શોધખોળ કરો

પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ: 5 વર્ષમાં થશે ₹5.55 લાખની કમાણી, વાંચો સંપૂર્ણ વિગત

Post Office Scheme: પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ (POMIS) એ નોકરિયાત અને વરિષ્ઠ નાગરિકો માટે કોઈપણ જોખમ વિના દર મહિને નિશ્ચિત આવક મેળવવાનો સૌથી સુરક્ષિત અને શ્રેષ્ઠ વિકલ્પ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પોસ્ટ ઓફિસ MIS જોખમમુક્ત, નિયમિત માસિક આવકની સરકારી યોજના.
  • સિંગલ ખાતામાં ₹9 લાખ, સંયુક્તમાં ₹15 લાખ સુધી રોકી શકાય.
  • 7.4% વાર્ષિક વ્યાજે, જોઈન્ટમાં મહિને ₹9250 આવક મળે.
  • પાંચ વર્ષની મુદત, વ્યાજ આવક કરપાત્ર, પોસ્ટ ઓફિસ TDS નહીં કાપે.

Post Office Scheme: જો તમે શેરબજારના જોખમ લીધા વગર દર મહિને ફિક્સ આવક ઈચ્છો છો, તો પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ (POMIS) તમારા માટે એકદમ બેસ્ટ ઓપ્શન છે. કેન્દ્ર સરકારની ગેરંટીવાળી આ નાની બચત યોજનામાં એકવાર પૈસા જમા કરાવ્યા પછી તમને કોઈ પણ મહેનત વગર દર મહિને 9250 રૂપિયા સુધીની પાક્કી આવક થવા લાગશે. ખાસ કરીને રિટાયર્ડ લોકો, સિનિયર સિટીઝન અને સેફ ઇન્વેસ્ટમેન્ટ શોધી રહેલા રોકાણકારો માટે આ યોજના બહુ જ લોકપ્રિય બની રહી છે. ચાલો જાણીએ આ સ્કીમ વિશેની તમામ અગત્યની માહિતી.

પોસ્ટ ઓફિસ MIS શું છે?

પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ (POMIS) એ સરકાર દ્વારા ચાલતી એક સુરક્ષિત બચત યોજના છે. આનો મુખ્ય હેતુ રોકાણકારોને દર મહિને એક નિશ્ચિત આવક પૂરી પાડવાનો છે. આ સ્કીમમાં તમારા દ્વારા રોકાણ કરાયેલી મૂળ રકમ પૂરેપૂરી સુરક્ષિત રહે છે અને તેના પર તમને દર મહિને વ્યાજ ચૂકવવામાં આવે છે.

તમે કેટલું રોકાણ કરી શકો છો?

આ સ્કીમમાં રોકાણ કરવાની મર્યાદા નીચે મુજબ છે:

સિંગલ ખાતું: વધુમાં વધુ 9 લાખ રૂપિયા સુધીનું રોકાણ.

જોઈન્ટ ખાતું: વધુમાં વધુ 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ.

સરકાર દ્વારા હાલમાં આ સ્કીમ પર 7.4% નું વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે, જેની ચૂકવણી દર મહિને થાય છે. કેન્દ્ર સરકાર દર ક્વાર્ટરમાં (દર ત્રણ મહિને) આ વ્યાજ દરોની સમીક્ષા કરે છે.

આ પણ વાંચોઃ NPS નિયમોમાં મોટો ફેરફાર: સરકારી કર્મચારીઓને મળશે હવે વધુ વળતર, નવો ઓપ્શન જાહેર

15 લાખના રોકાણ પર દર મહિને કેટલી કમાણી થશે?

જો તમે અને તમારા જીવનસાથી મળીને જોઈન્ટ MIS ખાતામાં મહત્તમ 15 લાખ રૂપિયા જમા કરાવો છો, તો 7.4% ના વ્યાજ દર પ્રમાણે ગણતરી કંઈક આ રીતે થશે:

કુલ રોકાણ: 15,00,000 રૂપિયા

વ્યાજ દર: 7.4% વાર્ષિક

વાર્ષિક વ્યાજની આવક: 1,11,000 રૂપિયા

માસિક આવક (દર મહિને): આશરે 9,250 રૂપિયા

5 વર્ષમાં કુલ કેટલો નફો થશે?

પોસ્ટ ઓફિસ MIS ની મુદત (મેચ્યોરિટી) 5 વર્ષની હોય છે. જો વ્યાજ દર 7.4% જ રહે, તો 60 મહિના સુધી તમને દર મહિને 9,250 રૂપિયા મળશે. એટલે કે 5 વર્ષમાં તમને કુલ 5,55,000 રૂપિયા માત્ર વ્યાજ તરીકે જ મળી જશે. 5 વર્ષ પૂરા થતાં તમારી 15 લાખ રૂપિયાની મૂળ રકમ પણ તમને પાછી આપી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ LIC નહીં, હવે આવશે નવી 'CLIC' વીમા કંપની; અમિત શાહની જાહેરાતથી ખેડૂતોને થશે મોટો ફાયદો

અધવચ્ચે ખાતું બંધ કરવાના નિયમો

જો તમારે મુદત પૂરી થતાં પહેલા પૈસાની જરૂર પડે, તો તેના કેટલાક નિયમો છે:

ખાતું ખોલાવ્યાના 1 વર્ષ સુધી તમે તેને બંધ કરી શકતા નથી.

જો ખાતું 1 વર્ષ પછી પરંતુ 3 વર્ષ પહેલાં બંધ કરો છો, તો તમારી જમા રકમમાંથી 2% રકમ કાપીને બાકીના પૈસા પરત મળશે.

જો ખાતું 3 વર્ષ પછી અને 5 વર્ષ પહેલાં બંધ કરો છો, તો જમા રકમમાંથી 1% રકમ કપાશે અને બાકીની રકમ તમને પાછી મળી જશે.

શું આ ખાતું બેંકમાં ખોલાવી શકાય?

ના. આ સ્કીમ ફક્ત પોસ્ટલ વિભાગ દ્વારા જ ચલાવવામાં આવે છે. તેથી, POMIS ખાતું તમારે નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને જ ખોલાવવું પડશે. બેંકમાં આ સુવિધા ઉપલબ્ધ નથી.

ઇન્કમ ટેક્સના નિયમો

એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે પોસ્ટ ઓફિસ MIS માં કરેલું રોકાણ આવકવેરાની કલમ 80C હેઠળ ટેક્સ છૂટ માટે માન્ય નથી. આ સ્કીમમાંથી મળતું માસિક વ્યાજ તમારી કુલ આવકમાં ઉમેરાય છે અને તમારા ટેક્સ સ્લેબ મુજબ તેના પર ટેક્સ લાગે છે. જો કે, રાહતની વાત એ છે કે પોસ્ટ ઓફિસ આ વ્યાજ પર કોઈ TDS કાપતી નથી.

આ સ્કીમ કોના માટે બેસ્ટ છે?

જે લોકો શેરબજાર કે અન્ય રિસ્કી ઓપ્શનથી દૂર રહેવા માંગે છે અને પોતાની બચત પર એક સેફ અને રેગ્યુલર મંથલી ઇન્કમ ઈચ્છે છે, તેમના માટે આ એકદમ પરફેક્ટ સ્કીમ છે. વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરો માટે આ એક વિશ્વસનીય સહારો છે.

Frequently Asked Questions

પોસ્ટ ઓફિસ MIS યોજના શું છે?

આ સરકાર દ્વારા ચાલતી એક સુરક્ષિત બચત યોજના છે જે રોકાણકારોને દર મહિને નિશ્ચિત આવક પૂરી પાડે છે. તેમાં તમારી રોકાણ કરેલી મૂળ રકમ સુરક્ષિત રહે છે.

પોસ્ટ ઓફિસ MIS માં કેટલું રોકાણ કરી શકાય છે?

સિંગલ ખાતામાં વધુમાં વધુ 9 લાખ રૂપિયા અને જોઈન્ટ ખાતામાં વધુમાં વધુ 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે.

15 લાખના રોકાણ પર POMIS માંથી કેટલી માસિક આવક મળે છે?

15 લાખ રૂપિયાના રોકાણ પર વાર્ષિક 7.4% વ્યાજ દર પ્રમાણે તમને દર મહિને આશરે 9,250 રૂપિયાની આવક થશે.

POMIS ખાતું મુદત પહેલા બંધ કરવાના શું નિયમો છે?

ખાતું 1 વર્ષ સુધી બંધ કરી શકાતું નથી. 1 થી 3 વર્ષમાં બંધ કરવા પર 2% અને 3 થી 5 વર્ષમાં બંધ કરવા પર 1% રકમ કપાય છે.

શું પોસ્ટ ઓફિસ MIS ખાતું બેંકમાં ખોલાવી શકાય છે અને તેના પર ટેક્સ લાગે છે?

ના, આ ખાતું ફક્ત પોસ્ટ ઓફિસમાં જ ખોલાવી શકાય છે. મળતા વ્યાજ પર તમારા ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગે છે, પરંતુ પોસ્ટ ઓફિસ TDS કાપતી નથી.

ટોપ સ્ટોરી

Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ
Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!
ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?
ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?
ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે
ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
Embed widget