શોધખોળ કરો

રેલવે કર્મચારીઓને બખ્ખાં: DAમાં 2%નો વધારો, 4 મહિનાના એરિયર્સ સાથે મળશે આટલો પગાર, જાણો વિગત

Railway DA Hike 2026: કેન્દ્ર સરકાર બાદ રેલવે બોર્ડનો મોટો નિર્ણય; 1 જાન્યુઆરી 2026થી 60% DA લાગુ થશે, લાખો કર્મચારીઓ અને પેન્શનરોને થશે સીધો આર્થિક ફાયદો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રેલવે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૨% નો વધારો થયો.
  • DA અને DR હવે ૫૮% થી વધીને ૬૦% થશે.
  • આ વધારો ૧ જાન્યુઆરી ૨૦૨૬ થી લાગુ પડશે.
  • કર્મચારીઓને છેલ્લા ચાર મહિનાના એરિયર્સ ચૂકવાશે.

Railway DA Hike 2026: કેન્દ્ર સરકારના પગલે ચાલીને હવે રેલવે બોર્ડે પણ પોતાના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ખુશખબર આપી છે. રેલવે વિભાગે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) માં 2% નો વધારો જાહેર કર્યો છે. એટલે કે, હવે તેમને 58% ને બદલે 60% DA નો લાભ મળશે. ખાસ વાત એ છે કે આ વધારો 1 જાન્યુઆરી 2026 થી જ લાગુ ગણાશે, જેના કારણે કર્મચારીઓને છેલ્લા ચાર મહિનાનો બાકી રહેલો પગાર (એરિયર્સ) પણ એકસાથે ચૂકવવામાં આવશે.

7મા પગાર પંચના નિયમો હેઠળ લેવાયેલા આ નિર્ણયથી રેલવેમાં કામ કરતા અને નિવૃત્ત થઈ ચૂકેલા (પેન્શનરો) બંને વર્ગના લોકોના ખિસ્સામાં દર મહિને વધુ રકમ આવશે. નોંધનીય છે કે, ગયા મહિને જ કેન્દ્રીય કેબિનેટે વધતી મોંઘવારી સામે રક્ષણ આપવા માટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના DA અને DR માં 2 ટકાનો વધારો મંજૂર કર્યો હતો. આ જ નિર્ણયને હવે રેલવે બોર્ડે સત્તાવાર રીતે પોતાના તમામ સેવા આપતા કર્મચારીઓ અને કુટુંબ પેન્શનરો માટે પણ લાગુ કરી દીધો છે.

જાણો, દર મહિને પગાર કે પેન્શનમાં કેટલો વધારો થશે?

ચાલો સરળ ભાષામાં સમજીએ કે આ 2% ના વધારાથી તમારા માસિક પેન્શન કે પગારમાં સીધો કેટલો ફાયદો થશે:

જો કોઈ પેન્શનરનું બેઝિક પેન્શન 10,000 રૂપિયા છે, તો અત્યાર સુધી 58% ના હિસાબે તેમને કુલ 15,800 રૂપિયા મળતા હતા. હવે 60% લાગુ થતાં તેમને 16,000 રૂપિયા મળશે. (એટલે કે દર મહિને 200 રૂપિયાનો સીધો ફાયદો).

20,000 રૂપિયા બેઝિક પેન્શન ધરાવતા લોકોને હવે 31,600 રૂપિયાની જગ્યાએ 32,000 રૂપિયા મળશે. (દર મહિને 400 રૂપિયાનો ફાયદો).

જેઓનું બેઝિક પેન્શન 30,000 રૂપિયા છે, તેમના પેન્શનમાં દર મહિને 600 રૂપિયાનો વધારો જોવા મળશે.

40,000 રૂપિયા બેઝિક પેન્શન મેળવનારાઓને હવે 63,200 રૂપિયાને બદલે 64,000 રૂપિયા મળશે. (દર મહિને 800 રૂપિયાનો ફાયદો).

50,000 રૂપિયા બેઝિક પેન્શન ધરાવતા લોકોનું કુલ પેન્શન 79,000 રૂપિયાથી વધીને 80,000 રૂપિયા થઈ જશે. (દર મહિને 1,000 રૂપિયાનો સીધો ફાયદો).

જે નિવૃત્ત કર્મચારીઓનું બેઝિક પેન્શન 60,000 રૂપિયા છે, તેમને હવે 94,800 રૂપિયાની જગ્યાએ 96,000 રૂપિયા મળશે. (દર મહિને 1,200 રૂપિયાનો ફાયદો).

એ જ રીતે, 70,000 રૂપિયા બેઝિક પેન્શન ધરાવતા પેન્શનરોને 1,10,600 રૂપિયાની જગ્યાએ હવે 1,12,000 રૂપિયા મળશે, એટલે કે તેમને દર મહિને 1,400 રૂપિયાનો સીધો આર્થિક લાભ થશે.

આ પણ વાંચોઃ

મોંઘવારી સાતમા આસમાને: છૂટક ફુગાવો 15 મહિનાની ટોચે 3.48% પર પહોંચતા સામાન્ય ઘરનું બજેટ ખોરવાયું

Frequently Asked Questions

રેલવે કર્મચારીઓ અને પેન્શનરો માટે DA અને DR માં કેટલો વધારો થયો છે?

રેલવે બોર્ડે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) માં 2% નો વધારો કર્યો છે. હવે તેમને 58% ને બદલે 60% DA નો લાભ મળશે.

આ DA વધારો ક્યારથી લાગુ પડશે?

આ વધારો 1 જાન્યુઆરી 2026 થી લાગુ ગણાશે. તેના કારણે કર્મચારીઓને છેલ્લા ચાર મહિનાનો બાકી રહેલો પગાર (એરિયર્સ) પણ એકસાથે ચૂકવવામાં આવશે.

2% DA વધારાથી માસિક પગાર/પેન્શનમાં કેટલો ફેરફાર થશે?

10,000 રૂપિયા બેઝિક પેન્શન ધરાવતા વ્યક્તિને દર મહિને 200 રૂપિયાનો ફાયદો થશે. 50,000 રૂપિયા બેઝિક પેન્શન ધરાવતા વ્યક્તિને દર મહિને 1,000 રૂપિયાનો સીધો ફાયદો થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget