શોધખોળ કરો

ગેસ સિલિન્ડર પર લખેલા C-21 કે A-24 જેવા કોડનો અર્થ જાણો છો? નજરઅંદાજ કરવું જોખમી છે

LPG cylinder expiry date code: સિલિન્ડર પર રહેલા આ અંગ્રેજી અક્ષરો અને આંકડાઓ તેની એક્સપાયરી ડેટ દર્શાવે છે; જાણો આ કોડ કેવી રીતે વાંચવો અને સુરક્ષા માટે શું ધ્યાન રાખવું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સિલિન્ડર પરનો A, B, C, D કોડ એક્સપાયરી ડેટ જણાવે.
  • A, B, C, D અક્ષરો મહિના, આંકડા વર્ષ સૂચવે છે.
  • સિલિન્ડરની નિયમિત તપાસ લીકેજ અને બ્લાસ્ટ અટકાવે છે.
  • એક્સપાયર સિલિન્ડર લેવાનો ઇનકાર કરી નવો માંગી શકાય.

LPG cylinder expiry date code: આપણા ઘરમાં આવતા LPG ગેસ સિલિન્ડર પર તમે ઘણીવાર A, B, C કે D અક્ષર સાથે 21, 24 જેવા આંકડા લખેલા જોયા હશે. મોટાભાગના લોકો આ કોડને માત્ર કોઈ સામાન્ય નંબર સમજીને નજરઅંદાજ કરી દેતા હોય છે, અને કેટલાકને તો ખબર જ નથી હોતી કે આ શું છે. પરંતુ, શું તમે જાણો છો કે આ કોડ સીધો તમારી અને તમારા પરિવારની સુરક્ષા સાથે જોડાયેલો છે? ખરેખર, આ કોડ સિલિન્ડરની એક્સપાયરી ડેટ (ટેસ્ટિંગની છેલ્લી તારીખ) દર્શાવે છે. હવે જ્યારે પણ તમારા ઘરે ગેસનો બાટલો આવે, ત્યારે માત્ર તેનું વજન જ નહીં, પરંતુ તેની એક્સપાયરી ડેટ પણ ચોક્કસથી ચેક કરો, જેથી કોઈ મોટી દુર્ઘટના કે અકસ્માતથી બચી શકાય.

A, B, C અને D નો અર્થ શું થાય છે?

સિલિન્ડરની ઉપરના ભાગે, જ્યાં પકડવાની લોખંડની ગોળ પટ્ટી હોય છે, ત્યાં અંદરની બાજુએ આ કોડ લખેલો હોય છે. આ કોડ સિલિન્ડરના ટેસ્ટિંગનો મહિનો અને વર્ષ દર્શાવે છે:

A નો અર્થ: જાન્યુઆરી થી માર્ચ

B નો અર્થ: એપ્રિલ થી જૂન

C નો અર્થ: જુલાઈ થી સપ્ટેમ્બર

D નો અર્થ: ઓક્ટોબર થી ડિસેમ્બર

અંગ્રેજી અક્ષર પછી લખેલો નંબર વર્ષ દર્શાવે છે.

ઉદાહરણ તરીકે: જો સિલિન્ડર પર C-21 લખેલું હોય, તો તેનો અર્થ એ છે કે આ સિલિન્ડરનું ટેસ્ટિંગ જુલાઈ થી સપ્ટેમ્બર 2021 સુધીમાં માન્ય હતું. જો આ સમય વીતી ગયો હોય, તો તે સિલિન્ડર એક્સપાયર ગણાય. એ જ રીતે A-24 લખ્યું હોય તો સિલિન્ડરનું ટેસ્ટિંગ જાન્યુઆરી થી માર્ચ 2024 સુધી માન્ય ગણાય.

આ ટેસ્ટિંગ કેમ આટલું જરૂરી છે?

LPG સિલિન્ડરોની સમયાંતરે સુરક્ષા તપાસ (સેફ્ટી ચેકિંગ) થવી ખૂબ જરૂરી છે. આ ચેકિંગમાં જોવામાં આવે છે કે સિલિન્ડર ક્યાંયથી લીક તો નથી થતો ને, તેને કાટ તો નથી લાગ્યો ને કે તેની બોડી નબળી તો નથી પડી ગઈ ને! જો નક્કી કરેલી તારીખ પછી પણ વગર ટેસ્ટિંગે સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે, તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. ઘણા લોકો ઉતાવળમાં કોડ જોયા વગર જ બાટલો લઈ લે છે, જેનાથી ભવિષ્યમાં ગેસ લીકેજ કે બ્લાસ્ટ થવાનું જોખમ વધી જાય છે.

સિલિન્ડરની ડિલિવરી લેતી વખતે કઈ 4 બાબતો ચેક કરશો?
સૌથી પહેલા લોખંડની પટ્ટી પર લખેલો એક્સપાયરી કોડ ચેક કરો.

સિલિન્ડરનું રેગ્યુલેટર યોગ્ય રીતે ફિટ થાય છે કે નહીં તે ચકાસો.

ઘરમાં લાગેલી ગેસની પાઇપ લીક નથી તે સુનિશ્ચિત કરો.

સિલિન્ડરનું સીલ ખોલતા જ ગેસની ગંધ તો નથી આવતી ને, તે ખાસ જુઓ.

આ પણ વાંચોઃ LPG ગેસ સપ્લાય બંધ થઈ જશે? e-KYCના નવા નિયમો અંગે સરકારે કરી મોટી સ્પષ્ટતા

શું એક્સપાયર થયેલો સિલિન્ડર પરત આપી શકાય?

હા, બિલકુલ! જો ડિલિવરી વખતે તમને એક્સપાયર થઈ ગયેલો (તારીખ વીતી ગઈ હોય તેવો) સિલિન્ડર આપવામાં આવે, તો તમે તેને લેવાની સ્પષ્ટ ના પાડી શકો છો અને તેની જગ્યાએ નવો સિલિન્ડર માંગી શકો છો. આ એક ગ્રાહક તરીકે તમારો કાયદેસરનો અધિકાર છે. ખુદ ગેસ કંપનીઓ પણ ગ્રાહકોને અપીલ કરે છે કે સિલિન્ડર સ્વીકારતા પહેલા હંમેશા તેની એક્સપાયરી તારીખ ચેક કરવાની આદત પાડો.

આ પણ વાંચોઃ LPG સિલિન્ડરના e-KYC અંગે મોટા સમાચાર: જાણો કોણે વેરિફિકેશન કરાવવું પડશે, કોને મુક્તિ?

Frequently Asked Questions

LPG સિલિન્ડર પરનો A, B, C, D કોડ શું દર્શાવે છે?

આ કોડ સિલિન્ડરની એક્સપાયરી ડેટ (ટેસ્ટિંગની છેલ્લી તારીખ) દર્શાવે છે. તે તમારી અને તમારા પરિવારની સુરક્ષા સાથે સીધો જોડાયેલો છે.

સિલિન્ડર પરના અક્ષરો A, B, C, D અને નંબરનો શું અર્થ થાય છે?

A (જાન્યુઆરી-માર્ચ), B (એપ્રિલ-જૂન), C (જુલાઈ-સપ્ટેમ્બર), D (ઓક્ટોબર-ડિસેમ્બર) મહિના દર્શાવે છે. અક્ષર પછીનો નંબર ટેસ્ટિંગનું વર્ષ સૂચવે છે.

LPG સિલિન્ડરની સુરક્ષા તપાસ શા માટે કરવી જોઈએ?

સિલિન્ડર લીક, કાટ કે નબળો તો નથી પડ્યો તે ચકાસવા સુરક્ષા તપાસ જરૂરી છે. ટેસ્ટિંગ વગર ઉપયોગ કરવાથી ગેસ લીકેજ કે બ્લાસ્ટનું જોખમ વધી જાય છે.

શું એક્સપાયર થયેલો LPG સિલિન્ડર પાછો આપી શકાય?

હા, જો તમને એક્સપાયર થયેલો સિલિન્ડર મળે તો તમે તેને પરત કરીને નવો માંગી શકો છો. આ ગ્રાહક તરીકે તમારો કાયદેસરનો અધિકાર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ
વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ
Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા
Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા
NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા
NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
Embed widget