શોધખોળ કરો

એક ઓગસ્ટથી બદલાઈ જશે આ નિયમ! તમારા ખિસ્સા પર થશે અસર

1 ઓગસ્ટથી UPI નો ઉપયોગ કરવાના નિયમોમાં ઘણા નવા ફેરફારો લાગુ કરવામાં આવશે

1 ઓગસ્ટ, 2025થી દેશમાં રોજિંદા જીવન સાથે સંબંધિત ઘણા મહત્વપૂર્ણ ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખર્ચ, ટ્રાન્જેક્શન અને બજેટ પર પડી શકે છે. ભલે તમે UPI દ્વારા પેમેન્ટ કરો છો, SBI ક્રેડિટ કાર્ડ ધરાવો છો, આ બધા મોરચે નિયમો બદલાવાના છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI), બેન્કિંગ નિયમનકાર RBI અને તેલ કંપનીઓ તરફથી આવી રહેલા આ ફેરફારો અંગે સતર્ક રહેવું મહત્વપૂર્ણ છે.

UPI પર નવી મર્યાદા આવશે

1 ઓગસ્ટથી UPI નો ઉપયોગ કરવાના નિયમોમાં ઘણા નવા ફેરફારો લાગુ કરવામાં આવશે. હવે જો તમે Paytm, PhonePe અથવા Google Pay જેવી એપ્લિકેશનો દ્વારા દિવસભર ટ્રાન્જેક્શન કરો છો તો આ મર્યાદાઓને ધ્યાનમાં રાખવી મહત્વપૂર્ણ છે.

NPCI અનુસાર, આ ફેરફારો સિસ્ટમને ઝડપી અને વધુ સુરક્ષિત બનાવવા માટે કરવામાં આવી રહ્યા છે, જેથી નેટવર્ક પર બિનજરૂરી લોડ ન વધે.

SBI ક્રેડિટ કાર્ડ ધારકો માટે ખરાબ સમાચાર

જો તમે SBIના કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ ધારક છો તો ઓગસ્ટથી તમારા મફત વીમા કવરમાં મોટો ફેરફાર થવાનો છે. SBIએ ઘણા ELITE અને PRIME કાર્ડ પર ઉપલબ્ધ હવાઈ અકસ્માત વીમા કવર બંધ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ આ કાર્ડ્સ પર  50 લાખથી  1 કરોડ રૂપિયા સુધીનું વીમા કવર ઉપલબ્ધ હતું, પરંતુ હવે આ સુવિધા બંધ કરવામાં આવશે. આ ફેરફાર SBI-UCO, સેન્ટ્રલ બેન્ક, કરુર વૈશ્ય બેન્ક અને PSB ના ભાગીદાર કાર્ડ્સ પર લાગુ થશે.

LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર શક્ય છે

દર મહિનાની જેમ આ વખતે પણ 1 ઓગસ્ટે ઘરેલુ અને કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. જૂલાઈમાં કોમર્શિયલ સિલિન્ડર 60 રૂપિયા સસ્તા થયા હતા પરંતુ ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા હતા. આ વખતે એવી અપેક્ષા છે કે ઘરેલુ ગ્રાહકોને થોડી રાહત મળી શકે છે. જો કિંમતો ઘટે છે તો તે મોંઘવારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે રાહતના સમાચાર હોઈ શકે છે.

CNG અને PNG ના ભાવ પર પણ નજર રાખો

તેલ કંપનીઓ ઘણીવાર મહિનાની પહેલી તારીખે CNG અને PNG ના ભાવમાં સુધારો કરે છે. જોકે, એપ્રિલથી આમાં કોઈ ફેરફાર થયો નથી. એપ્રિલમાં મુંબઈમાં CNG ના ભાવ 79.50 રૂપિયા પ્રતિ કિલો  અને PNG 49 રૂપિયા પ્રતિ યુનિટ હતા. હવે જોવાનું રહેશે કે ઓગસ્ટમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં.

એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવ દ્વારા હવાઇભાડું નક્કી કરવામાં આવશે

એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવમાં પણ ફેરફાર થવાની શક્યતા છે. જો ATF મોંઘુ થાય છે તો હવાઈભાડા વધી શકે છે અને જો તે સસ્તુ થાય છે, તો મુસાફરોને રાહત મળી શકે છે. તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ATF ના ભાવમાં પણ સુધારો કરે છે.

આરબીઆઈની ઓગસ્ટમાં પણ બેઠક

આરબીઆઈની નાણાકીય નીતિ સમિતિ (MPC) 4 ઓગસ્ટથી 6 ઓગસ્ટ વચ્ચે બેઠક કરશે, જેમાં વ્યાજ દરો અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રા બેઠક પછી દરમાં ફેરફારની જાહેરાત કરી શકે છે, જે હોમ લોન, કાર લોન અને EMI ને અસર કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget