શોધખોળ કરો

Tata એ લોન્ચ કર્યું નવું NFO, એક જ જગ્યાએ મળશે અનેક સેક્ટર્સમાં રોકાણની તક 

શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે ટાટા એસેટ મેનેજમેન્ટે એક નવું ફંડ ઓફરિંગ (NFO) લોન્ચ કર્યું છે. કંપનીએ ટાટા મલ્ટી-સેક્ટર પેસિવ ફંડ ઓફ ફંડ્સ (FoF) લોન્ચ કર્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ટાટાએ નવું મલ્ટી-સેક્ટર પેસિવ ફંડ ઓફ ફંડ લોન્ચ કર્યું.
  • આ ફંડ વિવિધ ક્ષેત્રીય ઇન્ડેક્સ ફંડ્સમાં ગતિશીલ રોકાણ કરશે.
  • રોકાણકારોને ખોટા પ્રવેશ-નિકાસથી બચાવી ટેક્સ કાર્યક્ષમતા આપશે.
  • NFO 22 જૂનથી 6 જુલાઈ 2026 સુધી ખુલ્લો રહેશે.

Tata Multi-Sector Passive FoF: શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે ટાટા એસેટ મેનેજમેન્ટે એક નવું ફંડ ઓફરિંગ (NFO) લોન્ચ કર્યું છે. કંપનીએ ટાટા મલ્ટી-સેક્ટર પેસિવ ફંડ ઓફ ફંડ્સ (FoF) લોન્ચ કર્યું છે. આ ફંડ ઓફ ફંડ્સ રોકાણકારોને એક છત નીચે અનેક ક્ષેત્રોમાં રોકાણ કરવાની તક આપે છે. તે એક ઓપન-એન્ડેડ સ્કીમ છે, જે રોકાણકારોને ઇચ્છા મુજબ પ્રવેશ અને બહાર નીકળવાની મંજૂરી આપે છે. શેરોમાં સીધા રોકાણ કરવાને બદલે ટાટાનું નવું ફંડ વિવિધ ક્ષેત્ર-કેન્દ્રિત ઇન્ડેક્સ ફંડ્સ અને ETF માં રોકાણ કરશે.

ઓછી કિંમત અને ડાયનેમિક એપ્રોચનો મળશે ફાયદો 

આ પૈસિવ ઈન્વેસ્ટમેન્ટનો  સૌથી મોટો ફાયદો તેના ઓછા ખર્ચ છે. ફંડ મેનેજર બજારના વલણોના આધારે ડાયનેમિક એપ્રોચ અપનાવશે. આનો અર્થ એ છે કે મજબૂતાઈ અથવા ગતિ દર્શાવતા ક્ષેત્રોમાં રોકાણનો હિસ્સો વધારવામાં આવશે, અને જોખમ ધરાવતા ક્ષેત્રોમાં હિસ્સો ઘટાડવામાં આવશે.

આ યોજના રોકાણકારોને ખોટી એન્ટ્રી અને એક્ઝિટથી બચાવશે

ટાટા એસેટ મેનેજમેન્ટના ચીફ બિઝનેસ ઓફિસર આનંદ વરદરાજને જણાવ્યું હતું કે ભારતની વિકાસ યાત્રાની સાથે ગ્રોથના ડાઈવર્સ પણ સતત બદલાતા રહે છે. ઘણીવાર, રોકાણકારો યોગ્ય સમયે કોઈ ક્ષેત્રમાં પ્રવેશી શકતા નથી કે બહાર નીકળી શકતા નથી, જે તેમના નફા પર અસર કરે છે. તેમના મતે, આ નવું ફંડ રોકાણકારોને એક શિસ્તબદ્ધ અને વ્યવસ્થિત માળખું પૂરું પાડશે. આનાથી રોકાણકારોને વારંવાર નક્કી કરવાની જરૂરિયાત દૂર થશે કે કયું ક્ષેત્ર ખરીદવું અને કયું વેચવું. સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે નિયમો અને બજારની ભાવના પર આધારિત હશે.

6 જુલાઈ સુધી રોકાણ કરી શકાય છે

આ સ્કીમની સૌથી મોટી ખાસિયત તેનું ટે્સ એફિશિએન્ટ સ્ટ્રક્ચર છે. જ્યારે તમે એક ક્ષેત્રમાંથી પૈસા ઉપાડો છો અને તેને બીજા ક્ષેત્રમાં રોકાણ કરો છો ત્યારે તમારે મૂડી લાભ કર ચૂકવવો પડશે. જો કે, આ ફંડ ઓફ ફંડ (FoF) ની અદર ફંડ મેનેજર જે રીબેલેન્સિંગ કરશે, તેના પર  રોકાણકારોએ કોઈ ટેક્સની જવાબદારી રહેશે નહીં. એ નોંધવું જોઈએ કે આ NFO 22 જૂન, 2026 ના રોજ ખુલ્યો હતો, અને રોકાણકારો 6 જુલાઈ, 2026 સુધી રોકાણ કરી શકે છે. આ યોજનાનો બેન્ચમાર્ક નિફ્ટી 500 ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (TRI) છે. તે ઇક્વિટી ક્ષેત્રો સાથે ભારે જોડાયેલ છે, તેથી તેને ખૂબ જ ઉચ્ચ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો- Gold-Silver Price: આજે 6000થી વધુ સસ્તી થઈ ચાંદી, જાણો સોનાના ભાવમાં કેટલો થયો ઘટાડો?

તમે કેટલાથી રોકાણ શરૂ કરી શકો છો?

આ NFO માં રોકાણ ઓછામાં ઓછા રૂ. 5,000 થી કરી શકાય છે. ત્યારબાદ કોઈપણ રકમ રૂ. 1 ના ગુણાંકમાં ઉમેરી શકાય છે. આ યોજના માટે કોઈ એન્ટ્રી લોડ નથી. જોકે, રોકાણકારોએ પ્રવાહિતાના નિયમોનું ધ્યાન રાખવું જોઈએ. જો યુનિટ્સ ફાળવણીના 30 દિવસની અંદર રિડીમ કરવામાં આવે છે, તો 0.50% નો એક્ઝિટ લોડ લાગુ થશે. 30-દિવસના સમયગાળા પછી ઉપાડ માટે કોઈ એક્ઝિટ લોડ લાગુ થશે નહીં.

Frequently Asked Questions

ટાટા એસેટ મેનેજમેન્ટે કયો નવો ફંડ લોન્ચ કર્યો છે?

ટાટા એસેટ મેનેજમેન્ટે ટાટા મલ્ટી-સેક્ટર પેસિવ ફંડ ઓફ ફંડ્સ (FoF) લોન્ચ કર્યો છે. તે એક ઓપન-એન્ડેડ સ્કીમ છે જે અનેક ક્ષેત્રોમાં રોકાણની તક આપે છે.

આ નવું ફંડ કઈ રીતે રોકાણ કરે છે?

આ ફંડ સીધા શેરોમાં રોકાણ કરવાને બદલે વિવિધ ક્ષેત્ર-કેન્દ્રિત ઇન્ડેક્સ ફંડ્સ અને ETF માં રોકાણ કરશે. ફંડ મેનેજર બજારના વલણો મુજબ ડાયનેમિક એપ્રોચ અપનાવશે.

આ ફંડના રોકાણકારોને શું ફાયદા થશે?

રોકાણકારોને ઓછા ખર્ચ, ડાયનેમિક એપ્રોચ અને ખોટી એન્ટ્રી-એક્ઝિટથી બચાવવાનો ફાયદો મળશે. ફંડના રિબેલેન્સિંગ પર કોઈ મૂડી લાભ કર લાગશે નહીં, જે તેને ટેક્સ-કાર્યક્ષમ બનાવે છે.

આ NFO માં રોકાણ કરવા માટે લઘુત્તમ કેટલી રકમની જરૂર છે અને એક્ઝિટ લોડ કેટલો છે?

આ NFO માં ઓછામાં ઓછા રૂ. 5,000 થી રોકાણ કરી શકાય છે. જો યુનિટ્સ 30 દિવસની અંદર રિડીમ કરાય, તો 0.50% એક્ઝિટ લોડ લાગશે, ત્યારબાદ કોઈ લોડ લાગશે નહીં.

આ NFO માં રોકાણ ક્યારથી ક્યાં સુધી કરી શકાય છે?

આ NFO 22 જૂન, 2026 ના રોજ ખુલ્યો હતો. રોકાણકારો 6 જુલાઈ, 2026 સુધી તેમાં રોકાણ કરી શકે છે.

ટોપ સ્ટોરી

Dubai luxury Property: દુબઈમાં કેવી રીતે ખરીદી શકાય ઘર, કેટલા રૂપિયા કરવા પડે છે ઈન્વેસ્ટ?
Dubai luxury Property: દુબઈમાં કેવી રીતે ખરીદી શકાય ઘર, કેટલા રૂપિયા કરવા પડે છે ઈન્વેસ્ટ?
ધનતેરસ પહેલા ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોના કરતાં 3 ગણી કેમ ઘટી? જાણો અસલી કારણ
ધનતેરસ પહેલા ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોના કરતાં 3 ગણી કેમ ઘટી? જાણો અસલી કારણ
SBI ની 444 દિવસની સ્પેશિયલ FD યોજના આપે છે બમ્પર રિટર્ન! 5 અને 10 લાખની ગણતરી સમજો
SBI ની 444 દિવસની સ્પેશિયલ FD યોજના આપે છે બમ્પર રિટર્ન! 5 અને 10 લાખની ગણતરી સમજો
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, IT સ્ટોક્સમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, IT સ્ટોક્સમાં મોટો ઘટાડો 

વિડિઓઝ

ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
Karwa Chauth: આજે કરવા ચોથ, જાણો તમારા શહેરમાં ક્યારે નિકળશે ચંદ્ર
Karwa Chauth: આજે કરવા ચોથ, જાણો તમારા શહેરમાં ક્યારે નિકળશે ચંદ્ર
 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે
 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે
વિવિધ માંગો સાથે વનપાલ અને વનરક્ષકો ઉતર્યા હડતાળ પર, મહિલા કર્મચારીઓ બાળકો સાથે હડતાળમાં જોડાઈ
વિવિધ માંગો સાથે વનપાલ અને વનરક્ષકો ઉતર્યા હડતાળ પર, મહિલા કર્મચારીઓ બાળકો સાથે હડતાળમાં જોડાઈ
ઈશાન કિશન IN, વૈભવ સૂર્યવંશી થશે OUT? જુઓ ચોથી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ 11
ઈશાન કિશન IN, વૈભવ સૂર્યવંશી થશે OUT? જુઓ ચોથી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ 11
મસ્ક્યુલર અને પ્રીમિયમ લુક સાથે લોન્ચ થઈ Innova Hycross,E100 ઈંધણથી રોડ પર મચાવશે ધમાલ!
મસ્ક્યુલર અને પ્રીમિયમ લુક સાથે લોન્ચ થઈ Innova Hycross,E100 ઈંધણથી રોડ પર મચાવશે ધમાલ!
Embed widget