શોધખોળ કરો

LPG, FD અને ITR સહિત એક સપ્ટેમ્બરથી બદલાઈ જશે આ 7 નિયમો, જાણો તમારા પર શું થશે અસર

Rules Changing From September 1: એક સપ્ટેમ્બરથી ઘણા મહત્વપૂર્ણ નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ અંતર્ગત ઈન્ટરનેશનલ ટ્રાવેલમાં ઈમિગ્રેશન પ્રોસેસના નવા નિયમથી લઈને LPG ઈ-કેવાયસીની છેલ્લી તારીખ, ITR ફાઈલિંગ અને બેંક FD ના નવા નિયમો બદલાઈ જશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 1 સપ્ટેમ્બરથી બોર્ડિંગ પાસ પર ઈમિગ્રેશન સ્ટેમ્પ નહીં લાગે.
  • 31 ઓગસ્ટ સુધી ઘરેલું LPG ગ્રાહકોનું e-KYC કરાવવું ફરજિયાત.
  • 1 સપ્ટેમ્બરથી LPG અને અન્ય બળતણના નવા દરો જાહેર થશે.
  • ખાંડના જથ્થાબંધ ખરીદદારો માટે 1 સપ્ટેમ્બરથી સ્ટોક મર્યાદા લાગુ.

Rules Changing From September 1: ઓગસ્ટ મહિનો પૂરો થવાની સાથે જ એક સપ્ટેમ્બરથી ઘણા મહત્વના વહીવટી, નાણાકીય અને પ્રવાસ સંબંધિત નિયમો બદલાવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર તમારા દૈનિક જીવન, બચત અને ઘરેલું બજેટ પર પડશે.

 

વાસ્તવમાં, બેંકિંગ, ગેસ સિલિન્ડર બુકિંગ, ઈમિગ્રેશન પ્રોસેસ અને ઈન્કમ ટેક્સ જેવા ક્ષેત્રોમાં લાગુ થઈ રહેલા આ નિયમો હેઠળ ઘણા કામો સમય મર્યાદામાં પૂરા કરવા જરૂરી છે. જો તમે પેનલ્ટી કે અસુવિધાથી બચવા માંગો છો તો સપ્ટેમ્બરની શરૂઆત પહેલા આ 7 મોટા ફેરફારોની પૂરી માહિતી ચોક્કસ રાખી લો.

આ પણ વાંચો...8th Pay Commission: ₹72,000 થશે બેઝિક પગાર? 8માં પગાર પંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!

બોર્ડિંગ પાસ પર નહીં લાગે ઈમિગ્રેશન સ્ટેમ્પ

એક સપ્ટેમ્બરથી ભારતથી વિદેશ પ્રવાસ કરનારા મુસાફરોને એરપોર્ટ પર મોટી સુવિધા મળવા જઈ રહી છે. વાસ્તવમાં હવે બ્યુરો ઓફ ઈમિગ્રેશનના નવા માર્ગદર્શિકા મુજબ હવે ઈમિગ્રેશન કાઉન્ટર પર બોર્ડિંગ પાસ પર ભૌતિક સ્ટેમ્પ લગાવવાની જરૂર નહીં રહે. મુસાફરો પોતાના મોબાઈલમાં ઈલેક્ટ્રોનિક બોર્ડિંગ પાસ (e-Boarding Pass) અથવા તેની પ્રિન્ટેડ કોપી બતાવીને પ્રક્રિયા પૂરી કરી શકશે. આનાથી બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પ ઝાંખો થવા કે ખોવાઈ જવા જેવી સમસ્યાઓથી છુટકારો મળશે અને ઈમિગ્રેશનમાં લાગતો સમય પણ ઘટશે.

LPG ઈ-કેવાયસી

ઘરેલું એલપીજી ગેસ (LPG Cylinder) નો ઉપયોગ કરતા ગ્રાહકો માટે 31 ઓગસ્ટ સુધીનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, ઈન્ડિયન ઓઈલ, બીપીસીએલ અને એચપીસીએલ જેવી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી કનેક્શનની ઈ-કેવાયસી કરાવવાની સમય મર્યાદા 31 ઓગસ્ટ નક્કી કરી રાખી છે. જો તમે સમયસર આધાર બાયોમેટ્રિક વેરિફિકેશન નથી કરાવતા, તો 1 સપ્ટેમ્બરથી ઘરેલું દર પર મળતી સબસિડી કે સિલિન્ડરના સપ્લાય પર અસર પડી શકે છે.

LPG, ATF, CNG અને PNG ના પણ નવા દરો જાહેર થશે

દરેક મહિનાની પહેલી તારીખની જેમ 1 સપ્ટેમ્બરે પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ગેસ સિલિન્ડરોના નવા ભાવ જાહેર કરશે. આ પહેલા 1 ઓગસ્ટે 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરમાં 202 રૂપિયાનો મોટો કાપ મુકવામાં આવ્યો હતો, જ્યારે 14.2 કિલોગ્રામવાળા ઘરેલું રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતો સ્થિર રાખવામાં આવી હતી. આ સિવાય, મહિનાની શરૂઆતમાં જ વિમાન બળતણ (ATF) ની સાથે-સાથે CNG અને PNG ના નવા દરો નક્કી કરવામાં આવે છે. આથી, એક સપ્ટેમ્બરે જાહેર થનારા એટીએફના નવા ભાવોની સીધી અસર હવાઈ મુસાફરીના ભાડા પર પડશે.

ITR દાખલ કરવાની અંતિમ તારીખ

વેપાર કે વ્યવસાયમાંથી આવક મેળવતા ટેક્સપેયર્સ એટલે કે જેમને ઓડિટની જરૂર નથી. તેમના માટે મૂલ્યાંકન વર્ષ 2026-27 નું ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2026 છે. આ કરદાતાઓ ફોર્મ 3 અને 4 નો ઉપયોગ કરીને પોતાનું રિટર્ન જમા કરાવી શકે છે. સમય મર્યાદા પછી રિટર્ન દાખલ કરવા પર દંડ ચૂકવવો પડી શકે છે.

ક્રેડિટ કાર્ડ રિવોર્ડ્સ અને નિયમોમાં ફેરબદલ

1 સપ્ટેમ્બર 2026 થી અમેરિકન એક્સપ્રેસ ભારતમાં પ્લેટિનમ ટ્રાવેલ ક્રેડિટ કાર્ડ પર મળતા માઈલસ્ટોન રિવોર્ડ્સમાં કાપ મુકી રહ્યું છે. આ અંતર્ગત 1.9 લાખ રૂપિયાના ખર્ચ પર મળતા 7,500 વધારાના મેમ્બરશિપ પોઈન્ટ્સ બંધ થઈ જશે, જોકે 4 લાખના માઈલસ્ટોન પોઈન્ટ્સ યથાવત રહેશે. આ સાથે જ, એક્સિસ બેંકે પણ પોતાના ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા ઘણા નિયમો અને શરતોમાં સુધારો કર્યો છે, જે 28 ઓગસ્ટ 2026 થી લાગુ થઈ ચૂક્યા છે.

ખાંડના સંગ્રહ પર પ્રતિબંધ

વધતી કિંમતોને રોકનાવાના ઉદ્દેશ્યથી ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલયે ખાંડના જથ્થાબંધ ખરીદદારો પર સ્ટોક લિમિટ નક્કી કરી દીધી છે. આ પ્રતિબંધ એક સપ્ટેમ્બરથી 30 નવેમ્બર 2026 સુધી અસરકારક રહેશે. દર મહિને 10 મેટ્રિક ટનથી વધુ ખાંડનો વપરાશ કરતા વ્યવસાયોને હવે મહત્તમ 15 દિવસની જરૂરિયાત જેટલો જ સ્ટોક રાખવાની મંજૂરી મળશે.

બેંક FD માં આવશે પારદર્શિતા

બેંકિંગ વ્યવસ્થાને વધુ પારદર્શી બનાવવા માટે રિઝર્વ બેંકની નવી માર્ગદર્શિકા હેઠળ મોટી ફિક્સ ડિપોઝિટ (FD) ના નિયમોમાં ફેરફાર નક્કી કરાયા છે. આ અંતર્ગત એક સપ્ટેમ્બરે બેંકોએ 3 કરોડ રૂપિયા કે તેથી વધુની બલ્ક FD પર રોજ સવારે 10:10 વાગ્યા સુધી પોતાની વેબસાઈટ પર વ્યાજ દરો જાહેર કરવા પડશે. જોકે, આ પારદર્શી નિયમ 1 ઓક્ટોબર 2026 થી પૂર્ણ રીતે લાગુ થશે.

Frequently Asked Questions

1 સપ્ટેમ્બરથી કયા મોટા ફેરફારો અમલમાં આવશે?

1 સપ્ટેમ્બરથી બેંકિંગ, ગેસ સિલિન્ડર બુકિંગ, ઈમિગ્રેશન પ્રોસેસ અને ઈન્કમ ટેક્સ જેવા ક્ષેત્રોમાં ઘણા નિયમો બદલાશે. આ ફેરફારો તમારા દૈનિક જીવન, બચત અને ઘરેલું બજેટ પર અસર કરશે.

વિદેશ પ્રવાસ કરતા મુસાફરો માટે બોર્ડિંગ પાસ સંબંધિત શું ફેરફાર છે?

1 સપ્ટેમ્બરથી ભારતથી વિદેશ પ્રવાસ કરનારા મુસાફરોને એરપોર્ટ પર બોર્ડિંગ પાસ પર ભૌતિક સ્ટેમ્પ લગાવવાની જરૂર નહીં રહે. તેઓ e-Boarding Pass બતાવીને પ્રક્રિયા પૂરી કરી શકશે.

LPG ગ્રાહકો માટે e-KYC કરાવવાની અંતિમ તારીખ કઈ છે?

ઘરેલું LPG ગ્રાહકો માટે e-KYC કરાવવાની સમય મર્યાદા 31 ઓગસ્ટ નક્કી કરાઈ છે. જો તમે સમયસર વેરિફિકેશન નહીં કરાવો તો સબસિડી કે સિલિન્ડરના સપ્લાય પર અસર પડી શકે છે.

ખાંડના સંગ્રહ પર શું નવા પ્રતિબંધો લાગુ થશે?

1 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર 2026 સુધી ખાંડના જથ્થાબંધ ખરીદદારો પર સ્ટોક લિમિટ લાગુ પડશે. દર મહિને 10 મેટ્રિક ટનથી વધુ વાપરતા વ્યવસાયોને 15 દિવસની જરૂરિયાત જેટલો જ સ્ટોક રાખવાની મંજૂરી મળશે.

Advertisement

ટોપ સ્ટોરી

એન્થ્રોપિકના IPOથી 5,100 કર્મચારીઓ બન્યા કરોડપતિ, 600 કર્મચારીઓ બન્યા અબજોપતિ
એન્થ્રોપિકના IPOથી 5,100 કર્મચારીઓ બન્યા કરોડપતિ, 600 કર્મચારીઓ બન્યા અબજોપતિ
EPFOને મોટું નુકસાન, જાહેર PF ભંડોળમાં ₹1,800 કરોડનું નુકસાન, PF પર થશે અસર
EPFOને મોટું નુકસાન, જાહેર PF ભંડોળમાં ₹1,800 કરોડનું નુકસાન, PF પર થશે અસર
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
Gold silver price સોનું અને ચાંદી ધડામ, 14 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચ્યા ભાવ
Gold silver price સોનું અને ચાંદી ધડામ, 14 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચ્યા ભાવ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Embed widget