શોધખોળ કરો

શેર બજારમાં મોટો ઘટાડો, સતત ચોથા દિવસે લાલ નિશાનમાં બંધ થયું માર્કેટ 

ભારતીય શેરબજારમાં અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાતની આજે  મોટી અસર જોવા મળી હતી.

Share Market Closing 1 August, 2025: ભારતીય શેરબજારમાં અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાતની આજે  મોટી અસર જોવા મળી હતી. ટ્રમ્પની જાહેરાત પછી, ભારતીય બજારમાં આજે સતત બીજા દિવસે અને એકંદરે સતત ચોથા દિવસે ઘટાડો નોંધાયો હતો. સપ્તાહના છેલ્લા દિવસે, શુક્રવારે, BSE સેન્સેક્સ 585.67 પોઈન્ટ (0.72%) ના ઘટાડા સાથે 80,599.91 પોઈન્ટ પર બંધ થયો. તેવી જ રીતે, આજે NSE નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 203.00 પોઈન્ટ (0.82%) ના ઘટાડા સાથે 24,565.35 પોઈન્ટ પર બંધ થયો. 

તમને જણાવી દઈએ કે ગુરુવારે, સેન્સેક્સ 296.28 પોઈન્ટ (0.36%) ના ઘટાડા સાથે 81,185.58 પોઈન્ટ પર બંધ થયો અને નિફ્ટી 86.70 પોઈન્ટ (0.35%) ના ઘટાડા સાથે 24,768.35 પોઈન્ટ પર બંધ થયો. સન ફાર્માના શેરમાં મોટો ઘટાડો થયો હતો. 

ગુરુવારે, સેન્સેક્સની 30 કંપનીઓમાંથી, ફક્ત 6 શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા અને બાકીની 24 કંપનીઓ નુકસાન સાથે લાલ રંગમાં બંધ થઈ હતી. તેવી જ રીતે, નિફ્ટીની 50 કંપનીઓમાંથી, ફક્ત 11 શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા અને બાકીની 39 કંપનીઓ નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા. આજે, સેન્સેક્સની કંપનીઓમાં, ટ્રેન્ટના શેર સૌથી વધુ 3.23 ટકાના વધારા સાથે બંધ થયા. બીજી તરફ, આજે સન ફાર્માના શેર સૌથી વધુ 4.49 ટકાના ઘટાડા સાથે બંધ થયા.

આ શેરોમાં ટાટા સ્ટીલ, ઇન્ફોસિસનો સમાવેશ થાય છે

આ ઉપરાંત, આજે ટાટા સ્ટીલના શેર 3.04 ટકા, મારુતિ સુઝુકી 2.65 ટકા, ટાટા મોટર્સ  2.60  ટકા, ઇન્ફોસિસ 2.52  ટકા, અદાણી પોર્ટ્સ  1.91  ટકા, ભારતી એરટેલ 1.74  ટકા, ટેક મહિન્દ્રા 1.71  ટકા, બજાજ ફિનસર્વ 1.67  ટકા, બીઇએલ 1.55  ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.35  ટકા, એલ એન્ડ ટી 1.27  ટકા, ટીસીએસ 1.13  ટકા, ઇટરનલ 1.10  ટકા, એનટીપીસી 1.02  ટકા, એચસીએલ ટેક  0.98 ટકા, ટાઇટન  0.93  ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.80  ટકા, આઇસીઆઇસીઆઇ બેંક  0.69  ટકા, એક્સિસ બેંક  0.68  ટકા, બજાજ ફાઇનાન્સ 0.43  ટકા, એચડીએફસી બેંક 0.32  ટકા, એસબીઆઈ 0.31 ટકા અને પાવર ગ્રીડના શેર 0.02 ટકા ઘટીને બંધ થયા.

આજે લીલા રંગમાં બંધ થયેલા સેન્સેક્સના શેરોમાં એશિયન પેઇન્ટ્સ (1.40 ટકા), હિન્દુસ્તાન યુનિલિવર (1.17 ટકા), ITC (1.14 ટકા), કોટક મહિન્દ્રા બેંક (0.88 ટકા) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (0.24 ટકા)નો સમાવેશ થાય છે. 

ભારતીય શેરબજારમાં અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત બાદ બજારમાં સતત મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
Cricket History: જ્યારે 21 વર્ષના બેટ્સમેને 6 બોલમાં બનાવ્યા 48 રન! ક્રિકેટના દિગ્ગજો પણ હેરાન
Cricket History: જ્યારે 21 વર્ષના બેટ્સમેને 6 બોલમાં બનાવ્યા 48 રન! ક્રિકેટના દિગ્ગજો પણ હેરાન
Embed widget