શોધખોળ કરો

Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી

Post Office NSC Scheme: પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવી રહેલી સરકારી બચત યોજનાઓ રિટર્નની દૃષ્ટિએ ખૂબ જ લોકપ્રિય છે અને તેમાં કરવામાં આવેલા રોકાણ પર રિસ્ક પણ શૂન્ય હોય છે, કારણ કે સુરક્ષાની ગેરંટી ખુદ સરકાર આપે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પોસ્ટ ઓફિસ NSC, સુરક્ષિત રોકાણ સાથે 7.7% વ્યાજ આપે છે.
  • ન્યૂનતમ ૧૦૦૦ રોકાણ, પાંચ વર્ષ, 80C કરમુક્તિ લાભ મેળવો.
  • ભારતીય નિવાસીઓ રોકાણ દ્વારા ૪.૫ લાખ વ્યાજ કમાઈ શકે છે.

Post Office NSC Scheme: પોસ્ટ ઓફિસમાં દરેક ઉંમરના લોકો માટે સેવિંગ સ્કીમ્સ ચલાવવામાં આવી રહી છે. તેમાં નાની-નાની બચત દ્વારા મોટું ફંડ જમા કરી શકાય છે. જ્યાં સરકાર આ સ્મોલ સેવિંગ સ્કીમ્સ પર જોરદાર વ્યાજ ઓફર કરી રહી છે, ત્યાં રોકાણ પર સુરક્ષાની ગેરંટી પણ આપે છે.

 

જો તમે પણ કોઈ જોખમ વગરની જગ્યાએ રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો અને વધુ નફો પણ કમાવવા માંગો છો, તો તમારા માટે પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એટલે કે Post Office NSC Scheme ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે તેના રોકાણ દ્વારા માત્ર વ્યાજથી જ ₹4,50,000ની કમાણી કરી શકાય છે.

આ પણ વાંચો...8th Pay Commission: જો આઠમા પગારપંચમાં થશે વિલંબ, તો આ કર્મચારીઓને મળશે 18 લાખ રૂપિયા

1000 રૂપિયાથી રોકાણની શરૂઆત

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) પોસ્ટ ઓફિસની લોકપ્રિય સ્મોલ સેવિંગ સ્કીમ હેઠળ ચલાવવામાં આવતી યોજના છે. તેને મધ્યમ વર્ગ અને રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરનારા લોકોમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. તેમાં 5 વર્ષ માટે ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરી શકાય છે. મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. એટલે કે જેટલું વધારે રોકાણ, એટલો જ વધારે ફાયદો.

Zero Risk અને જોરદાર વ્યાજ

પોસ્ટ ઓફિસની સેવિંગ સ્કીમ્સ આજના સમયમાં ખૂબ જ લોકપ્રિય થવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે તે રિસ્ક ફ્રી એટલે કે Zero Riskવાળી હોય છે. હકીકતમાં, Post Office Schemesમાં કરવામાં આવેલા કોઈપણ નાના-મોટા રોકાણ પર સુરક્ષાની ગેરંટી ખુદ સરકાર આપે છે. તેમાં લગાવવામાં આવેલા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. આ ઉપરાંત આ યોજનાઓમાં જોરદાર વ્યાજ પણ મળે છે, જે તમને મોટું ફંડ એકઠું કરવામાં મદદ કરે છે અને નિયમિત આવકની પણ ગેરંટી આપે છે. PO NSC પર સરકાર 7.7% વ્યાજ ઓફર કરી રહી છે.

Tax છૂટનો લાભ લઈ શકો છો

Post Office NSC યોજનાનો લાભ માત્ર ભારતીય નિવાસીઓ જ લઈ શકે છે. કોઈ NRI, કંપની, ટ્રસ્ટ અને HUF તેનો લાભ લઈ શકતા નથી. તેમાં 2 અથવા 3 લોકો મળીને જોઈન્ટ એકાઉન્ટ ખોલી શકે છે. પુખ્ત વ્યક્તિ પોતાના નામે અથવા સગીરના નામે આ યોજના લઈ શકે છે. આ ઉપરાંત આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં રોકાણ કરીને ટેક્સ છૂટનો લાભ પણ લઈ શકાય છે. ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80C હેઠળ તમે આ યોજનામાં રોકાણ કરીને વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ મેળવી શકો છો.

વ્યાજથી ₹4.50 લાખની કમાણીનું ગણિત

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ હેઠળ 7.7% નું વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે. આ હિસાબે જો કોઈ નાગરિક NSC યોજનામાં 10 લાખ રૂપિયા એક સાથે રોકાણ કરે છે, તો તેને 5 વર્ષમાં માત્ર વ્યાજથી ₹4,49,034 મળશે. એટલે કે પાંચ વર્ષ બાદ મળતી કુલ રકમ ₹14,49,034 (લગભગ) થશે. પહેલા વર્ષમાં 77000 રૂપિયા, બીજા વર્ષમાં 1 લાખ 59929 રૂપિયા, ત્રીજા વર્ષમાં 2 લાખ 49 હજાર 44 રૂપિયા, ચોથા વર્ષમાં 3,45,620 રૂપિયા અને પાંચમા વર્ષમાં વ્યાજથી 4,49,034 રૂપિયાની માત્ર વ્યાજથી કમાણી થશે.

Frequently Asked Questions

પોસ્ટ ઓફિસ NSC સ્કીમ શું છે?

આ પોસ્ટ ઓફિસની એક લોકપ્રિય સ્મોલ સેવિંગ સ્કીમ છે. તે જોખમ વગરના રોકાણ માટે અને ઊંચા વ્યાજ મેળવવા માટે ફાયદાકારક છે, જેમાં સરકાર રોકાણ પર સુરક્ષાની ગેરંટી આપે છે.

NSC માં કેટલું લઘુત્તમ રોકાણ કરી શકાય છે અને તેનો સમયગાળો કેટલો હોય છે?

NSC માં ઓછામાં ઓછા ₹1000 નું રોકાણ કરી શકાય છે અને મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. આ યોજનાનો સમયગાળો 5 વર્ષનો હોય છે.

પોસ્ટ ઓફિસ NSC પર કેટલું વ્યાજ મળે છે અને શું ટેક્સ છૂટનો લાભ મળે છે?

PO NSC પર સરકાર 7.7% વાર્ષિક વ્યાજ ઓફર કરે છે. આ ઉપરાંત, ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 80C હેઠળ વાર્ષિક ₹1.5 લાખ સુધીની ટેક્સ છૂટ મેળવી શકાય છે.

જો કોઈ NSC માં ₹10 લાખનું રોકાણ કરે તો વ્યાજથી કેટલી કમાણી થઈ શકે છે?

જો કોઈ નાગરિક NSC માં ₹10 લાખનું રોકાણ કરે, તો 5 વર્ષમાં તેને વ્યાજથી ₹4,49,034 મળશે. આમ, પાંચ વર્ષ પછી મળતી કુલ રકમ લગભગ ₹14,49,034 થશે.

Advertisement

ટોપ સ્ટોરી

એન્થ્રોપિકના IPOથી 5,100 કર્મચારીઓ બન્યા કરોડપતિ, 600 કર્મચારીઓ બન્યા અબજોપતિ
એન્થ્રોપિકના IPOથી 5,100 કર્મચારીઓ બન્યા કરોડપતિ, 600 કર્મચારીઓ બન્યા અબજોપતિ
EPFOને મોટું નુકસાન, જાહેર PF ભંડોળમાં ₹1,800 કરોડનું નુકસાન, PF પર થશે અસર
EPFOને મોટું નુકસાન, જાહેર PF ભંડોળમાં ₹1,800 કરોડનું નુકસાન, PF પર થશે અસર
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
Gold silver price સોનું અને ચાંદી ધડામ, 14 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચ્યા ભાવ
Gold silver price સોનું અને ચાંદી ધડામ, 14 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચ્યા ભાવ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Embed widget