શોધખોળ કરો

જાણ કર્યા વિના ખાતામાંથી લોનનો હપ્તો નહીં કપાય! બેંકના ઓટો ડેબિટ અંગે RBIનો નવો નિયમ લાગુ

RBI auto debit rules: હવે કોઈપણ ઓટો પેમેન્ટના 24 કલાક પહેલાં તમને ફરજિયાત એલર્ટ મળશે. OTT સબ્સ્ક્રિપ્શનથી લઈને EMI સુધીના પેમેન્ટ હવે ગ્રાહકની મંજૂરી વિના કાપી શકાશે નહીં.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • RBI ના નવા નિયમો: ઓટો ડેબિટ પહેલા ૨૪ કલાક અગાઉ જાણ થશે.
  • ગ્રાહકની મંજૂરી વિના ઓટો પેમેન્ટ શરૂ નહીં થાય.
  • EMI, બિલ, સબ્સ્ક્રિપ્શન પર નવા ઓટો ડેબિટ નિયમો લાગુ.
  • FASTag, કોમન મોબિલિટી કાર્ડ પર જૂની સિસ્ટમ યથાવત.

RBI auto debit rules: જો તમે પણ બેંક ખાતામાંથી અચાનક પૈસા કપાઈ જવાની સમસ્યાથી પરેશાન છો, તો તમારા માટે આ ખૂબ જ કામના સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈ મેન્ડેટ (ઓટો ડેબિટ) સંબંધિત નવા નિયમો લાગુ કર્યા છે. આ નવા ફેરફાર મુજબ, હવે તમારી જાણ બહાર તમારા ખાતામાંથી કોઈપણ પ્રકારના પેમેન્ટ માટે પૈસા કાપવામાં આવશે નહીં. જેમના EMI, વીજળીના બિલ કે OTT સબ્સ્ક્રિપ્શન દર મહિને આપમેળે કપાઈ જાય છે, તેમના માટે આ નિયમ ખૂબ ફાયદાકારક અને સુરક્ષિત સાબિત થશે.

પૈસા કપાતા પહેલા 24 કલાક અગાઉ મળશે ચેતવણી

આ નવા નિયમમાં સૌથી મોટી અને સારી વાત એ છે કે હવે બેંક કે કંપનીએ કોઈપણ ઓટો પેમેન્ટ કાપતા પહેલા ગ્રાહકને જાણ કરવી પડશે. તમારા ખાતામાંથી પૈસા કપાવાના હશે તેના બરાબર 24 કલાક પહેલાં તમને એક એલર્ટ મેસેજ આવશે. આ મેસેજમાં કઈ કંપની પૈસા કાપી રહી છે, કેટલી રકમ કપાશે અને કઈ તારીખે કપાશે તેની પૂરી માહિતી આપેલી હશે. આનો સીધો ફાયદો એ થશે કે જો તમને કોઈ પેમેન્ટ ખોટું કે અનિચ્છનીય લાગે, તો તમે તેને સમયસર અટકાવી શકશો.

તમારી મંજૂરી વિના ઓટો પેમેન્ટ શરૂ નહીં થઈ શકે

હવે કોઈ કંપની પોતાની મરજીથી તમારા ખાતા પર ઓટો પેમેન્ટ શરૂ નહીં કરી શકે.

નવા નિયમો મુજબ, ગ્રાહકોએ કોઈપણ ઓટો પેમેન્ટ એક્ટિવ કરતા પહેલા એકવાર ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

આ ઉપરાંત, ગ્રાહકની મંજૂરી માટે વધારાની ચકાસણી (verification) પણ ફરજિયાત કરવામાં આવી છે. આનાથી તમારા બેંક એકાઉન્ટની સુરક્ષા વધુ મજબૂત બનશે.

કઈ સેવાઓ પર નિયમ લાગુ થશે અને ક્યાં નહીં?

તમને જણાવી દઈએ કે આ નવા ઓટો પેમેન્ટના નિયમો OTT સબ્સ્ક્રિપ્શન, વીમાના પ્રીમિયમ, લાઇટ બિલ, પાણીના બિલ અને લોનના EMI જેવી તમામ સેવાઓ પર લાગુ થશે. આ સિવાય કાર્ડ, UPI કે પ્રીપેડ પદ્ધતિઓથી થતા ઓટો ડેબિટનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જોકે, કેટલાક કિસ્સાઓમાં આ નવા નિયમો લાગુ પડશે નહીં. ઉદાહરણ તરીકે, જો તમે તમારા FASTag અથવા નેશનલ કોમન મોબિલિટી કાર્ડમાં ઓટો રિચાર્જ સેટ કર્યું હશે, તો તેના પર આ નવા નિયમની અસર નહીં થાય. આ સેવાઓ માટે અગાઉની સિસ્ટમ જ ચાલુ રહેશે.

Frequently Asked Questions

RBI દ્વારા ઓટો ડેબિટ માટે કયા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે?

RBI એ ગ્રાહકોની સુરક્ષા માટે ઈ મેન્ડેટ (ઓટો ડેબિટ) સંબંધિત નવા નિયમો લાગુ કર્યા છે. હવે તમારી જાણ બહાર પૈસા કપાઈ શકશે નહીં.

ઓટો પેમેન્ટ કરતા પહેલા ગ્રાહકોને ક્યારે અને કઈ માહિતી મળશે?

હવે કોઈપણ ઓટો પેમેન્ટ કાપતા પહેલા, ગ્રાહકને 24 કલાક અગાઉ એક એલર્ટ મેસેજ મળશે. આ મેસેજમાં કંપની, રકમ અને તારીખની માહિતી હશે.

શું હવે કંપનીઓ પોતાની મરજીથી ઓટો પેમેન્ટ શરૂ કરી શકે છે?

ના, નવા નિયમો મુજબ, ગ્રાહકે કોઈપણ ઓટો પેમેન્ટ એક્ટિવ કરતા પહેલા ફરજિયાત રજિસ્ટ્રેશન અને વધારાની ચકાસણી કરાવવી પડશે.

આ નવા નિયમો કઈ સેવાઓ પર લાગુ પડશે?

આ નિયમો OTT સબ્સ્ક્રિપ્શન, વીમાના પ્રીમિયમ, લાઈટ બિલ, પાણીના બિલ અને લોનના EMI જેવી તમામ સેવાઓ પર લાગુ પડશે.

કયા કિસ્સાઓમાં નવા ઓટો ડેબિટ નિયમો લાગુ પડશે નહીં?

FASTag અથવા નેશનલ કોમન મોબિલિટી કાર્ડમાં ઓટો રિચાર્જ સેટ કર્યું હશે, તેના પર આ નવા નિયમની અસર નહીં થાય.

ટોપ સ્ટોરી

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
બજારમાં કડાકો છતાં SIP નો નવો ઓલ-ટાઇમ રેકોર્ડ, સપ્ટેમ્બરમાં ₹32,490 કરોડનું જંગી રોકાણ
બજારમાં કડાકો છતાં SIP નો નવો ઓલ-ટાઇમ રેકોર્ડ, સપ્ટેમ્બરમાં ₹32,490 કરોડનું જંગી રોકાણ
Post Office: પોસ્ટની આ સ્કીમમાં દર મહિને રોકાણ કરો ₹6,000, 5 વર્ષ બાદ મળશે આટલા લાખ 
Post Office: પોસ્ટની આ સ્કીમમાં દર મહિને રોકાણ કરો ₹6,000, 5 વર્ષ બાદ મળશે આટલા લાખ 
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
Embed widget