શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મારુતિએ પોતાની આ પોપ્યુલર કારની કિંમતમાં 15,000 રૂપિયા સુધીનો કર્યો વધારો
મારુતિ સુઝુકીએ ગુરુવારે હોતાની હેચબેક કાર બલેનોની કિંમતમાં વધારાની જાહેરાત કરી છે. કંપનીએ પ્રીમિયમ હેચબેકના પેટ્રોલ અને ડીઝલ બન્ને વેરિયન્ટની કિંમતમાં 15 હજાર રૂપિયા સુધીનો વધારો કર્યો છે.
નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીએ ગુરુવારે હોતાની હેચબેક કાર બલેનોની કિંમતમાં વધારાની જાહેરાત કરી છે. કંપનીએ પ્રીમિયમ હેચબેકના પેટ્રોલ અને ડીઝલ બન્ને વેરિયન્ટની કિંમતમાં 15 હજાર રૂપિયા સુધીનો વધારો કર્યો છે. આ કિંમત તાત્કાલીક અસરથી લાગુ કરવામાં આવી છે.
આ વધારા બાદ એક લીટર બૂસ્ટર જેટ પેટ્રોલ એન્જિન વાળી બલેનો આરએસ હવે 8.88 લાખ રૂપિયામાં મળશે. પહેલા તેની કિંમત 8.76 લાખ રૂપિયા હતી. કંપનીએ ગુરૂવારે ભાવ વધારા અંગેની માહિતી આપી છે.
ડીઝલ રેન્જવાળી બલેનોની કિંમત 6.73 લાખથી 8.73 લાખ રૂપિયાની વચ્ચે હશે. અગાઉની રેન્જ 6.61 લાખથી 8.60 લાખ રૂપિયા હતી. કંપનીએ કિંમતોમાં વધારો કરવાનું કારણ જણાવ્યું નથી. મારૂતિએ આ સપ્તાહમાં 5.58 લાખથી 8.9 લાખ રૂપિયાની રેન્જમાં બીએસ-6 સ્ટાન્ડર્ડ ધરાવતી કાર લોન્ચ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion