(Source: ECI/ABP News/ABP Majha)
Stock Market Closing: ફેડના વ્યાજ દર વધારાની અસર ભારતીય શેરબજાર પર, સેન્સેક્સમાં 289 પોઇન્ટનું ગાબડું
Closing Bell: અમેરિકામાં વધેલા વ્યાજદરની અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી.
Stock Market Closing, 23rd March 2023: અમેરિકાની ફેડે વધારેલા દરની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી. ભારતીય શેરબજાર ગુરુવારે ઘટાડા સાથે બંધ રહ્યું. આજના ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ 257.10 લાખ કરોડ થઈ છે.
આજે કેટલો થયો ઘટાડો
આજે સેન્સેક્સ 289.31 પોઇન્ટના ઘટાડા સાથે 27,925.28 પોઇન્ટ પર અને નિફ્ટી 80.62 પોઇન્ટના ઘટાડા સાથે 17953.46 અંક પર બંધ રહ્યા. બુધવારે સેન્સેક્સ 139.91 પોઇન્ટના વધારા સાથે 58,214.59 પોઇન્ટ અને નિફ્ટી 49.47 અંકના વધારા સાથે 18037.52 પોઇન્ટ પર બંધ થયા હતા. મંગળવારે સેન્સેક્સ 445.73 પોઇન્ટના વધારા સાથે 58,074.68 પોઇન્ટ પર અને નિફ્ટી 119.1 પોઇન્ટ સાથે 17,107.50 પોઇન્ટ પર બંધ રહ્યા. સોમવારે સેન્સેક્સ 360.95 પોઇન્ટના ઘટાડા સાથે 57,628.95 પોઇન્ટ અને નિફ્ટી 117.24 પોઇન્ટના ઘટાડા સાથે 17861.08 પોઇન્ટ પર બંધ રહ્યા હતા.
કેમ થયો ઘટાડો
યુએસ ફેડ રિઝર્વે વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કર્યા બાદ અને યુએસ શેરબજારમાં ભારે ઘટાડા છતાં ભારતીય બજારો સવારે તેજી સાથે ખુલ્યા હતા. પરંતુ યુરોપિયન માર્કેટમાં ઘટાડાની અસર બપોર બાદ ભારતીય બજારો પર પણ જોવા મળી હતી.
સેક્ટર અપડેટ
આજના કારોબારમાં ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, હેલ્થકેર સેક્ટરના શેરમાં તેજી જોવા મળી હતી. જ્યારે બેન્કિંગ, આઈટી, એનર્જી સેક્ટરના શેરો ઘટીને બંધ રહ્યા હતા. મિડકેપ અને સ્મોલ કેપ શેરો પણ લાલ નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 13 વધ્યા અને 17 નુકસાન સાથે બંધ થયા. નિફ્ટીના 50 શેરોમાંથી 20 શેરો ઉછાળા સાથે અને 30 ઘટીને બંધ થયા હતા.
વધેલા-ઘટેલા શેર્સ
આજના કારોબારમાં હિન્દાલ્કોનો શેર 1.54 ટકા, મારુતિ સુઝુકી 1.22 ટકા, નેસ્લે 1.19 ટકા, ભારતી એરટેલ 0.91 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 0.84 ટકા, SBA 1.69 ટકા, બજાજ ઓટો 1.5 ટકાના વધારા સાથે બંધ થયો હતો. , કોટક મહિન્દ્રા 1.49 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.48 ટકા, વિપ્રો 1.34 ટકા, રિલાયન્સ 1.27 ટકા ઘટીને બંધ રહ્યા હતા.
રોકાણકારોને નુકસાન
શેરબજારમાં ઘટાડાને કારણે રોકાણકારોને નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 257.10 લાખ કરોડ થયું છે, જ્યારે બુધવારે તે રૂ. 257.99 લાખ કરોડ હતું. આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને રૂ.89,000 કરોડનું નુકસાન થયું છે.
આજે સવારે કેવી થઈ હતી શરૂઆત
સવારે સવારે માર્કેટમાં ટ્રેડિંગ શરૂ થયું ત્યારે બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 255 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 58,000 પોઈન્ટના મનોવૈજ્ઞાનિક સ્તરથી નીચે સરકી ગયો હતો. એ જ રીતે NSE નિફ્ટી લગભગ 85 પોઈન્ટના ઘટાડા સાથે 17,070 પોઈન્ટની નીચે ગબડ્યો હતો.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | ટકાવારી બદલાવ |
BSE Sensex | 57,919.44 | 58,396.17 | 57,838.85 | -0.51% |
BSE SmallCap | 27,146.37 | 27,254.70 | 27,109.13 | -0.13% |
India VIX | 14.49 | 15.06 | 13.90 | -2.14% |
NIFTY Midcap 100 | 29,916.70 | 30,071.60 | 29,884.15 | -0.41% |
NIFTY Smallcap 100 | 9,075.50 | 9,125.60 | 9,063.80 | -0.43% |
NIfty smallcap 50 | 4,152.10 | 4,166.85 | 4,140.30 | -0.30% |
Nifty 100 | 16,958.15 | 17,075.70 | 16,929.50 | -0.40% |
Nifty 200 | 8,899.40 | 8,956.65 | 8,887.60 | -0.40% |
Nifty 50 | 17,076.90 | 17,205.40 | 17,045.30 | -0.44% |