શોધખોળ કરો

PPF કે પોસ્ટ ઓફિસ RD: દર મહિને 10,000 રૂપિયા જમા કરવાથી 15 વર્ષે ક્યાં વધુ વળતર મળશે?

ભવિષ્ય સુરક્ષિત કરવા માટે પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (RD) અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) બંને શ્રેષ્ઠ વિકલ્પો છે. જાણો તમારા માટે કઈ યોજના બેસ્ટ રહેશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • માસિક ₹10,000 બચત માટે PPF અને RD ની તુલના.
  • PPF 15 વર્ષે 7.1% વ્યાજ સાથે ₹32.5 લાખ આપે.
  • પોસ્ટ ઓફિસ RD 6.7% વ્યાજથી ટૂંકા ગાળે લાભદાયક.
  • રોકાણ પહેલાં લક્ષ્ય, વ્યાજદર, લોક-ઇન, ટેક્સ તપાસો.

PPF vs Post Office RD: આજના મોંઘવારીના સમયમાં માત્ર કમાવું જ પૂરતું નથી, પરંતુ સાચી જગ્યાએ બચત કરવી પણ એટલી જ જરૂરી છે. જીવનમાં ક્યારે, ક્યાં અને કેવી રીતે કોઈ આર્થિક કટોકટી ઊભી થઈ જાય તે કોઈ કહી શકતું નથી. આવા મુશ્કેલ સમયમાં તમારી કરેલી બચત જ તમારો સાચો સહારો બને છે.

ઘણા લોકો પોતાના માસિક પગારમાંથી દર મહિને 5,000 કે 10,000 રૂપિયા બચાવતા હોય છે. પરંતુ મોટાભાગના લોકોને એ ખબર નથી હોતી કે ભવિષ્ય માટે એક મોટું ફંડ ઊભું કરવા માટે આ પૈસાનું ક્યાં રોકાણ કરવું જોઈએ. જો તમે પણ દર મહિને 10,000 રૂપિયા બચાવીને તમારા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરવા માંગતા હોવ, તો સૌથી પહેલું પગલું સાચી રોકાણ યોજના પસંદ કરવાનું છે.

PPF અને પોસ્ટ ઓફિસ RD: ક્યાં રોકાણ કરવું વધુ યોગ્ય છે?

જ્યારે દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરવાની વાત આવે છે, ત્યારે પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (RD) અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) લોકોની પહેલી પસંદ હોય છે. આ બંને યોજનાઓમાં તમે દર મહિને નિયમિત રોકાણ કરી શકો છો.

પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે, જો કોઈ વ્યક્તિ દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરે છે, તો 15 વર્ષ પછી તેને કઈ યોજનામાં સૌથી વધુ વળતર મળશે? ચાલો આપણે આ બંને યોજનાઓનું ગણિત અને તેના ફાયદાઓને સરળ ભાષામાં સમજીએ.

PPF માં રોકાણ કરવાથી કેટલો નફો થશે?

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એવા રોકાણકારો માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે, જેઓ લાંબા ગાળા સુધી નિયમિત રોકાણ કરીને એક મોટું ભંડોળ ઊભું કરવા માંગે છે. સરકાર દ્વારા ઓક્ટોબરથી ડિસેમ્બર 2026 ના ક્વાર્ટર માટે PPF પર 7.1 ટકા વ્યાજદર નક્કી કરવામાં આવ્યો છે. આ યોજનાની પાકતી મુદત (મેચ્યોરિટી) 15 વર્ષની હોય છે.

જો તમે PPF ખાતામાં દર મહિને 10,000 રૂપિયા જમા કરો છો, તો 15 વર્ષના અંતે તમારું કુલ જમા રોકાણ 18 લાખ રૂપિયા થશે. સૌથી મોટી વાત એ છે કે, જો આ 15 વર્ષ દરમિયાન વ્યાજદર 7.1 ટકા જ રહે છે, તો તમને મેચ્યોરિટી પર આશરે 32.5 લાખ રૂપિયાનું તોતિંગ ફંડ મળશે.

આ ગણતરી મુજબ, તમને તમારા રોકાણ પર વ્યાજ તરીકે જ આશરે 14.5 લાખ રૂપિયાનો સીધો નફો મળશે. જોકે, અહી એ નોંધવું જરૂરી છે કે સરકાર દર ક્વાર્ટરમાં વ્યાજદરોની સમીક્ષા કરે છે, તેથી ભવિષ્યમાં વ્યાજદરમાં ફેરફાર થાય તો અંતિમ રકમમાં થોડો બદલાવ આવી શકે છે.

પોસ્ટ ઓફિસ RD માં રોકાણ કોના માટે ફાયદાકારક?

હવે વાત કરીએ પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (RD) ની. આ યોજના એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેઓ દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરીને ટૂંકા ગાળાની બચત કરવા માંગે છે. ઓક્ટોબરથી ડિસેમ્બર 2026 ના ક્વાર્ટર માટે પોસ્ટ ઓફિસ RD પર વાર્ષિક 6.7 ટકા વ્યાજ મળી રહ્યું છે.

સામાન્ય રીતે આ યોજનાની પાકતી મુદત 5 વર્ષની હોય છે. જો તમે આમાં દર મહિને 10,000 રૂપિયા જમા કરો છો, તો 5 વર્ષના અંતે તમારું કુલ રોકાણ 6 લાખ રૂપિયા થશે.

જોકે, પોસ્ટ ઓફિસના નિયમો અનુસાર, તમે 5 વર્ષ પછી તમારા ખાતાને વધુ 5 વર્ષ માટે લંબાવી શકો છો. આમ કરવાથી 10 વર્ષમાં તમારું કુલ જમા રોકાણ 12 લાખ રૂપિયા થઈ જશે. મેચ્યોરિટી વખતે મળનારી અંતિમ રકમ તે સમયના લાગુ પડતા વ્યાજદર પર નિર્ભર રહેશે.

રોકાણ કરતા પહેલા આ 5 બાબતોનું ખાસ ધ્યાન રાખો

કોઈપણ સ્કીમમાં તમારા કમાયેલા પૈસા રોકતા પહેલા તમારે કેટલીક બાબતોનો સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ:

તમારું લક્ષ્ય: તમે કેટલા સમય માટે અને કયા ઉદ્દેશ્યથી પૈસા બચાવી રહ્યા છો તે સૌથી પહેલા નક્કી કરો.

વ્યાજદરની સરખામણી: કઈ યોજનામાં અત્યારે કેટલું વ્યાજ મળી રહ્યું છે તેની પૂરતી તપાસ કરો.

લોક-ઈન પિરિયડ: તમારા પૈસા કેટલા સમય સુધી સ્કીમમાં જમા રહેશે અને તમે તેને ક્યારે ઉપાડી શકશો તે સમજી લેવું.

ટેક્સના નિયમો: રોકાણ કરેલી રકમ અને મળતા વ્યાજ પર ઈન્કમ ટેક્સના શું નિયમો લાગુ પડે છે તેની જાણકારી મેળવો.

ઉપાડની શરતો: કટોકટીના સમયે પૈસા ઉપાડવા માટેના નિયમો અને દંડ (પેનલ્ટી) વિશે અગાઉથી જ માહિતી મેળવી લેવી હિતાવહ છે.

Frequently Asked Questions

PPF (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ) માં રોકાણ કરવાથી કેટલું વળતર મળી શકે છે?

PPF લાંબા ગાળાના રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. હાલ 7.1% વ્યાજદર મળે છે. જો દર મહિને 10,000 રૂપિયા 15 વર્ષ માટે જમા કરાય, તો મેચ્યોરિટી પર આશરે 32.5 લાખ રૂપિયા મળી શકે છે.

પોસ્ટ ઓફિસ RD (રિકરિંગ ડિપોઝિટ) ના ફાયદા શું છે?

પોસ્ટ ઓફિસ RD ટૂંકા ગાળાની બચત માટે ફાયદાકારક છે. હાલ વાર્ષિક 6.7% વ્યાજદર મળે છે અને તેની પાકતી મુદત 5 વર્ષની હોય છે, જેને વધુ 5 વર્ષ માટે લંબાવી શકાય છે.

જો દર મહિને 10,000 રૂપિયા 15 વર્ષ માટે રોકાણ કરવામાં આવે તો PPF અને પોસ્ટ ઓફિસ RD માંથી કઈ યોજના વધુ વળતર આપશે?

જો તમે દર મહિને 10,000 રૂપિયા 15 વર્ષ માટે રોકાણ કરો છો, તો PPF માં પોસ્ટ ઓફિસ RD કરતાં વધુ વળતર મળશે. PPF માં આશરે 32.5 લાખ રૂપિયા મળી શકે છે.

કોઈપણ સ્કીમમાં રોકાણ કરતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

રોકાણ કરતા પહેલા તમારું લક્ષ્ય, વ્યાજદરની સરખામણી, લોક-ઈન પિરિયડ, ટેક્સના નિયમો અને ઉપાડની શરતો વિશે સંપૂર્ણ માહિતી મેળવી લેવી જોઈએ.

Advertisement

ટોપ સ્ટોરી

Gold Silver Price Today: સોના-ચાંદીની ફરી ઘટી ચમક, સોનાના ભાવમાં ₹1,900નો ઘટાડો, ચાંદી ₹5,500 તૂટી
Gold Silver Price Today: સોના-ચાંદીની ફરી ઘટી ચમક, સોનાના ભાવમાં ₹1,900નો ઘટાડો, ચાંદી ₹5,500 તૂટી
Jio IPO એ રચ્યો વર્લ્ડ રેકોર્ડ: 30,213 કરોડની સામે ₹7.40 લાખ કરોડની બિડ મળી, જાણો ક્યારે થશે લિસ્ટિંગ?
Jio IPO એ રચ્યો વર્લ્ડ રેકોર્ડ: 30,213 કરોડની સામે ₹7.40 લાખ કરોડની બિડ મળી, જાણો ક્યારે થશે લિસ્ટિંગ?
વિશ્વમાં સૌથી મોંઘુ અને સસ્તું પેટ્રોલ ક્યાં મળે છે? જાણો ભારત સાથેના ભાવનો મોટો તફાવત
વિશ્વમાં સૌથી મોંઘુ અને સસ્તું પેટ્રોલ ક્યાં મળે છે? જાણો ભારત સાથેના ભાવનો મોટો તફાવત
બેંક ઓફ બરોડા લાવી શાનદાર ફેસ્ટિવલ ઓફર: હોમ અને કાર લોનમાં મહિલાઓને મળશે વિશેષ છૂટ
બેંક ઓફ બરોડા લાવી શાનદાર ફેસ્ટિવલ ઓફર: હોમ અને કાર લોનમાં મહિલાઓને મળશે વિશેષ છૂટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ જ નહીં કોંગ્રેસમાં પણ પતિરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ યુનિવર્સિટીનો લેબ ટેસ્ટ જરૂરી
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરશે નકલી ડૉક્ટરોનું ઓપરેશન ?
Patan Politics: ભાજપ-કોંગ્રેસમાં પતિરાજની રેસ? હારીજ નગરપાલિકાની ઘટનાથી વિવાદ
GSRTC Diwali Buses: દિવાળીના તહેવારમાં વતન જવાની ચિંતા છોડો! GSRTCની ખાસ વ્યવસ્થા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેરબજારમાં રોકાણકારો સાવધાન! સુરતમાં ₹410 કરોડનું મોટું સાયબર કૌભાંડ, 338 ગુનામાં સંડોવાયેલી ગેંગ પકડાઈ
શેરબજારમાં રોકાણકારો સાવધાન! સુરતમાં ₹410 કરોડનું મોટું સાયબર કૌભાંડ, 338 ગુનામાં સંડોવાયેલી ગેંગ પકડાઈ
રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી
રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી
નવેમ્બરમાં ઠંડી અને કમોસમી વરસાદ વધશે? જ્યોતિષ મુજબ આ 3 તારીખો ખાસ સાચવવી
નવેમ્બરમાં ઠંડી અને કમોસમી વરસાદ વધશે? જ્યોતિષ મુજબ આ 3 તારીખો ખાસ સાચવવી
IND vs NZ: હારેલી બાજી જીત્યા બાદ તિલક વર્માનો મોટો ખુલાસો, ન્યૂઝીલેન્ડ સામે આ હતો માસ્ટર પ્લાન
IND vs NZ: હારેલી બાજી જીત્યા બાદ તિલક વર્માનો મોટો ખુલાસો, ન્યૂઝીલેન્ડ સામે આ હતો માસ્ટર પ્લાન
Ahmedabad: સનાથલમાં 1 કરોડના ગેઝેટ્સની ચોરી, તસ્કરો વેરહાઉસનું પતરું તોડી 40 આઈફોન-26 લેપટોપ ઉઠાવી ગ્યાં
Ahmedabad: સનાથલમાં 1 કરોડના ગેઝેટ્સની ચોરી, તસ્કરો વેરહાઉસનું પતરું તોડી 40 આઈફોન-26 લેપટોપ ઉઠાવી ગ્યાં
Weather: રાજ્યમાં આકરા તાપથી રાહત નહીં, આગામી બે-ત્રણ દિવસ મિશ્ર ઋતુ અને ગરમી રહેશે યથાવત
Weather: રાજ્યમાં આકરા તાપથી રાહત નહીં, આગામી બે-ત્રણ દિવસ મિશ્ર ઋતુ અને ગરમી રહેશે યથાવત
Rajkot: સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદની અસર, રાજકોટમાં મગફળીના ભાવ 1500 થી 1750 રૂપિયા સુધી પહોંચ્યા
Rajkot: સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદની અસર, રાજકોટમાં મગફળીના ભાવ 1500 થી 1750 રૂપિયા સુધી પહોંચ્યા
SC Verdict: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, મેડિકલ, ઈજનેરી અને ફાર્મસી કોલેજો ચાલુ અભ્યાસક્રમમાં નહીં વધારી શકે ફી
SC Verdict: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, મેડિકલ, ઈજનેરી અને ફાર્મસી કોલેજો ચાલુ અભ્યાસક્રમમાં નહીં વધારી શકે ફી
Embed widget