શોધખોળ કરો
Advertisement
મોંઘવારીના મારથી પીડાતી પ્રજાને મોટી રાહત, સબ્સિડી વગરના LPG સિલિન્ડરના ભાવમાં સતત બીજા મહિને થયો ઘટાડો
જુલાઈ મહિનામાં પણ સબ્સિડી વગરના રાંધણ ગેસના બાટલાના ભાવમાં 100.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. બે મહિનાની અંદર રાંધણ ગેસના સિલિન્ડરમાં 163 રૂપિયાનો ઘટાડો થયો હતો.
નવી દિલ્હીઃ મોંઘવારીના મારથી પીડાતા આમ આદમી માટે રાહતના સમાચાર છે. બુધવારે સબસિડી વગરના રાંધણ ગેસના બાટલાના ભાવમાં ઘટાડો કર્યો હતો. આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડાના કારણે સબ્સિડી વગરના રાંધણ ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર 62.50 રૂપિયાનો ઘટાડો થયો છે.
આ પહેલા જુલાઈ મહિનામાં પણ સબ્સિડી વગરના રાંધણ ગેસના બાટલાના ભાવમાં 100.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. બે મહિનાની અંદર રાંધણ ગેસના સિલિન્ડરમાં 163 રૂપિયાનો ઘટાડો થયો હતો. દર મહિનાની પહેલી તારીખે ઈંધણ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરીને વધારો-ઘટાડો કરે છે.
ભાવ ઘટાડા બાદ દિલ્હીમાં સબ્સિડી વગરના સિલિન્ડરની કિંમત 574.50 રૂપિયા, કોલકાતામાં 601 રૂપિયા, મુંબઈમાં 546.50 રૂપિયા અને ચેન્નઈમાં 590.50 રૂપિયા થઈ ગયો છે.
જૂનાગઢમાં ભાજપે કોને બનાવ્યા મેયર, ડેપ્યુટી મેયર તરીકે કોની કરી નિમણૂક, જાણો વિગત
આવી રહ્યો છે નવો Jio ફોન, જાણો શું હશે તેમાં ખાસ
ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા માટે આવી અધધ અરજી, આંકડો જાણીને ચોંકી જશો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
અમદાવાદ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion