટે બચાવી શકો.

વધારાની રકમ જમા કરો
જો તમારી લોન પર પ્રી-પેમેન્ટ ચાર્જ નથી, તો સમય-સમય પર વધારાની રકમ જમા કરાવવાથી પ્રિન્સિપલ એમાઉન્ટ (મુદ્દલ) ઝડપથી ઓછી થાય છે અને કુલ વ્યાજનો બોજ પણ ઘટી જાય છે.

વધુ વ્યાજવાળી લોન પહેલાં ચૂકવો
જો તમારી ઉપર એક કરતાં વધુ લોન ચાલતી હોય, તો સૌથી પહેલાં એ લોન ચૂકવવા પર ફોકસ કરો જેમાં વ્યાજનો દર સૌથી વધુ લાગી રહ્યો હોય. આનાથી લાંબા ગાળે વ્યાજ પર સારો એવો ફાયદો થઈ શકે છે.

બોનસથી લોન ચૂકવો
જો તમારો પગાર વધ્યો છે અથવા બોનસ મળ્યું છે, તો તેનો અમુક હિસ્સો લોન ચૂકવવામાં લગાવવો એક શ્રેષ્ઠ ઓપ્શન સાબિત થઈ શકે છે.

ઓછા વ્યાજવાળી લોન લો
જો તમારી લોનનો વ્યાજ દર વધારે છે, તો તમે કોઈ બીજી બેંક અથવા નાણાકીય સંસ્થામાં ઓછા વ્યાજ દર પર લોન બેલેન્સ ટ્રાન્સફર (Loan Balance Transfer) પણ કરાવી શકો છો. આનાથી EMI અથવા કુલ વ્યાજનો બોજ ઓછો થઈ શકે છે.

આ ભૂલો કરવાથી બચો
લોન ભરવા દરમિયાન કેટલીક બાબતોનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ, જેથી કોઈ પણ પ્રકારે નાણાકીય તણાવ કે દેવાનો બોજ ન વધે. આ ભૂલો કરવાનું ચોક્કસપણે ટાળો, જેમ કે:

  • EMI ની તારીખ ક્યારેય ચૂકશો નહીં, આનાથી પેનલ્ટી અને ક્રેડિટ સ્કોર બંને પર ખરાબ અસર પડી શકે છે.
  • એક લોન ચૂકવવા માટે વારંવાર નવી અને મોંઘી લોન લેવાથી બચો.
  • ક્રેડિટ કાર્ડનું બિલ લાંબા સમય સુધી બાકી ન રાખો, કારણ કે તેના પર વ્યાજનો દર ઘણો વધારે હોય છે.
  • શરતોને સમજ્યા વિના લોન બેલેન્સ ટ્રાન્સફર ન કરાવો. પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જીસ જરૂર ચેક કરી લો.
  • તમારી ક્ષમતા કરતાં વધુ EMI નો બોજ પોતાના પર ન લો.

જો તમે આ વાતોનું ધ્યાન રાખશો તો તમે ક્યારેય લોનના કારણે પરેશાન નહીં થાઓ, પરંતુ તમારી લોન ક્યારે ફટાફટ પૂરી થઈ જશે તેની તમને ખબર પણ નહીં પડે. એટલું જ નહીં, આનાથી તમારો ક્રેડિટ સ્કોર પણ સુધરશે અને ભવિષ્યમાં ક્યારેય કોઈ કામ માટે લોન લેવામાં તકલીફ નહીં પડે.

ટોપ સ્ટોરી

શું HDFC બેન્કમાં ચાલી રહી છે તમારી લોન? બેન્કે વધાર્યા વ્યાજ દરો, વધશે EMI
શું HDFC બેન્કમાં ચાલી રહી છે તમારી લોન? બેન્કે વધાર્યા વ્યાજ દરો, વધશે EMI
8th Pay Commission: આઠમું પગાર પંચ લાગુ થતા અગાઉ નિવૃત થઈ જાવ તો ?એરિયર-પેન્શનનો નિયમ સમજો
8th Pay Commission: આઠમું પગાર પંચ લાગુ થતા અગાઉ નિવૃત થઈ જાવ તો ?એરિયર-પેન્શનનો નિયમ સમજો
Share Market: શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1350 પૉઈન્ટ ઉછળીને 82,400ને પાર, નિફ્ટી 400 અપ
Share Market: શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1350 પૉઈન્ટ ઉછળીને 82,400ને પાર, નિફ્ટી 400 અપ
SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો

વિડિઓઝ

Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય
U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય
હાર્દિક પંડ્યાની એન્ટ્રી, હવે પંજાબે IPL 2027 માટે જાહેર કર્યું કેપ્ટનનું નામ
હાર્દિક પંડ્યાની એન્ટ્રી, હવે પંજાબે IPL 2027 માટે જાહેર કર્યું કેપ્ટનનું નામ
એર ઈન્ડિયાની મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં હાઈજેકની ધમકી, ટોઈલેટના મિરર પર લખ્યો મેસેજ
એર ઈન્ડિયાની મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં હાઈજેકની ધમકી, ટોઈલેટના મિરર પર લખ્યો મેસેજ
PM Modi Ambaji Visit: પીએમ મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, 14 તારીખે અંબાજીમાં કરશે દર્શન
PM Modi Ambaji Visit: પીએમ મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, 14 તારીખે અંબાજીમાં કરશે દર્શન
Kirti Azad: ટીએમસી સાંસદ કીર્તિ આઝાદનો રામ ભગવાન અંગે બફાટ, કહ્યું- 'શું માત્ર રામ જ ભગવાન છે?'
Kirti Azad: ટીએમસી સાંસદ કીર્તિ આઝાદનો રામ ભગવાન અંગે બફાટ, કહ્યું- 'શું માત્ર રામ જ ભગવાન છે?'
શું HDFC બેન્કમાં ચાલી રહી છે તમારી લોન? બેન્કે વધાર્યા વ્યાજ દરો, વધશે EMI
શું HDFC બેન્કમાં ચાલી રહી છે તમારી લોન? બેન્કે વધાર્યા વ્યાજ દરો, વધશે EMI
Train Accident: અસમમાં મોટી ટ્રેન દુર્ઘટના, કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
Train Accident: અસમમાં મોટી ટ્રેન દુર્ઘટના, કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
સુરતમાં ચોંકાવનારી ઘટના! ચાલુ લક્ઝરી બસમાંથી પટકાયું માસૂમ બાળક
સુરતમાં ચોંકાવનારી ઘટના! ચાલુ લક્ઝરી બસમાંથી પટકાયું માસૂમ બાળક
Embed widget