શોધખોળ કરો

IPO: આ IPO પર તૂટી પડ્યા રોકાણકારો, GMPથી આટલી કમાણીના મળી રહ્યા છે સંકેત

Muthoot Microfin IPO Subscription: મુથુટ માઇક્રોફિનનો IPO આ સપ્તાહના પ્રથમ દિવસે 18મી ડિસેમ્બરે ઓપન થયો હતો

Muthoot Microfin IPO Subscription: શેરબજારમાં મોટા ઘટાડા છતાં મુથુટ માઇક્રોફિનનો આઇપીઓ બુધવારે ઉચ્ચ સ્તરે બંધ થયો હતો. આ IPO પર રોકાણકારો તૂટી પડ્યા હતા. છેલ્લા દિવસ સુધી તે રિટેલ સહિત દરેક કેટેગરીમાં ઓવરસબસ્ક્રાઈબ થઈ ગયો હતો.

રિટેલ રોકાણકારો ઘણી બોલી લગાવી

મુથુટ માઇક્રોફિનનો IPO આ સપ્તાહના પ્રથમ દિવસે 18મી ડિસેમ્બરે ઓપન થયો હતો.  બુધવાર 20 ડિસેમ્બર સુધી તે સબસ્ક્રાઇબ કરી શકાતો હતો.  બુધવારે ટ્રેડિંગ બંધ થયા પછી આ IPO એકંદરે 12 ગણાથી વધુ સબસ્ક્રાઇબ થયો હતો. રિટેલ રોકાણકારો પણ આ IPO માટે બિડિંગ કરવામાં પાછળ રહ્યા ન હતા અને IPOને આ કેટેગરીમાં 8 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું.                       

3 દિવસમાં આટલા બધા સબ્સ્ક્રિપ્શન્સ મળ્યા

IPO બંધ થયા પછી QIB કેટેગરીમાં મહત્તમ 18.35 ગણું સબસ્ક્રિપ્શન આવ્યું. તે NII કેટેગરીમાં 13.87 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. જ્યારે રિટેલ કેટેગરીમાં સબસ્ક્રિપ્શન 8 ગણું હતું. આ રીતે આ IPO 3 દિવસમાં કુલ 12.30 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. IPOમાં કુલ 2,28,52,234 શેરની ઓફર કરવામાં આવી હતી જ્યારે 3 દિવસમાં 28,10,02,809 શેર માટે બિડ મળી હતી.                          

આ કેટેગરીમાં સૌથી વધુ હિટ IPO

આ IPOની શરૂઆત સારી રહી ન હતી. આ IPO પ્રથમ દિવસે સંપૂર્ણપણે ભરાયો ન હતો. તે પહેલા દિવસે 83 ટકા સબસ્ક્રાઇબ થયો હતો.  બાદમાં NII અને રિટેલ કેટેગરીમાં માંગ વધવા લાગી. બીજા દિવસે IPO સંપૂર્ણ રીતે ભરાઈ ગયો હતો. બીજા દિવસના અંત પછી સબ્સ્ક્રિપ્શનની સ્થિતિ 2.83 ગણી હતી. ત્રીજા દિવસ પછી તે MFI કેટેગરીમાં અત્યાર સુધીનો સૌથી વધુ સબસ્ક્રાઇબ થયેલ IPO બન્યો હતો.

દરેક લોટ પર આટલી કમાણી થવાની અપેક્ષા

આ IPOની પ્રાઇસ બેન્ડ 277-291 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. 960 કરોડના આ IPOના એક લોટમાં 51 શેર હતા. તેનો અર્થ એ કે રોકાણકારોએ એક લોટ માટે ઓછામાં ઓછા 14,841 રૂપિયાનું રોકાણ કરવું પડશે. હવે ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ ઘટીને 15 રૂપિયા થઈ ગયું છે, જે એક દિવસ પહેલા 35 રૂપિયા હતું. હાલમાં તેના રોકાણકારો દરેક લોટ પર રૂ. 765 કમાઈ શકે છે.            

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ? દિલ્હી બેઠકમાંથી સામે આવ્યા મોટા સમાચાર
1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ? દિલ્હી બેઠકમાંથી સામે આવ્યા મોટા સમાચાર
માત્ર ₹5,000 મહિનાના રોકાણથી બની શકે છે કરોડોનું  ફંડ, જુઓ PPF માં રોકાણનો કમાલ 
માત્ર ₹5,000 મહિનાના રોકાણથી બની શકે છે કરોડોનું  ફંડ, જુઓ PPF માં રોકાણનો કમાલ 
શેરબજારનો કમાલ: 1 લાખનું રોકાણ કરનારા બન્યા કરોડપતિ, આપ્યું 10,000% નું બમ્પર રિટર્ન
શેરબજારનો કમાલ: 1 લાખનું રોકાણ કરનારા બન્યા કરોડપતિ, આપ્યું 10,000% નું બમ્પર રિટર્ન
પોસ્ટ ઓફિસ FD માં ₹5 લાખ રોકવાથી 1, 3 અને 5 વર્ષે કેટલું રિટર્ન મળશે? જાણો કેલક્યુલેશન
પોસ્ટ ઓફિસ FD માં ₹5 લાખ રોકવાથી 1, 3 અને 5 વર્ષે કેટલું રિટર્ન મળશે? જાણો કેલક્યુલેશન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી અનેક ઈમારતો ધરાશાયી, 80ના મોત બાદ ઈમરજન્સી જાહેર
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી અનેક ઈમારતો ધરાશાયી, 80ના મોત બાદ ઈમરજન્સી જાહેર
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
Embed widget