શોધખોળ કરો

સોનામાં રેકોડબ્રેક તેજી, MCX પર સોનું 96,700 ના પાર, જાણો ક્યારે લાગશે બ્રેક ?

સોનામાં ચાલી રહેલો ઉછાળો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સોનું સતત એક પછી એક નવા રેકોર્ડ બનાવી રહ્યું છે.

Gold price today : સોનામાં ચાલી રહેલો ઉછાળો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સોનું સતત એક પછી એક નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. સોમવારે, MCX પર સોનું ₹96,747 પ્રતિ 10 ગ્રામની નવી વિક્રમી ટોચે પહોંચ્યું હતું. આ વર્ષે અત્યાર સુધીમાં સોનામાં લગભગ 25 ટકાનો વધારો થયો છે. જો કે સામાન્ય લોકોને આનો માર સહન કરવો પડે છે. જો તે ઈચ્છે તો પણ તે સોનાના દાગીના ખરીદી શકતા નથી. બુલિયન માર્કેટના વેપારીઓના જણાવ્યા અનુસાર સોનાના આસમાને પહોંચી રહેલા ભાવને કારણે માંગમાં 30 થી 40 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. લગ્નની સિઝનમાં પણ જ્વેલરીની માંગ ઘણી ઓછી થઈ છે. લાઇટ જ્વેલરીની થોડી માંગ જોવા મળી રહી છે.

સોનાના ભાવ કેમ સતત વધી રહ્યા છે ?

નિષ્ણાંતોનું કહેવું છે કે અમેરિકા-ચીન વચ્ચે વધતા ટ્રેડ વૉરને લઈને વધતી જતી ચિંતાઓને કારણે રોકાણકારો સુરક્ષિત સોના તરફ વળ્યા છે. જેના કારણે સોનામાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે.  ડૉલરની નબળાઈએ પણ સોનાના ભાવને ટેકો આપ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો, જેના કારણે રોકાણકારો માટે સોનું વધુ આકર્ષક બન્યું હતું. સોનાની કિંમત ડોલરમાં નક્કી થાય છે. જ્યારે યુએસ ચલણ નબળું પડે છે, ત્યારે સોનું અન્ય કરન્સીમાં સસ્તું થાય છે, તેની માંગ વધે છે. ઈન્ટરનેશનલ સ્પોટ ગોલ્ડના ભાવ પણ $3,384ની વિક્રમી ટોચે પહોંચી ગયા છે.

શું આ અપટ્રેન્ડ આમ જ ચાલુ રહેશે ?

બુલિયન બજારના નિષ્ણાતો કહે છે કે આ તેજી કાયમ રહેશે નહીં. સોનું પણ ઘટશે. જોકે આવું ક્યારે થશે તે કહેવું મુશ્કેલ છે. હા, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલ ટ્રેડ વોરનો અંત આવે તો સોનામાં પ્રોફિટ બુકિંગ થઈ શકે છે. સોનાની કિંમત ઘટીને 83,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ શકે છે. નિષ્ણાતો માને છે કે અમેરિકા-ચીન અને અન્ય દેશો વચ્ચેની સકારાત્મક વેપાર વાટાઘાટો સોનામાં વધારા પર બ્રેક લગાવશે. 

એસોસિએશનના જણાવ્યા અનુસાર દિલ્હીમાં સોનું 95,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. દિલ્હી કરતાં મુંબઈમાં સોનું ઉંચા ભાવે વેચાઈ રહ્યું છે. ત્યાં સોનાની કિંમત 95,260 રૂપિયા છે, જ્યારે કોલકાતામાં સોનાની કિંમત વધીને 95,140 રૂપિયા થઈ ગઈ છે. બેંગલુરુમાં સોનું રૂ. 95,340 પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે ચેન્નાઈમાં તે મહત્તમ રૂ. 95,540 પર ટ્રેડ થઈ રહ્યું છે.

ટોપ સ્ટોરી

પતિએ પત્નીના ખાતામાં 71 લાખ જમા કરાવ્યા તો શું પત્નીએ ટેક્સ ભરવો પડશે? જાણો નવો નિયમ
પતિએ પત્નીના ખાતામાં 71 લાખ જમા કરાવ્યા તો શું પત્નીએ ટેક્સ ભરવો પડશે? જાણો નવો નિયમ
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ
PNG New Scheme: હવે LPG  સિલિન્ડરની ઝંઝટ ખતમ! PNG પર સરકાર લાવી રહી છે નવી સ્કીમ, જાણો 
PNG New Scheme: હવે LPG  સિલિન્ડરની ઝંઝટ ખતમ! PNG પર સરકાર લાવી રહી છે નવી સ્કીમ, જાણો 
Post Office ની આ સ્કીમમાં દર મહિને ₹2500 કરો જમા, 5 વર્ષ બાદ મળશે આટલા પૈસા, જાણો કેલક્યુલેશન 
Post Office ની આ સ્કીમમાં દર મહિને ₹2500 કરો જમા, 5 વર્ષ બાદ મળશે આટલા પૈસા, જાણો કેલક્યુલેશન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Embed widget