શોધખોળ કરો

પેટ્રોલ-ડીઝલનું ટેન્શન ખતમ: હવે પાણીથી ચાલશે વાહનો! વિદેશી કંપનીએ શોધી નવી ફોર્મ્યુલા

water fuel technology: મોનાકોની 'FOWE' કંપનીનો દાવો: નવી ટેકનોલોજીથી ઈંધણમાં 10% સુધીનો બચાવ થશે, ભારત માટે સાબિત થશે આશીર્વાદરૂપ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પાણી ભેળવીને ઈંધણ બચાવતી નવી ટેકનોલોજી વિકસાવવામાં આવી.
  • આ ટેકનોલોજી ૧૦% સુધી ઈંધણની બચત અને પ્રદૂષણ ઘટાડે છે.
  • ભારત માટે ફાયદાકારક, ઈંધણ આયાત ખર્ચમાં ઘટાડો શક્ય.
  • મોટા ઔદ્યોગિક એકમોમાં પરીક્ષણ, ભવિષ્યમાં સામાન્ય વાહનોમાં ઉપયોગ શક્ય.

water fuel technology: દુનિયાભરમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવો અને ઈંધણની અછત વચ્ચે એક વિદેશી કંપનીએ ચોંકાવનારો દાવો કર્યો છે. મોનાકો સ્થિત 'FOWE ઇકો સોલ્યુશન્સ' નામની કંપની એક એવી નવી ટેકનોલોજી લાવી છે, જેમાં પાણીનો ઉપયોગ કરીને ઈંધણ (પેટ્રોલ-ડીઝલ) નો વપરાશ 10% સુધી ઘટાડી શકાશે. ભારત માટે આ સમાચાર ખૂબ જ રાહત આપનારા છે, કારણ કે આપણો દેશ તેની જરૂરિયાતનું 88% ક્રૂડ ઓઇલ વિદેશથી આયાત કરે છે. જો આ ટેકનોલોજી સફળ રહેશે, તો વાહનો અને ઉદ્યોગોમાં બળતણનો ખર્ચ ઘટશે અને દેશની અર્થવ્યવસ્થાને મોટો ફાયદો થશે.

ભારત માટે આ ટેકનોલોજી કેમ છે ખાસ?

ભારત અત્યારે પોતાની જરૂરિયાતનું 88 ટકા ક્રૂડ ઓઇલ બીજા દેશોમાંથી મંગાવે છે. જેના કારણે દેશના વિદેશી હૂંડિયામણનો મોટો હિસ્સો ઈંધણ પાછળ ખર્ચાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અવારનવાર ઈંધણ બચાવવા પર ભાર મુકતા રહ્યા છે. આવા સમયે જો આ ટેકનોલોજી ભારતમાં વ્યાપકપણે સફળ થાય, તો રૂપિયાની કિંમત પર સકારાત્મક અસર પડશે અને આયાત બિલમાં મોટો ઘટાડો નોંધાશે.

આ ટેકનોલોજી કઈ રીતે કામ કરે છે?

કંપનીના જણાવ્યા મુજબ, તેમણે "કેવિટેક ફ્યુઅલ ઇમલ્શન" (Cavitech Fuel Emulsion) નામની પેટન્ટ ટેકનોલોજી બનાવી છે.

આ ટેકનોલોજી એક અનોખી રીતે ઈંધણ અને પાણીને મિક્સ કરે છે.

આ પ્રક્રિયામાં ઈંધણની અંદર પાણીના બારીક ટીપાં બની જાય છે.

જ્યારે આ મિશ્રણ સળગે છે, ત્યારે તે નાના કણોમાં "માઇક્રો-વિસ્ફોટ" (Micro-explosion) કરે છે.

આનાથી ઈંધણ સંપૂર્ણ રીતે અને વધુ સારી રીતે સળગે છે, પરિણામે ઈંધણ ઓછું વપરાય છે અને ધુમાડો પણ ઓછો નીકળે છે. સૌથી સારી વાત એ છે કે આ માટે મશીન કે એન્જિનમાં કોઈ મોટા ફેરફાર કરવાની જરૂર પડતી નથી અને મશીન ચાલુ હોય ત્યારે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

આ પણ વાંચોઃ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી ભડકે બળશે? ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયે વધારી ભારતની ચિંતા

કેટલો ફાયદો થશે અને પ્રદૂષણમાં કેટલો ઘટાડો?

કંપનીના દાવા અને કેટલાક સ્વતંત્ર ટેસ્ટિંગના રિપોર્ટ મુજબ, આ ટેકનોલોજીથી બોઇલર અને જહાજોના એન્જિનમાં 6% થી 10% સુધી ઈંધણ બચાવી શકાયું છે. ભારતમાં પણ કેટલીક રિફાઇનરીઓ અને સ્ટીલ પ્લાન્ટમાં આના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં 3.6% થી 6% સુધીની બચત જોવા મળી છે.

એટલું જ નહીં, FOWE કંપનીનું કહેવું છે કે આનાથી હાનિકારક વાયુઓ જેવા કે NOx અને SOx નું પ્રદૂષણ 40% સુધી ઘટી શકે છે. આ ટેકનોલોજી મશીનોની અંદર જમા થતો કચરો ઘટાડે છે, જેનાથી ભવિષ્યમાં મેન્ટેનન્સનો ખર્ચ પણ બચી જાય છે.

સામાન્ય વાહનોમાં ક્યારે આવશે?

હાલ પૂરતી આ ટેકનોલોજીનો ઉપયોગ સામાન્ય કાર કે બાઈકમાં શરૂ થયો નથી. અત્યારે તેનું ટેસ્ટિંગ મોટા ઔદ્યોગિક એકમો, મોટા જહાજો અને પાવર પ્લાન્ટ્સ પૂરતું મર્યાદિત છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે, જો ઔદ્યોગિક સ્તરે આ પ્રયોગ સફળ રહ્યો, તો આવનારા સમયમાં આપણા રોજિંદા વાહનોમાં પણ આ ટેકનોલોજી જોવા મળી શકે છે.

આ પણ વાંચોઃ પેટ્રોલ ₹3 મોંઘુ થાય તો શું? ટેન્શન છોડો, ₹5 લાખના બજેટમાં આ કાર્સ આપશે બેસ્ટ માઈલેજ

Frequently Asked Questions

પાણીનો ઉપયોગ કરીને ઈંધણની બચત કરતી આ નવી ટેકનોલોજી શું છે?

મોનાકો સ્થિત FOWE ઇકો સોલ્યુશન્સ કંપની 'કેવિટેક ફ્યુઅલ ઇમલ્શન' નામની ટેકનોલોજી વિકસાવી રહી છે. આ ટેકનોલોજી પાણીને ઈંધણમાં એવી રીતે મિક્સ કરે છે કે ઈંધણ વધુ સારી રીતે બળી શકે.

આ ટેકનોલોજી કઈ રીતે કામ કરે છે?

આ ટેકનોલોજી ઈંધણની અંદર પાણીના અત્યંત બારીક ટીપાં બનાવે છે. જ્યારે આ મિશ્રણ સળગે છે, ત્યારે નાના કણોમાં 'માઇક્રો-વિસ્ફોટ' થાય છે, જેનાથી ઈંધણ સંપૂર્ણપણે બળીને ઓછું વપરાય છે.

આ ટેકનોલોજીથી કેટલું ઈંધણ બચી શકે છે?

કંપનીના દાવા મુજબ, આ ટેકનોલોજીથી બોઇલર અને જહાજોના એન્જિનમાં 6% થી 10% સુધી ઈંધણ બચાવી શકાય છે. ભારતમાં થયેલા ટેસ્ટિંગમાં 3.6% થી 6% ની બચત જોવા મળી છે.

શું આ ટેકનોલોજી પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદરૂપ થશે?

હા, FOWE કંપનીના જણાવ્યા મુજબ, આ ટેકનોલોજીથી NOx અને SOx જેવા હાનિકારક વાયુઓનું પ્રદૂષણ 40% સુધી ઘટી શકે છે. તે મશીનોમાં જમા થતો કચરો પણ ઘટાડે છે.

શું આ ટેકનોલોજી સામાન્ય વાહનોમાં પણ ઉપયોગમાં લેવાશે?

હાલમાં આ ટેકનોલોજી મોટા ઔદ્યોગિક એકમો, જહાજો અને પાવર પ્લાન્ટ્સ પૂરતી મર્યાદિત છે. નિષ્ણાતો માને છે કે જો ઔદ્યોગિક સ્તરે સફળતા મળે તો ભવિષ્યમાં રોજિંદા વાહનોમાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Embed widget