શોધખોળ કરો

ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત

જ્યારે સલામત રોકાણ અને મજબૂત વળતરની વાત આવે છે ત્યારે પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી સરકારી યોજનાઓ ખૂબ જ લોકપ્રિય છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પોસ્ટ ઓફિસ RD સરકારી યોજના સુરક્ષિત રોકાણ વિકલ્પ છે.
  • દરરોજ ₹200 બચાવી, ₹10 લાખનું ભંડોળ શક્ય છે.
  • યોજના 6.7% વ્યાજ આપે, ₹100થી ખાતું ખોલાવો.
  • પાંચ વર્ષ મુદત, લંબાવી શકાય; નિયમો પાળવા જરૂરી.

જ્યારે સલામત રોકાણ અને મજબૂત વળતરની વાત આવે છે ત્યારે પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી સરકારી યોજનાઓ ખૂબ જ લોકપ્રિય છે. આ નાની બચત યોજનાઓમાં નાની બચત કરીને પણ મોટું ભંડોળ ઊભું કરી શકાય છે. આવી જ એક પોસ્ટ ઑફિસ સ્કીમ છે પોસ્ટ ઑફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ, જેમાં તમે રોજના માત્ર 200 રૂપિયાની બચત કરીને 10 લાખ રૂપિયાનું ફંડ એકત્ર કરી શકો છો અને ખાસ વાત એ છે કે માત્ર વ્યાજથી જ રૂપિયા 3 લાખથી વધુની કમાણી કરી શકાય છે.

રોકાણ પર રિસ્ક 'ઝીરો'

પોસ્ટ ઓફિસ યોજનાને લોકપ્રિય બનાવવામાં સૌથી મહત્વની બાબત એ છે કે આ સરકારી યોજનાઓ સંપૂર્ણપણે જોખમ મુક્ત છે. તેની પાછળનું કારણ એ છે કે રોકાણ નાનું હોય કે મોટું, સરકાર પોતે દરેકની સલામતીની ખાતરી આપે છે. મતલબ કે તમે તેમાં ટેન્શન ફ્રી રોકાણ કરી શકો છો. આ સિવાય સરકાર આ પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ્સ પર ઊંચુ વ્યાજ પણ આપે છે, જે ઘણી બેંકોની FD પરના વ્યાજ કરતા વધારે છે.

નાની બચતથી મોટો ફાયદો

પોસ્ટ ઓફિસ આરડી સ્કીમની બીજી એક ખાસ વાત એ છે કે આમાં તમારે એકસાથે રોકાણની જરૂર નથી, પરંતુ તમે દરરોજ નાની બચત કરીને તમારા માટે મોટું ફંડ એકત્ર કરી શકો છો. આ પોસ્ટ ઓફિસ સ્કીમ મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં રોકાણ કરવા જેવું જ કામ કરે છે. આમાં માત્ર 100 રૂપિયાથી ખાતું ખોલાવીને રોકાણ શરૂ કરી શકાય છે.

આ પણ વાંચોઃ દીકરી માટે ₹50 લાખનું ફંડ જોઈએ છે? સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દર મહિને આટલું રોકાણ કરો

આટલું વ્યાજ સરકાર ચૂકવી રહી છે

જો આપણે પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ પર સરકાર દ્વારા ઓફર કરવામાં આવતા વ્યાજ વિશે વાત કરીએ તો તે 6.7 ટકાના દરે ઉપલબ્ધ છે. જ્યારે તમે આ સ્કીમમાં 100 રૂપિયાથી રોકાણ કરવાનું શરૂ કરી શકો છો ત્યારે મહત્તમ રોકાણ માટે કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી, એટલે કે તમે ઈચ્છો તેટલા પૈસાનું રોકાણ કરો અને વધુ નફો કમાવો.

જોઈન્ટ એકાઉન્ટ ઓપન કરાવો પરંતુ આ ધ્યાનમાં રાખો

તમે પોસ્ટ ઓફિસ આરડી સ્કીમમાં સિંગલ એકાઉન્ટ ખોલીને રોકાણ કરી શકો છો જ્યારે પતિ અને પત્ની પણ સંયુક્ત ખાતું ખોલાવી શકે છે. આ યોજનામાં રોકાણ માટે પાકતી મુદત પાંચ વર્ષ છે અને તે પૂર્ણ થવા પર રોકાણને આગામી પાંચ વર્ષ સુધી લંબાવવાની સુવિધા પણ આપવામાં આવે છે. તેમાં રોકાણ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે, જેમ કે જો કોઈ મહિનામાં તમે સમયસર હપ્તો જમા કરાવવાનું ભૂલી જાઓ છો તો દર મહિને 1% દંડ લાદવામાં આવે છે, જો સતત ચાર હપ્તા ચૂકી જાય તો RD એકાઉન્ટ બંધ થઈ જાય છે.

વ્યાજમાંથી 3 લાખની કમાણીનું ગણિત

માત્ર પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટમાં વ્યાજ દ્વારા 3 લાખ રૂપિયાની મસમોટી રકમ કમાવવાનું ગણિત ખૂબ જ સરળ છે. જો તમે પોસ્ટ ઓફિસ આરડી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને ગણતરી કરો છો તો જો તમે આ સરકારી યોજનામાં ખાતું ખોલીને દરરોજ ફક્ત 200 રૂપિયા બચાવો છો તો તમારી બચત એક મહિનામાં 6000 રૂપિયા થઈ જશે. હવે આ રકમ પાંચ વર્ષની પાકતી મુદત સુધી દર મહિને રોકાણ કરવાની રહેશે. આવી સ્થિતિમાં 5 વર્ષ પછી તમારું કુલ રોકાણ 3,60,000 રૂપિયા થશે અને વ્યાજ સહિત ફંડ 4,28,197 રૂપિયા થશે. હવે તમારે તમારા રોકાણને પાંચ વર્ષ સુધી લંબાવવું પડશે. આમ કરવાથી તમારી જમા રકમ 7,20,000 રૂપિયા થશે, જ્યારે માત્ર વ્યાજની રકમ 3.05 લાખ રૂપિયા થશે. આવી સ્થિતિમાં તમારું કુલ ફંડ વધીને 10,26,131 રૂપિયા થઈ જશે.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો  

Frequently Asked Questions

પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ શા માટે સલામત ગણાય છે?

આ સરકારી યોજનાઓ સંપૂર્ણપણે જોખમ મુક્ત છે. સરકાર પોતે રોકાણની સલામતીની ખાતરી આપે છે, જેથી રોકાણકારો તણાવમુક્ત રોકાણ કરી શકે છે.

પોસ્ટ ઓફિસ આરડી સ્કીમ પર કેટલું વ્યાજ મળે છે અને ઓછામાં ઓછું કેટલું રોકાણ કરી શકાય?

આ સ્કીમ પર હાલમાં 6.7 ટકાના દરે વ્યાજ ઉપલબ્ધ છે. તમે માત્ર 100 રૂપિયાથી ખાતું ખોલાવીને રોકાણ શરૂ કરી શકો છો.

પોસ્ટ ઓફિસ આરડી સ્કીમની પાકતી મુદત કેટલી હોય છે અને શું તેને લંબાવી શકાય?

આ યોજનાની પાકતી મુદત પાંચ વર્ષની છે. પાકતી મુદત પૂર્ણ થયા પછી, રોકાણને વધુ પાંચ વર્ષ માટે લંબાવવાની સુવિધા પણ આપવામાં આવે છે.

જો પોસ્ટ ઓફિસ આરડીમાં હપ્તા ચૂકવવામાં વિલંબ થાય તો શું દંડ લાગે છે?

હા, જો તમે સમયસર હપ્તો જમા કરાવવાનું ચૂકી જાઓ, તો દર મહિને 1% દંડ લાદવામાં આવે છે. સતત ચાર હપ્તા ચૂકી જવાથી ખાતું બંધ થઈ શકે છે.

Advertisement

ટોપ સ્ટોરી

Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Gold Sliver Price Today: સોનાના ભાવમાં ફરી વધારો, ચાંદીના ભાવમાં ઘટાડો! જાણો 24 કેરેટની લેટેસ્ટ કિંમત
Gold Sliver Price Today: સોનાના ભાવમાં ફરી વધારો, ચાંદીના ભાવમાં ઘટાડો! જાણો 24 કેરેટની લેટેસ્ટ કિંમત
નોકરી છોડ્યા પછી તમને કેટલા સમય સુધી મળે છે PF વ્યાજ ? જાણો EPFO​​ના નિયમો
નોકરી છોડ્યા પછી તમને કેટલા સમય સુધી મળે છે PF વ્યાજ ? જાણો EPFO​​ના નિયમો
Rule Change 1st December: LPGથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી.....1 ડિસેમ્બરથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rule Change 1st December: LPGથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી.....1 ડિસેમ્બરથી થશે આ પાંચ મોટા ફેરફાર
Advertisement

વિડિઓઝ

Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?
CM Bhupendra Patel: 2027ની ચૂંટણી પહેલાં CM એક્શન મોડમાં! , બજેટને લઈને 16 વિભાગોની કરી સમીક્ષા
Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ પુત્રની પોલીસને જ ધમકી
અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતા નહીં આપવા મુદ્દે ટ્રમ્પ સરકારના આદેશને કોર્ટે નકાર્યો!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
Embed widget