શોધખોળ કરો

મે મહિનામાં ટૂ વ્હીલર્સના વેચાણમાં થયો રેકોર્ડ ઘટાડો, જાણો કઈ કંપનીએ કેટલા યૂનિટ્સ વેચ્યા

દેશની સૌથી મોટી ટૂ વ્હીલર મેન્યુફેક્ચરર કંપની હીરો મોટોકોર્પના વેચાણમાં 82.5 ટકાનો રેકોર્ડ ઘટાડો આવ્યો છે. બજાજ ઓટોના વેચાણમાં પણ 70 ટકનો ઘટાડો જોવા મળ્યો છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીથી ભારતની ઓટો ઈન્ડસ્ટ્રીઝને મોટું નુકસાન થયું છે. 24 માર્ચથી લાગુ લોકડાઉનના કારણે કંપનીઓના પ્લાન્ટથી લઈ શો રૂમ બંધ રહ્યા હતા. આ બંધની અસર એપ્રિલ-મે મહિનાના વેચાણમાં જોવા મળી. લોકડાઉનમાં મળેલી છૂટ બાદ કંપનીઓ એકમો તો શરૂ કર્યા પણ વેચાણમાં રેકોર્ડ ઘટાડો જોવા મળ્યો. Hero Motocorp દેશની સૌથી મોટી ટૂ વ્હીલર મેન્યુફેક્ચરર કંપની હીરો મોટોકોર્પના વેચાણમાં 82.5 ટકાનો રેકોર્ડ ઘટાડો આવ્યો છે. ગત વર્ષે આ મહિનામાં કંપનીએ 6,06,216 મોટર સાયકલ વેચી હતી તો ચાલુ વર્ષે કંપનીએ મે મહિનામાં 1,06,038 યૂનિટ્સ વેચ્યા છે. આ ઉપરાંત કંપનીએ ગત વર્ષે મે મહિનામાં 45,812 સ્કૂટર વેચ્યા હતા, જ્યારે ચાલુ વર્ષે મે મહિનામાં માત્ર 6644 યૂનિટ્સનું જ વેચાણ થયું છે. Bajaj Auto બજાજ ઓટોના વેચાણમાં પણ 70 ટકનો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીએ ચાલુ વર્ષે મે મહિનામાં 1,27,128 યૂનિટ્સ વેચ્યા છે, જ્યારે મે 2019માં 4,19,235 યૂનિટ્સ વેચ્યા હતા. કંપનીએ કહ્યું કે ચાલુ મહિને કુલ ઘરેલુ વેચાણ 83 ટકા ઘટીને 40,074 યૂનિટ્સ રહી ગયું છે. ગત વર્ષે મે મહિનામાં કંપનીએ 2,35,824 યૂનિટ્સનું વેચાણ કર્યુ હતું. બજાજના ઘરેલુ ટૂ વ્હીલર વાહનના વેચાણમાં 81 ટકા અને કમર્શિયલ વાહનોના વેચાણમાં 74 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. TVS આ ઉપરાંત ટીવીએસના વેચાણમાં પણ ઘટાડો થયો છે. કંપનીએ ગત વર્ષે આ મહિનામાં 2,36,807 યૂનિટનું વેચાણ કર્યુ હતું, જ્યારે ચાલુ વર્ષે મે મહિનામાં માત્ર 41,067 વાહન વેચ્યા છે. કંપનીના કહેવા મુજબ વેચાણમાં 82.65 ટકાનો ઘટાડો આવ્યો છે. Royal Enfield દમદાર બાઇક્સ માટે જાણીતી રોયલ એનફીલ્ડના વેચાણમાં પણ ઘટાડો આવ્યો છે. ગત મહિને કંપનીએ માત્ર 19,113 યૂનિટ્સ વેચ્યા છે, જ્યારે ગત વર્ષે સમાન મહિનામાં 62,371 યૂનિટ્સ વેચ્યા છે. કંપનીના વેચાણમાં 69.35 ટકાનો ઘટાડો આવ્યો છે. ઘરેલુ બજારની વાત કરીએ એનફીલ્ડે 18,249 મોટર સાયકલ વેચી છે, જ્યારે ગત વર્ષે 18,429 યૂનિટ્સ વેચ્યા હતા.

ટોપ સ્ટોરી

Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત
ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત
દીકરી માટે ₹50 લાખનું ફંડ જોઈએ છે? સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દર મહિને આટલું રોકાણ કરો
દીકરી માટે ₹50 લાખનું ફંડ જોઈએ છે? સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દર મહિને આટલું રોકાણ કરો
સોનું સસ્તું થયુંઃ ₹1.50 લાખની નીચે આવી ગયો ભાવ, ચાંદીમાં પણ મોટો કડાકો
સોનું સસ્તું થયુંઃ ₹1.50 લાખની નીચે આવી ગયો ભાવ, ચાંદીમાં પણ મોટો કડાકો

વિડિઓઝ

Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
કરોડોની Mercedes-Maybach, 34kmpl માઇલેજ, જોઇને ચોંકી જશો તમે
કરોડોની Mercedes-Maybach, 34kmpl માઇલેજ, જોઇને ચોંકી જશો તમે
IND vs WI: બેટ્સમેન કે બૉલર ? કોણ કરશે લખનઉની પીચ પર રાજ, આંકડા ચોંકાવી દેશે
IND vs WI: બેટ્સમેન કે બૉલર ? કોણ કરશે લખનઉની પીચ પર રાજ, આંકડા ચોંકાવી દેશે
Embed widget