શોધખોળ કરો

Meta ની ઈન્ડિયા હેડ બની સંધ્યા દેવનાથન, 5 પોઈન્ટમાં જાણો કેવી રહી છે તેમની સફર

ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ સંધ્યા દેવનાથનને ઈન્ડિયા હેડ તરીકે નિયુક્ત કર્યા છે. અજીત મોહનના રાજીનામા બાદ સંધ્યાને આ જવાબદારી સોંપવામાં આવી છે.

Meta India: ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ સંધ્યા દેવનાથનને ઈન્ડિયા હેડ તરીકે નિયુક્ત કર્યા છે. અજીત મોહનના રાજીનામા બાદ સંધ્યાને આ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ 2016માં મેટામાં જોડાયા હતા. તેમણે સિંગાપોર અને વિયેતનામમાં કંપનીના બિઝનેસ અને તેની ટીમ બનાવવાનું કામ કર્યું. દક્ષિણપૂર્વ એશિયામાં મેટાના ઈ-કોમર્સ સ્થાપિત કરવામાં પણ તેમની ભૂમિકા છે. તેમના કામથી પ્રભાવિત થઈને કંપનીએ તેમને આ પદ પર પ્રમોટ કર્યા છે.

મેટા ફેસબુક, ઇંસ્ટાગ્રામ અને વોટ્સએપની માલિક છે. ઇન્ડીયા હેડના રૂપમાં તેમનું સ્વાગત કરતાં, મેટાના મુખ્ય બિઝનેસ ઓફિસર્સ માર્ને લેવાઇને એક નિવેદનમાં કહ્યું કે તેમને 'ભારતમાં મેટાની નિરંતર વૃદ્ધિ' ના રૂપમાં સંધ્યા દેવનાથનનું સ્વાગત કરતાં ખુશી થઇ રહી છે. 

તેમણે કહ્યું કે ''મને ભારત માટે અમારા નવા નેતાના રૂપમાં સંધ્યાનું સ્વાગત કરતાં ખુશી થઇ રહી છે. સંધ્યાના વ્યવસાયોને વધારવા  અને સમાવેશી ટીમોનું નિર્માણ કરવા, ઉત્પાદનમાં ઇનોવેશન અને મજબૂત ભાગીદારી બનાવવાનો એક જૂનો ટ્રેક રેકોર્ડ છે. અમે તેમના નેતૃત્વમાં મેટાની નિરંતર વૃદ્ધિને લઇને ઉત્સાહિત છીએ.'' તમને જણાવી દઇએ કે દેવનાથન 22 વર્ષોનો અનુભવ અને બેકિંગ, પેમેન્ટ અને ટેક્નોલોજી સેક્ટરમાં કામ કરી ચૂકી છે અને એક ગ્લોબલ બિઝનેસ લીડર છે.

સંધ્યા પર ભારત ચાર્ટર તૈયાર કરવાની સાથે દેશની જાણીતી બ્રાન્ડ્સ, સર્જકો, જાહેરાતકર્તાઓ સાથે વધુ સારા સંબંધો સ્થાપિત કરવાની જવાબદારી રહેશે. 22 વર્ષની તેની કારકિર્દીમાં, સંધ્યા બેંકિંગ, પેમેન્ટ અને ટેકનોલોજીમાં વૈશ્વિક બિઝનેસ લેડી તરીકે ઉભરી આવી છે.

આટલી નાની કારકિર્દીમાં તેણે ઘણી મોટી અને વિદેશી કંપનીઓ સાથે કામ કર્યું છે. તેણી 2016 માં મેટામાં જોડાઈ હતી અને સિંગાપોર-વિયેતનામ ટીમનું નેતૃત્વ કરીને ઉત્તર-પૂર્વ એશિયામાં વ્યવસાયને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

સંધ્યા દેવનાથનની લિંક્ડઇન પ્રોફાઇલ પરથી જાણવા મળ્યું કે તેણે વર્ષ 2000માં દિલ્હી યુનિવર્સિટીમાંથી એમબીએ પૂર્ણ કર્યું. તેણીની LinkedIn પ્રોફાઇલ મુજબ, તે મહિલા નેતૃત્વના પ્રચાર અને ઓફિસોમાં તેમની હાજરીની હિમાયત કરી રહી છે.

સંધ્યા 2016 માં META માં જોડાઈ હતી અને સિંગાપોર-વિયેતનામ ટીમનું નેતૃત્વ કરીને ઉત્તર-પૂર્વ એશિયામાં બિઝનેસ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે સંધ્યા મેતા ભારતના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે. તે મેટા એશિયા-પેસિફિકના વાઇસ પ્રેસિડેન્ટ ડેન નેરીને રિપોર્ટ કરશે.

2020 માં, તેણે APAC માટે ગેમિંગનું નેતૃત્વ કર્યું, જે મેટા માટેના સૌથી મોટા વર્ટિકલ્સમાંથી એક છે. આ માટે તે ઈન્ડોનેશિયા ગઈ હતી. તે 1 જાન્યુઆરી, 2023 થી તેની નવી ભૂમિકા નિભાવશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Embed widget