શોધખોળ કરો

પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ: ઝીરો રિસ્ક સાથે એકવાર રોકાણ કરો અને દર મહિને મેળવો ગેરંટીડ કમાણી

Post Office Monthly Income Scheme (POMIS): પોસ્ટ ઓફિસની બચત યોજનાઓમાં કરવામાં આવેલા રોકાણને સંપૂર્ણપણે 'રિસ્ક ફ્રી' ગણવામાં આવે છે, કારણ કે તેમાં તમારા નાણાંની સુરક્ષાની ગેરંટી સીધી ભારત સરકાર આપે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના, ભારત સરકાર સુરક્ષા.
  • હાલ 7.4% વાર્ષિક વ્યાજ મળે, માસિક ધોરણે ચૂકવાય.
  • મહત્તમ ₹15 લાખ (જોઈન્ટ) રોકાણ, 5 વર્ષ મુદત.
  • મુદત પહેલા બંધ કરતા 1-2% મૂળ રકમ કપાય.

Post Office Monthly Income Scheme (POMIS): પોસ્ટ ઓફિસની બચત યોજનાઓમાં કરવામાં આવેલા રોકાણને સંપૂર્ણપણે 'રિસ્ક ફ્રી' ગણવામાં આવે છે, કારણ કે તેમાં તમારા નાણાંની સુરક્ષાની ગેરંટી સીધી ભારત સરકાર આપે છે. તેની સાથે જ આ સ્કીમમાં વ્યાજ પણ ખૂબ જ શાનદાર મળે છે.

જો તમે પણ તમારી બચતને એવી જગ્યાએ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, જ્યાં પૈસા સુરક્ષિત રહેવાની સાથે જ સારું રિટર્ન પણ મળે, તો આ માટે પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ તમારા ખૂબ કામ આવી શકે છે. આવી જ એક યોજના છે પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમ (POMIS), જે તમને દર મહિને નિશ્ચિત આવકની ગેરંટી આપે છે. આ સ્કીમમાં તમારે માત્ર એક જ વાર રોકાણ (One Time Investment) કરવાનું રહે છે.

સરકારની સુરક્ષા, ઝીરો રિસ્ક

પોસ્ટ ઓફિસ સ્કીમ્સને જે બાબત સૌથી વધુ લોકપ્રિય બનાવે છે, તે એ છે કે આ યોજનાઓ Zero Risk હોય છે. તેમાં કરવામાં આવેલા નાના કે મોટા રોકાણ પર સુરક્ષાની ગેરંટી ખુદ સરકાર આપે છે. પોસ્ટ ઓફિસ એમઆઈએસ સ્કીમ ખાસ કરીને રિટાયર્ડ લોકો અને એવા લોકો દ્વારા વધુ પસંદ કરવામાં આવે છે, જેઓ માર્કેટ સાથે જોડાયેલા જોખમ વિના દર મહિને ફિક્સ ઈનકમ ઈચ્છે છે.

સરકાર આપી રહી છે જોરદાર વ્યાજ

PO MIS યોજના હેઠળ હાલમાં સરકાર દ્વારા 7.4 ટકા ના વાર્ષિક દરથી વ્યાજ આપવામાં આવી રહ્યું છે અને તેનું પેમેન્ટ દર મહિને (મંથલી બેસિસ પર) કરવામાં આવે છે. તમે તમારા નજીકના પોસ્ટ ઓફિસમાં જઈને માત્ર રૂ. 1,000 ના પ્રારંભિક રોકાણ સાથે ખાતું ખોલાવી શકો છો. આ સ્કીમમાં સિંગલ એકાઉન્ટ સિવાય જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવાની પણ સુવિધા મળે છે.

એકસાથે કેટલું રોકાણ કરી શકાય?

દર મહિને કમાણીની ગેરંટી આપતી આ સ્કીમમાં રોકાણની મર્યાદા (Limit) ની વાત કરીએ તો:

  • સિંગલ એકાઉન્ટ: મહત્તમ રૂ. 9 લાખ સુધીનું એકમુશ્ત રોકાણ કરી શકાય છે.
  • જોઈન્ટ એકાઉન્ટ: મહત્તમ રૂ. 15 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે.

આ સ્કીમનો મેચ્યોરિટી પિરિયડ (પાકતી મુદત) 5 વર્ષ નો છે. રોકાણ કર્યા બાદ વ્યાજમાંથી દર મહિને તમારી કમાણી શરૂ થઈ જાય છે.

દર મહિને થશે આટલી કમાણી 

હવે કમાણીની ગણતરી સમજીએ તો, જો તમે પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમ હેઠળ જોઈન્ટ ખાતામાં રૂ. 15 લાખનું એકસાથે રોકાણ કરો છો, તો હાલના 7.4% વ્યાજ દર મુજબ તમને દર મહિને રૂ. 9,250 ની કમાણી થશે. 5 વર્ષની મેચ્યોરિટી પૂર્ણ થવા પર માત્ર વ્યાજ દ્વારા જ તમારી કુલ કમાણી રૂ. 5.55 લાખ થશે.

મુદત પહેલા ખાતું બંધ કરાવશો તો થશે નુકસાન!

પોસ્ટ ઓફિસની આ વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમમાં વ્યાજની રકમ દર મહિને ખાતામાં જમા થાય છે. જોકે, આ સ્કીમનો પૂરો લાભ લેવા માટે તેને 5 વર્ષ સુધી ચાલુ રાખવી જરૂરી છે. જો તમે મેચ્યોરિટી પહેલાં ખાતું બંધ કરાવો છો તો નિયમ મુજબ નુકસાન થઈ શકે છે:

  • 1 થી 3 વર્ષની અંદર: એકાઉન્ટ ક્લોઝ કરાવવા પર મૂળ રકમ (Principal Amount) માંથી 2% રકમ કાપી લેવામાં આવશે.
  • 3 થી 5 વર્ષની વચ્ચે: એકાઉન્ટ ક્લોઝ કરાવવા પર મૂળ રકમમાંથી 1% રકમ કપાશે.
  • ખાતાધારકના અવસાન પર: મેચ્યોરિટી પહેલાં જો ખાતાધારકનું નિધન થાય, તો ખાતું બંધ કરીને તમામ જમા રકમ નોમિનીને સોંપી દેવામાં આવે છે.

Frequently Asked Questions

પોસ્ટ ઓફિસ મંથલી ઇનકમ સ્કીમ (POMIS) શું છે અને તેનો મુખ્ય ફાયદો શું છે?

POMIS એ પોસ્ટ ઓફિસની બચત યોજના છે જે એક જ વાર રોકાણ કર્યા પછી દર મહિને નિશ્ચિત આવકની ગેરંટી આપે છે. તમારા પૈસાની સુરક્ષાની ગેરંટી ભારત સરકાર આપે છે.

હાલમાં પોસ્ટ ઓફિસ MIS યોજના હેઠળ કેટલું વ્યાજ મળે છે અને તે કેવી રીતે ચૂકવાય છે?

PO MIS યોજના હેઠળ હાલમાં વાર્ષિક 7.4% ના દરે વ્યાજ આપવામાં આવે છે. આ વ્યાજની ચૂકવણી દર મહિને (મંથલી બેસિસ પર) કરવામાં આવે છે.

POMIS માં સિંગલ અને જોઈન્ટ ખાતા માટે મહત્તમ રોકાણ મર્યાદા કેટલી છે?

સિંગલ ખાતામાં મહત્તમ રૂ. 9 લાખ સુધી અને જોઈન્ટ ખાતામાં મહત્તમ રૂ. 15 લાખ સુધીનું એકમુશ્ત રોકાણ કરી શકાય છે. આ સ્કીમનો મેચ્યોરિટી પિરિયડ 5 વર્ષનો છે.

જો હું POMIS ખાતું પાકતી મુદત પહેલા બંધ કરાવું તો શું દંડ લાગે છે?

1 થી 3 વર્ષમાં બંધ કરાવતા મૂળ રકમમાંથી 2% કપાશે. 3 થી 5 વર્ષમાં બંધ કરાવતા 1% કપાશે. આ સ્કીમનો પૂરો લાભ લેવા 5 વર્ષ સુધી ચાલુ રાખવી જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget