શોધખોળ કરો
Advertisement
આધાર કાર્ડ વગર પણ મળી શકે છે LPG પર સબસિડી, જાણો શું કરવું પડશે
જો તમારી પાસે આધાર કાર્ડ ન હોય અથવા કોઈ કારણોસર ગ્રાહકે પોતાનું આધાર કાર્ડ બેંક અથવા એલપીજી કનેક્શન સાથે લિંક નથી કર્યું તો પણ તમે ગેસ સબસિડી મેળવી શકો છો.
નવી દિલ્હીઃ સરકાર LPG ગેસના બુકિંગ પર મળનારી સબસિડી સીધા જ ખાતામાં જમા કરે છે. જ્યારે તેના માટે તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જરૂરી હોય છે. જો તમારી પાસે આધાર કાર્ડ ન હોય અથવા કોઈ કારણોસર ગ્રાહકે પોતાનું આધાર કાર્ડ બેંક અથવા એલપીજી કનેક્શન સાથે લિંક નથી કર્યું તો પણ તમે ગેસ સબસિડી મેળવી શકો છો.
સબસિડી મેળવવા માટે શું કરશો
આધાર કાર્ડ વગર ગેસ સબસિડી મેળવવા માટે ગ્રાહકે પોતાની ગેસ એજન્સીમાં જઈને એલપીજી ડિસ્ટ્રીબ્યૂટરને બેંક ખાતાની વિગતો આપવાની રહેશે. આમ કરવાથી ગ્રાહકને સબસિડી રકમ સીધા જ તેના બેંક ખાતામાં જમા થશે. આ સુવિધા એવા ગ્રાહકો માટે આપવામાં આવી છે જેની પાસે આધાર કાર્ડ નથી અને તે તેનાથી યોજાનો લાભ લઈ શકે.
તે અંતર્ગત ગ્રાહકે પોતાના બેંક ખાતાની જાણકારીની સાથે ખાતાધારકનું નામ, બેંક ખાતા સંખ્યા અને બેંક બ્રાચનો આઈએફસી કોડ અને 17 અંકનો એલપીજી કન્ઝ્યૂમર નંબર આપવાનો રહેશે.
LPGને આધાર સાથે કેવી રીતે લિંક કરશો
તમારું LPG કનેક્શનને આધાર સાથે લિંક કરવા માટે તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી કસ્ટમર કેયર નંબર 1800 2333 555 પર કોલ કરવાનો રહેશે. કોલ કર્યા બાદ કસ્ટમર કેર ઓફિસને પોતાનો આધાર નંબર જણાવીને તેને પોતાના LPG કનેક્શનની સાથે લિંક કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement