શોધખોળ કરો

SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી ટ્રાન્ઝેક્શનના નિયમો બદલાશે, તમારા ખિસ્સા પર પડશે અસર

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બેઝિક સેવિંગ્સ ખાતા (BSBD) માટે ATM ઉપાડ અને UPI ટ્રાન્ઝેક્શનના નિયમો બદલ્યા છે. હવે મહિનામાં 4 થી વધુ વખત લેવડદેવડ કરવા પર ગ્રાહકોએ અલગથી ચાર્જ ચૂકવવો પડશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • SBI BSBD ખાતાના નિયમો ૧ ઓક્ટોબરથી બદલાશે, ટ્રાન્ઝેક્શન પર અસર.
  • મહિનાના પ્રથમ ૪ વ્યવહારો મફત, પછી ₹૧૫+GST ચાર્જ લાગશે.
  • ATM, બ્રાન્ચ ઉપાડ, UPI હવે ૪ મફત વ્યવહારમાં ગણાશે.

SBI BSBD Account New Rules: જો તમારું બેંક એકાઉન્ટ દેશની સૌથી મોટી બેંક, એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં છે, તો આ સમાચાર તમારે ચોક્કસ વાંચવા જોઈએ. 1 ઓક્ટોબરથી બેંકના અમુક નિયમો બદલાવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. SBI એ પોતાના ટ્રાન્ઝેક્શન (લેવડદેવડ) અને ચાર્જિસના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. ખાસ કરીને જે ગ્રાહકો પાસે 'બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ' (BSBD) એકાઉન્ટ છે, તેમના માટે ATM થી રોકડ ઉપાડવા અને ડિજિટલ પેમેન્ટ કરવાના નિયમો 1 ઓક્ટોબરથી બદલાઈ જશે.

હવે લાગશે 15 રૂપિયા અને GST નો ચાર્જ

નવા નિયમ મુજબ, SBI એ BSBD ખાતામાંથી થતા વ્યવહારો અંગેના નિયમો કડક કર્યા છે. બેંક હવે મહિનામાં માત્ર પહેલા 4 વ્યવહારો (રોકડ ઉપાડ કે ટ્રાન્ઝેક્શન) જ મફત આપશે. જો તમે મહિનામાં 4 વખતથી વધુ વ્યવહાર કરશો, તો 5મા ટ્રાન્ઝેક્શનથી તમારે દરેક લેવડદેવડ પર 15 રૂપિયાનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. એટલું જ નહીં, આ 15 રૂપિયાના ચાર્જ પર તમારે અલગથી GST પણ આપવો પડશે.

કેશ, ATM અને UPI બધું જ આ 4 ટ્રાન્ઝેક્શનમાં સામેલ

અગાઉ એવો નિયમ હતો કે BSBD ખાતાધારકો ડિજિટલ વ્યવહારો (જેમ કે UPI પેમેન્ટ) કરતા હતા, તો તેને આ 4 મફત ઉપાડની મર્યાદામાં ગણવામાં આવતા નહોતા. પરંતુ હવે SBI એ આ છૂટછાટ પાછી ખેંચી લીધી છે. નવા નિયમ પ્રમાણે, તમે ATM માંથી પૈસા ઉપાડો, બેંકની શાખામાંથી રોકડ કાઢો કે પછી UPI દ્વારા કોઈને ડિજિટલ પેમેન્ટ કરો - આ બધું જ પેલા 4 ફ્રી ટ્રાન્ઝેક્શનમાં જ ગણવામાં આવશે. 4 વખતની મર્યાદા પૂરી થયા પછીના કોઈપણ વ્યવહાર પર 15 રૂપિયા વત્તા GST ચાર્જ લાગશે.

આખરે આ BSBD ખાતું છે શું?

'બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ' (BSBD) એ બેંકના નિયમિત સેવિંગ્સ એકાઉન્ટ કરતા સાવ અલગ હોય છે. આ ખાતું ખાસ કરીને ગરીબ અને ઓછી આવક ધરાવતા લોકો માટે બનાવવામાં આવ્યું છે જેથી તેઓ બેંકિંગ સિસ્ટમ સાથે સરળતાથી જોડાઈ શકે.

આ ખાતાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં કોઈ 'મિનિમમ બેલેન્સ' રાખવાની ઝંઝટ હોતી નથી. એટલે કે ખાતામાં શૂન્ય બેલેન્સ હોય તો પણ કોઈ ચાર્જ કે પેનલ્ટી લાગતી નથી. આ ખાતામાં ચેકબુક આપવામાં આવતી નથી, પરંતુ ગ્રાહકોને એક બેઝિક ATM કાર્ડ બિલકુલ મફત આપવામાં આવે છે. આ ઉપરાંત, કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા ચેક જમા કરાવવા પર પણ બેંક કોઈ ફી લેતી નથી. જો કોઈ કારણસર ખાતું બંધ થઈ ગયું હોય, તો તેને ફરીથી શરૂ કરાવવા માટે પણ કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી.

આ પણ વાંચોઃ SBI કે PNB: 2 વર્ષની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? જુઓ લેટેસ્ટ વ્યાજ દરો

એકથી વધુ એકાઉન્ટ રાખી શકાતા નથી

નિયમ મુજબ, કોઈપણ વ્યક્તિ એકથી વધુ BSBD ખાતા ખોલાવી શકતી નથી. જો કોઈ ગ્રાહકે ભૂલથી બે અલગ-અલગ બેંકોમાં આવા ખાતા ખોલાવ્યા હોય, તો પણ તેણે 30 દિવસની અંદર પોતાનું એક ખાતું ફરજિયાતપણે બંધ કરાવવું પડે છે.

આ પણ વાંચોઃ SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ

Frequently Asked Questions

SBI BSBD ખાતા માટે નવા નિયમો ક્યારથી લાગુ પડશે?

SBI BSBD ખાતા માટેના નવા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ પડશે. આ ફેરફારો ટ્રાન્ઝેક્શન અને ચાર્જિસ સંબંધિત છે, જેની સીધી અસર ખાતાધારકો પર પડશે.

SBI BSBD ખાતામાં કેટલા મફત ટ્રાન્ઝેક્શન મળશે અને પછી કેટલો ચાર્જ લાગશે?

BSBD ખાતામાં મહિનામાં પહેલા 4 વ્યવહારો મફત મળશે. ત્યારબાદ, દરેક વધારાના વ્યવહાર પર 15 રૂપિયા અને GST નો ચાર્જ લાગશે.

BSBD ખાતામાં 4 મફત ટ્રાન્ઝેક્શનમાં કયા કયા વ્યવહારોનો સમાવેશ થાય છે?

ATM માંથી રોકડ ઉપાડ, બેંક શાખામાંથી રોકડ ઉપાડ અને UPI દ્વારા કરાયેલ ડિજિટલ પેમેન્ટ – આ બધા જ 4 મફત વ્યવહારોમાં ગણવામાં આવશે.

બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) ખાતું શું છે?

આ ખાતું ખાસ કરીને ગરીબ અને ઓછી આવક ધરાવતા લોકો માટે છે. તેમાં કોઈ ન્યૂનતમ બેલેન્સ રાખવાની જરૂર નથી અને શૂન્ય બેલેન્સ પર પણ કોઈ ચાર્જ લાગતો નથી.

શું એક વ્યક્તિ એકથી વધુ BSBD ખાતા રાખી શકે છે?

નિયમ મુજબ, કોઈપણ વ્યક્તિ એકથી વધુ BSBD ખાતા ખોલાવી શકતી નથી. જો ભૂલથી બે ખાતા ખોલાવ્યા હોય, તો 30 દિવસની અંદર એક બંધ કરાવવું પડશે.

Advertisement

ટોપ સ્ટોરી

શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો
શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો
FD કરાવનારાઓ માટે ખુશખબર! બેંકે વધાર્યા વ્યાજદર, વરિષ્ઠ નાગરિકોને મળશે મોટો ફાયદો
FD કરાવનારાઓ માટે ખુશખબર! બેંકે વધાર્યા વ્યાજદર, વરિષ્ઠ નાગરિકોને મળશે મોટો ફાયદો
આજે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ખરીદી પહેલાં વાંચો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો નવો રિપોર્ટ
આજે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ખરીદી પહેલાં વાંચો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો નવો રિપોર્ટ
Market Trend: ધનતેરસ પર સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, 5 દિવસમાં સોનું 7,150 મોંઘું થયું
Market Trend: ધનતેરસ પર સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, 5 દિવસમાં સોનું 7,150 મોંઘું થયું
Advertisement

વિડિઓઝ

Junagadh Civil Hospital: જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ! દિવ્યાંગ મહિલાને રસ્તા પર ઢસડાવું પડ્યું
Ayodhya Deepotsav 2026: અયોધ્યામાં દિવ્ય દીપોત્સવનો પ્રારંભ! 30 લાખ દીવાઓથી ઝળહળ્યો સરયુ ઘાટ
Meet Mandakini Dadi: 100 વર્ષની ઉંમરે પણ યુવાનો જેવો જુસ્સો! અમદાવાદનાં મંદાકિની બાની પ્રેરણાદાયી કહાની
PM Modi: જવાનો સાથે દિવાળી મનાવશે પ્રધાનમંત્રી મોદી, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતની દિવાળી દેવાવાળી કેમ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
IND vs NZ: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, 4 રને મળી જીત, 135 રન ચેઝ કરવા ભારે પડ્યા
IND vs NZ: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, 4 રને મળી જીત, 135 રન ચેઝ કરવા ભારે પડ્યા
શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો
શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો
T20 ટીમની થઈ જાહેરાત, હાર્દિક પંડ્યાને ફરી ન મળ્યો મોકો, કમબેક અંગે સસ્પેન્સ યથાવત
T20 ટીમની થઈ જાહેરાત, હાર્દિક પંડ્યાને ફરી ન મળ્યો મોકો, કમબેક અંગે સસ્પેન્સ યથાવત
અમિતાભ બચ્ચનની તબિયત લથડી, 1 અઠવાડિયા માટે રોકવામાં આવ્યું KBC નું શૂટિંગ
અમિતાભ બચ્ચનની તબિયત લથડી, 1 અઠવાડિયા માટે રોકવામાં આવ્યું KBC નું શૂટિંગ
બે દિવસમાં 200 કરોડને પાર 'રામાયણ', બની રણબીર કપૂરની 6ઠ્ઠી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
બે દિવસમાં 200 કરોડને પાર 'રામાયણ', બની રણબીર કપૂરની 6ઠ્ઠી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
Embed widget