શોધખોળ કરો

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી પણ ધડામ

Stock Market Today: સપ્તાહના પહેલા કારોબારી દિવસે સોમવારે શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન પર કારોબાર કરતા જોવા મળ્યા, જેનાથી રોકાણકારો વચ્ચે ચિંતાનો માહોલ બનેલો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • એશિયન બજારોના નબળા સંકેતને લીધે ભારતીય શેરબજાર ઘટ્યું.
  • સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોની કરોડો સંપત્તિ ધોવાઈ.
  • ક્રૂડ તેલના ઊંચા ભાવ ભારત માટે જોખમકારક બન્યા.

Stock Market Today: એશિયન બજારોમાંથી નબળા સંકેતો વચ્ચે ઘરઆંગણાના માર્કેટમાં આજે ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઈ છે. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 600 પોઈન્ટ્સથી વધુ તૂટ્યો તો નિફ્ટી પણ ઘટીને 22400ની નીચે આવી ગયો. બ્રોડર લેવલ પર પણ માર્કેટમાં અફરાતફરી મચેલી છે અને નિફ્ટી મિડકેપ 100 તથા નિફ્ટી સ્મોલકેપ 100માં અડધા-અડધા ટકાથી વધુનો ઘટાડો છે. આ ઘટાડા વચ્ચે શરૂઆતી કારોબારમાં જ BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ₹3.70 લાખ કરોડથી વધુ ઘટી ગયું એટલે કે રોકાણકારોની સંપત્તિ ₹3.70 લાખ કરોડથી વધુ ઘટી ગઈ.

 

હાલમાં 09:33 AM વાગ્યે સેન્સેક્સ (Sensex) 411.67 પોઈન્ટ્સ એટલે કે 0.56% ના ઘટાડા સાથે 72,712.16 અને નિફ્ટી 50 (Nifty 50) 146.95 પોઈન્ટ્સ એટલે કે 0.65% ના કડાકા સાથે 22,453.05 પર છે. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 609.26 પોઈન્ટ્સ તૂટીને 72,514.57 અને નિફ્ટી 212.65 પોઈન્ટ્સ ઘટીને 22,387.35 સુધી આવી ગયો.

આ પણ વાંચો.....Kisan Vikas Patra: પૈસા ડબલ કરવાની સરકારી સ્કીમ, જાણો કોણ ખોલાવી શકે છે કિસાન વિકાસ પત્ર ખાતું?

એશિયન બજારમાંથી નબળા સંકેત

મોટાભાગના એશિયન બજારોમાં વેચવાલીની આંધી ચાલી રહી છે. તેના કારણે ઘરઆંગણાના માર્કેટમાં નેગેટિવ સેન્ટિમેન્ટ બન્યું છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 1%, જાપાનનો નિક્કેઈ 225 અને ઈન્ડોનેશિયાનો જેકાર્તા કમ્પોઝિટ અડધા-અડધા ટકાથી વધુ, સિંગાપુરનો સ્ટ્રેટ ટાઈમ્સ આશરે અડધો ટકો લપસ્યો તો ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ પણ લાલ નિશાનમાં છે. જ્યારે હોંગકોંગના હેંગસેંગમાં અડધો ટકો અને થાઈલેન્ડના સેટ કમ્પોઝિટમાં અડધા ટકાથી સહેજ ઓછો વધારો જોવા મળ્યો છે.

 

કચા તેલની કિંમતોમાં ઘટાડો

સોમવારે પ્રારંભિક વેપારમાં કાચા તેલ ની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ પશ્ચિમ એશિયાથી પુરવઠા અંગેની ચિંતાઓને કારણે તે હજુ પણ ઊંચા સ્તરે જળવાઈ રહી છે. બ્રેન્ટ ક્રૂડ (Brent crude) 1.39 ટકા ઘટીને $115.10 પ્રતિ બેરલ થયું હતું, જ્યારે વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI) 1.76 ટકા ઘટીને $101.50 પ્રતિ બેરલ થયું હતું.

પાછલા સપ્તાહમાં બ્રેન્ટ ક્રૂડ છ મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ તેમાં આ ઘટાડો થયો છે. ભારત માટે, જે આયાતી ક્રૂડ ઓઈલ પર વધુ નિર્ભર છે, સતત ઊંચા રહેતા તેલના ભાવ ફુગાવા, આયાત બિલ અને રૂપિયાની સપાટી માટે જોખમ ઊભું કરે છે.

Frequently Asked Questions

આજે ભારતીય શેરબજારની શરૂઆત કેવી રહી?

એશિયન બજારોના નબળા સંકેતોને કારણે આજે ભારતીય માર્કેટ ઘટાડા સાથે ખુલ્યું. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 600 પોઈન્ટ્સથી વધુ અને નિફ્ટી 22400ની નીચે ગબડ્યો.

ભારતીય બજારમાં ઘટાડાનું મુખ્ય કારણ શું છે?

એશિયન બજારોમાંથી મળેલા નબળા સંકેતોને કારણે ભારતીય માર્કેટમાં નેગેટિવ સેન્ટિમેન્ટ જોવા મળ્યું. મોટાભાગના એશિયન બજારોમાં વેચવાલીની આંધી ચાલી રહી છે.

આજના ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિ પર શું અસર થઈ?

આજના ઘટાડાને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ₹3.70 લાખ કરોડથી વધુ ઘટી ગયું. એટલે કે રોકાણકારોની સંપત્તિ ₹3.70 લાખ કરોડથી વધુ ઘટી ગઈ.

ક્રૂડ તેલની કિંમતોમાં શું બદલાવ આવ્યો છે અને ભારત પર તેની શું અસર છે?

સોમવારે ક્રૂડ તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો, છતાં પશ્ચિમ એશિયાની ચિંતાઓને કારણે તે ઊંચા સ્તરે જળવાઈ રહી છે. ઊંચા તેલના ભાવ ભારત માટે ફુગાવો, આયાત બિલ અને રૂપિયા માટે જોખમ ઉભું કરે છે.

Advertisement

ટોપ સ્ટોરી

8th Pay Commission: રેલવે યુનિયને ચર્ચા માટે માગ્યો 2 દિવસનો સમય, 18 નવેમ્બરે AIDEF મૂકશે પોતાનો પક્ષ
8th Pay Commission: રેલવે યુનિયને ચર્ચા માટે માગ્યો 2 દિવસનો સમય, 18 નવેમ્બરે AIDEF મૂકશે પોતાનો પક્ષ
Gold Sliver Price: ચાંદીના ભાવમાં ₹5,000નો ઘટાડો, સોનાની પણ ઘટી ચમક, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Sliver Price: ચાંદીના ભાવમાં ₹5,000નો ઘટાડો, સોનાની પણ ઘટી ચમક, જાણો લેટેસ્ટ પ્રાઇસ
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત
IOCLમાં નોકરી મેળવવાની સુવર્ણ તક! 409 જગ્યાઓ પર ભરતી, નહીં આપવી પડે પરીક્ષા
IOCLમાં નોકરી મેળવવાની સુવર્ણ તક! 409 જગ્યાઓ પર ભરતી, નહીં આપવી પડે પરીક્ષા
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
'પાટીદાર આંદોલનના કારણે આનંદીબેન જેવા સારા CM ગુમાવ્યા'! વર્ષો બાદ દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ
'પાટીદાર આંદોલનના કારણે આનંદીબેન જેવા સારા CM ગુમાવ્યા'! વર્ષો બાદ દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ
Embed widget