શોધખોળ કરો

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો

LPG Price Cut: આજે દિલ્હીમાં સિલિન્ડર 30 રૂપિયા સસ્તું થયું છે. જ્યારે કોલકાતામાં 31 રૂપિયા અને મુંબઈ ચેન્નઈમાં પણ લગભગ એટલું જ સસ્તું થયું છે. આ ફેરફાર માત્ર કોમર્શિયલ સિલિન્ડરમાં થયો છે.

LPG cylinder price: આજે એટલે કે 1 જુલાઈ 2024ના રોજ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થયો છે. મોદી સરકાર 3.0નો કાર્યકાળ શરૂ થયા પછી એલપીજીના દરમાં આ પ્રથમ ફેરફાર છે. આજે દિલ્હીમાં સિલિન્ડર 30 રૂપિયા સસ્તું થયું છે. જ્યારે કોલકાતામાં 31 રૂપિયા અને મુંબઈ ચેન્નઈમાં પણ લગભગ એટલું જ સસ્તું થયું છે. એલપીજી ગેસના ભાવમાં આ ફેરફાર માત્ર કોમર્શિયલ સિલિન્ડરમાં થયો છે. ઘરેલુ સિલિન્ડરના દર બદલાયા નથી. એલપીજી સિલિન્ડરના આ દરો ઇન્ડિયન ઓઇલ પાસેથી લેવામાં આવ્યા છે.

દિલ્હીમાં ઘરેલુ સિલિન્ડરની કિંમત 803 રૂપિયા અને કોમર્શિયલની 1676 રૂપિયાથી ઘટીને આજે 1646 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં 14.2 કિલોનું એલપીજી સિલિન્ડર આજે કોઈ ફેરફાર વિના 829 રૂપિયામાં મળશે. જ્યારે 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર આજથી 31 રૂપિયા સસ્તું 1756 રૂપિયામાં મળશે. ચેન્નઈમાં કોમર્શિયલ સિલિન્ડર આજથી 1840.50 રૂપિયાને બદલે 1809.50 રૂપિયામાં મળશે. અહીં ઘરેલુ સિલિન્ડર 818.50 રૂપિયામાં મળી રહ્યું છે. મુંબઈની વાત કરીએ તો અહીં પણ ઘરેલુ સિલિન્ડર 802.50 રૂપિયાનું જ છે, પરંતુ કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટ્યા છે.

બિહારની રાજધાની પટનામાં 14.2 કિલોનું ઇન્ડેનનું એલપીજી સિલિન્ડર આજે 901 રૂપિયામાં મળી રહ્યું છે. જ્યારે 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર 1915.5 રૂપિયા થઈ ગયું છે. ગુજરાતના અમદાવાદમાં 19 કિલોનું નીલું સિલિન્ડર હવે માત્ર 1665 રૂપિયામાં મળશે. જ્યારે 14 કિલોનું ઘરેલુ એલપીજી લાલ સિલિન્ડર 810 રૂપિયાનું છે.

1 જૂન 2023ના રોજ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1103 રૂપિયા હતી. 30 ઓગસ્ટ 2023ના રોજ 200 રૂપિયાની રાહત મળી અને ભાવ થઈ ગયો 903 રૂપિયા. 9 માર્ચ 2024ના રોજ ફરી એકવાર સિલિન્ડર 100 રૂપિયા સસ્તું થઈ ગયું. આજથી મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડર 1598 રૂપિયાનું થઈ ગયું છે. પહેલા આ 1629 રૂપિયામાં મળી રહ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Polymer Banknotes: પ્લાસ્ટિકની 1 અબજ નૉટ બનશે, 10 અને 20 રૂપિયાની કરન્સીના ટ્રાયલને મંજૂરી
Polymer Banknotes: પ્લાસ્ટિકની 1 અબજ નૉટ બનશે, 10 અને 20 રૂપિયાની કરન્સીના ટ્રાયલને મંજૂરી
વરિષ્ઠ નાગરિકોને દર મહિને મળશે ₹20,000 વ્યાજ, જાણો બચત યોજના વિશે અને કેટલું કરવું પડશે રોકાણ
વરિષ્ઠ નાગરિકોને દર મહિને મળશે ₹20,000 વ્યાજ, જાણો બચત યોજના વિશે અને કેટલું કરવું પડશે રોકાણ
માત્ર ₹5000નું રોકાણ કરીને લાખોનું ફંડ બનાવવું છે? જાણો FD, RD કે SIPમાં ક્યાં છે ફાયદો
માત્ર ₹5000નું રોકાણ કરીને લાખોનું ફંડ બનાવવું છે? જાણો FD, RD કે SIPમાં ક્યાં છે ફાયદો
હવે ઘરે બેઠા 10 મિનિટમાં બનાવો e-PAN, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા
હવે ઘરે બેઠા 10 મિનિટમાં બનાવો e-PAN, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget