શોધખોળ કરો

કોરોનાના ખૌફથી Share Marketમાં હાહાકાર, સેન્સેક્સમાં 3000નો કડાકો, ટ્રેડિંગ એક કલાક માટે બંધ કરાયું

હાહાકારને કારણે રોકાણકારોના 9,15,113 કરોડ રૂપિયા ડૂબી ગાય અને બીએસઈનું કુલ મૂડીરોકાણ ઘટીને 127 લાખ કરોડ રૂપિયા રહી ગયું છે, જે બુધવારે કારોબાર બંધ થયું ત્યાં સુધીમાં 137 લાખ કરોડ રૂપિયા હતું.

નવી દિલ્હીઃ કોરોના ખૌફથી વિશ્વભરના સ્ટોક શેર માર્કેટમાં હાહાકાર મચી ગયો છે. હવે તેની અસર ભારતીય સ્ટોક માર્કેટ પર પણ જોવા મળી રહી છે. બજાર ખુલતા જ સેન્સેક્સમાં 2400થી વધારે પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો તો નિફ્ટીમાં 750 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો. સેન્સેક્સ હવે 3000 પોઈન્ટ સુધી ઘટી ગયો છે. ગુરુવારે પણ શેર બજારમાં હાહાકાર જોવા મળ્યો. સેન્સેક્સ 3091 પોઈન્ટ એટલે કે 9.4 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે નિફ્ટીમાં 966 પોઈન્ટના ઘટાડા સાથે 10 ટકા જોવા મળ્યો છે. બજારમાં જોરદાર ઘટાડાથી રોકાણકારોમાં પણ હાહાકાર મચી ગયો છે અને આ ઘટાડામાં ઇન્વેસ્ટર્સ 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. દલાલ સ્ટ્રીટમાં આવેલ આ હાહાકરને કારણે શેર બજારમાં ઇતિહાસનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી 32 મહિનાના નીચલી સપાટીએ પહોંચી ગયું છે અને ગુરુવારેનો દિવસ પણ બજાર માટે બ્લેક ડે સાબિત થયો. કોરોનાના ખૌફથી Share Marketમાં હાહાકાર, સેન્સેક્સમાં 3000નો કડાકો, ટ્રેડિંગ એક કલાક માટે બંધ કરાયું ગુરુવારે બજાર કેવું રહ્યું હતું ગુરુવારે કારોબાર દરમિયાન સેન્સેક્સ 2919.23 પોઈન્ટના ઘટાડા સાથે 32778.14 પર બંધ થયો. એનએસઈનો 50 શેરનો ઇન્ડેક્સ નિફ્ટી 868.25 પોઈન્ટ એટલે 8.03 ટકાનો જોરદાર ઘટાડા સાથે 9590.15 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીના તમામ શેર ઘટાડા સાથે બંધ થયા હતા અને તમામ ઇન્ડેક્સ પણ 52 સપ્તાહની નીચલી સપાટીએ બંધ રહ્યા હતા. બંક નિફ્ટી પણ 8 ટકાના ઘટાડા સાથે 2 વર્ષની નીચલી સપાટીએ બંધ રહ્યો હતો. આજના કારોબાર દરમિયાન નિફ્ટી રેકોર્ડ ઉંચાઈથી 20 ટકા નીચે ગબડ્યો હતો. ચીનમાં ઘાતક પૂરવાર થયેલ કોરોના વાઇરસ વિશ્વના અનેક દેશોમાં ઝડપથી પ્રસરવાની સાથોસાથ તેનો પ્રકોપમાં વધારો થતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મહામારી જાહેર કરી હતી. આ ઉપરાંત અમેરિકામાં પણ કોરોનાના કેસમાં વધારો થતા અમેરિકાએ યુકે સિવાય યુરોપના દેશોમાંથી લોકોના અમેરિકા પ્રવેશ પર 30 દિવસ માટે પ્રતિબંધ મુકી દેતા ગઇકાલે (બુધવારે) અમેરિકા શેરબજારમાં 1600થી વધુ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. માર્કેટ કેપમાં થયો ભારે ઘટાડો દલાલ સ્ટ્રીટ પર આવેલ હાહાકારને કારણે રોકાણકારોના 9,15,113 કરોડ રૂપિયા ડૂબી ગાય અને બીએસઈનું કુલ મૂડીરોકાણ ઘટીને 127 લાખ કરોડ રૂપિયા રહી ગયું છે, જે બુધવારે કારોબાર બંધ થયું ત્યાં સુધીમાં 137 લાખ કરોડ રૂપિયા હતું. શા માટે બજારમાં આવ્યો મોટો ઘટાડો જાણકારો અનુસાર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કોરોબા વાયરસને મહામારી જાહેર કર્યા બાદ વૈશ્વિક આર્થિક મંદીની આશંકાને કારણે વિશ્વભરના બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ઘર આંગણે પણ તેની નકારાત્મક અસર જોવા મળી રહી છે.

ટોપ સ્ટોરી

Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ
Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

વિડિઓઝ

Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
Embed widget