શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જેટ એરવેઝના કર્મચારીઓની મદદ માટે આગળ આવ્યું સ્પાઈસજેટ, 500 કર્મચારીઓને આપી નોકરી
સ્પાઈસજેટે નિવેદન જાહેર કરતા કહ્યું કે તેણે જેટ એરવેઝના 500 કર્મચારીઓને નોકરી પર રાખ્યા છે. જેમાં 100 પાયલટ, 200 કેબિન ક્રૂ અને ટેક્નિકલ તથા એરપોર્ટ સ્ટાફ સામેલ છે.
નવી દિલ્હી: જેટ એરવેઝે બંધ થઈ જતાં 20 હજારથી વધુ કર્મચારીઓ રઝળી પડ્યાં છે. ત્યારે આવી મુશ્કેલ સ્થિતિમાં કર્મચારીઓની મદદ કરવા માટે સ્પાઈસજેટ આગળ આવ્યું છે. જ્યારે એસબીઆઈની આગેવાનીમાં લોનદાતાઓના સમૂહે સરકારને અપીલ કરી છે કે જેટ એરવેઝના તમામ ખાલી સ્લોટ અન્ય કંપનીઓને ફાળવણી કરવામાં ના આવે.
સ્પાઈસજેટે નિવેદન જાહેર કરતા કહ્યું કે તેણે જેટ એરવેઝના 500 કર્મચારીઓને નોકરી પર રાખ્યા છે. જેમાં 100 પાયલટ, 200 કેબિન ક્રૂ અને ટેક્નિકલ તથા એરપોર્ટ સ્ટાફ સામેલ છે. આ સિવાય કંપનીએ પોતાના વિમાન બેડામાં નવા વિમાનો સામેલ કરી રહી છે જેથી યાત્રીઓને ગર્મીઓની રજાઓમાં કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો ના પડે.
તેઓએ કહ્યું કે નવા રોકાણકારોને આકર્ષિત કરવા માટે જેટ એરવેઝની કેટલીક ઉડાણો માટે સ્લોટ અનામત રાખવામાં આવે. તેની સાથે જ લોનદાતાઓએ કંપનીના 15 વિમાનો ઉપયોગ કરવાની યોજના રજુ કરી છે. જેટ એરવેઝ નહીં ભરે ઉડાન, બેંકોએ ઋણ આપવાનો ઇન્કાર કરતાં તમામ ફ્લાઇટો કરાઇ સસ્પેન્ડ નાગરિક ઉડ્ડનય મંત્રાલયના સચિવ પ્રદીપ સિંહ ખરોલાએ ગુરુવારે એરપોર્ટ અથોરિટી ઓફ ઈન્ડિયા સાથે બેઠક બાદ કહ્યું કે જેટ એરવેઝના ખાલી પડેલા 440 સ્લોટ અન્ય વિમાન કંપનીઓને ફાળવવામાં આવશે.SpiceJet: We will do more. We will also induct a large number of planes in our fleet soon. SpiceJet is making all possible efforts to minimise passenger inconvenience and serve Indian customers who are finding it difficult to get seats in this busy season. https://t.co/seetliBw1j
— ANI (@ANI) April 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
આઈપીએલ
રાજકોટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion