શોધખોળ કરો

WFH Survey: ઓફિસ જવું ગમે છે કે વર્ક ફ્રોમ હોમ? સર્વેમાં ભારતીયોએ કરી આ મોડલની માંગ

WFH Survey: કોવિડ 19 (COVID 19) બાદથી જ વર્ક ફ્રોમ હોમનું કલ્ચર શરૂ થઈ ગયું હતું. ત્યાર પછીથી જ લોકોને ઘર બેઠા કામ કરવું ગમે છે. પરંતુ સર્વેમાં તો કંઈક અલગ જ વાત સામે આવી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • તાજેતરના સર્વે મુજબ, 39% કર્મચારીઓ હાઇબ્રિડ મોડેલ પસંદ કરે છે.
  • હાઇબ્રિડ મોડેલ ઘરેથી અને ઓફિસથી કામનું સુમેળભર્યું મિશ્રણ છે.
  • તે કાર્ય-જીવન સંતુલન સુધારીને કર્મચારીનો સંતોષ વધારે છે.
  • મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં ઓફિસથી કામ ફરજિયાત રહે છે.

WFH Survey: વર્ષ 2019 માં જ્યારે COVID મહામારી આવી હતી, તે પહેલા કોઈ પણ વર્ક ફ્રોમ હોમનો કોન્સેપ્ટ જાણતું ન હતું. ખાસ કરીને ભારતમાં. પરંતુ આ મહામારી બાદથી લોકોએ વર્ક ફ્રોમ હોમ કર્યું અને તેમને આ ખૂબ જ ગમ્યું. જો કે આશરે 2-3 વર્ષ સતત ઘરેથી ઓફિસનું કામ કરવું થોડું એક્ઝોસ્ટિંગ પણ લાગવા માંડ્યું હતું. પરંતુ હવે જ્યારે એકવાર ફરીથી વર્ક ફ્રોમ ઓફિસ શરૂ થયું, ત્યારે લોકોને ફરી WFH ની યાદ આવી. આ દરમિયાન હવે એક સર્વેમાં કંઈક નવી જ વાત સામે આવી છે.

 

WFH સર્વેમાં શું આવ્યું સામે?

વાસ્તવમાં તાજેતરમાં જ 'ગ્રેટ પ્લેસ ટુ વર્ક ઇન્ડિયા વોઇસ ઓફ ઇન્ડિયા 2025' નો એક સર્વે સામે આવ્યો છે. આના જણાવ્યા અનુસાર, જો કર્મચારીઓને ઓપ્શન મળે તો 39% લોકો હાઇબ્રિડ વર્ક મોડલને સૌથી વધુ પસંદ કરે છે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે પ્રોફેશનલ સર્વિસીસ અને ટેકનોલોજી સેક્ટરના કર્મચારીઓ હાઇબ્રિડ મોડલને સૌથી વધુ પસંદ કરે છે. હવે કંપનીઓ આ વાત પર વધુ ધ્યાન આપી રહી છે કે કર્મચારીઓ ક્યાંથી કામ કરી રહ્યા છે, તેના બદલે તેઓ કેટલું સારું કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો...Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ

શું છે હાઇબ્રિડ વર્ક મોડલ?

હાઇબ્રિડ વર્ક મોડલ 'વર્ક ફ્રોમ હોમ' અને 'વર્ક ફ્રોમ ઓફિસ' નું મિશ્રણ છે. આમાં કર્મચારીએ અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ ઓફિસ જવાનું હોય છે અને બાકીના દિવસોમાં તે ઘરેથી કામ કરે છે. આને જ હાઇબ્રિડ વર્ક મોડલ કહે છે. આનાથી ઘરે રહીને આરામથી કામ પણ થઈ જાય છે અને થોડા દિવસ ઓફિસ જઈને કામ કરવાથી માઇન્ડ પણ ફ્રેશ થઈ જાય છે. તેથી લોકો આને ખૂબ જ પસંદ કરે છે.

હાઇબ્રિડ વર્ક મોડલના શું ફાયદા છે?

  • આમાં કર્મચારી થોડા દિવસ ઘરેથી અને થોડા દિવસ ઓફિસથી કામ કરે છે.

  • આમાં તેઓ પોતાના કામ અને અંગત જીવન વચ્ચે વધુ સારું સંતુલન (વર્ક લાઈફ બેલેન્સ) બનાવી શકે છે.

  • હાઇબ્રિડ પદ્ધતિથી કામ કરવાથી કર્મચારીઓનો સંતોષ વધે છે, નોકરી છોડવાની સંભાવના ઓછી થાય છે.

  • કંપનીઓને સારા ટેલેન્ટને આકર્ષિત કરવામાં પણ મદદ મળે છે.

WFO ખતમ થઈ જશે?

આ સર્વેનું માનીએ તો એવું નથી. ઘણા એવા સેક્ટર છે જ્યાં ઓફિસ કે સાઇટ પર હાજર રહીને કામ કરવું જરૂરી છે. ઉદાહરણ તરીકે, મેન્યુફેક્ચરિંગ અને પ્રોડક્શન સેક્ટરમાં 72% કર્મચારીઓ આજે પણ મુખ્યત્વે વર્કપ્લેસ પર જઈને કામ કરે છે. જ્યારે, ઓન-સાઇટ કામ કરનારા 59% કર્મચારીઓ પોતાના એમ્પ્લોયરની ઓફિસ કે ફેક્ટરીમાંથી કામ કરે છે.

Frequently Asked Questions

તાજેતરના WFH સર્વેમાં શું જાણવા મળ્યું?

સર્વે મુજબ, જો વિકલ્પ મળે તો 39% લોકો હાઇબ્રિડ વર્ક મોડલને સૌથી વધુ પસંદ કરે છે. પ્રોફેશનલ સર્વિસીસ અને ટેકનોલોજી સેક્ટરના કર્મચારીઓ તેને વધુ પસંદ કરે છે.

હાઇબ્રિડ વર્ક મોડલ એટલે શું?

હાઇબ્રિડ વર્ક મોડલ એટલે 'વર્ક ફ્રોમ હોમ' અને 'વર્ક ફ્રોમ ઓફિસ'નું મિશ્રણ. આમાં કર્મચારી અઠવાડિયામાં થોડા દિવસ ઓફિસ અને બાકીના દિવસો ઘરેથી કામ કરે છે.

હાઇબ્રિડ વર્ક મોડલના મુખ્ય ફાયદા શું છે?

આનાથી કર્મચારીઓ કામ અને અંગત જીવન વચ્ચે વધુ સારું સંતુલન જાળવી શકે છે. તે કર્મચારી સંતોષ વધારે છે, નોકરી છોડવાની સંભાવના ઘટાડે છે અને કંપનીઓને સારા ટેલેન્ટને આકર્ષવામાં મદદ કરે છે.

શું WFO (વર્ક ફ્રોમ ઓફિસ) ખતમ થઈ જશે?

ના, સર્વે અનુસાર એવું નથી. મેન્યુફેક્ચરિંગ અને પ્રોડક્શન જેવા સેક્ટરમાં 72% કર્મચારીઓ આજે પણ વર્કપ્લેસ પર જઈને કામ કરે છે.

Advertisement

ટોપ સ્ટોરી

Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
શેર બજારમાં શાનદાર રિકવરી, સેન્સેક્સ 879 પોઈન્ટ તો નિફ્ટીમાં 289 પોઈન્ટનો ઉછાળો, IT શેરમાં તેજી
શેર બજારમાં શાનદાર રિકવરી, સેન્સેક્સ 879 પોઈન્ટ તો નિફ્ટીમાં 289 પોઈન્ટનો ઉછાળો, IT શેરમાં તેજી
રોજ માત્ર 45 રુપિયાનું રોકાણ કરી બનાવો 25 લાખનું ફંડ! એકદમ ખાસ છે LIC ની આ સ્કીમ, જાણો ફાયદા 
રોજ માત્ર 45 રુપિયાનું રોકાણ કરી બનાવો 25 લાખનું ફંડ! એકદમ ખાસ છે LIC ની આ સ્કીમ, જાણો ફાયદા 
Gold Price Today: સોનાની ફરી વધી ચમક કિંમતમાં ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Price Today: સોનાની ફરી વધી ચમક કિંમતમાં ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો
Embed widget