શોધખોળ કરો

Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?

Bank Locker Tips: બેંક લોકરને સામાન્ય રીતે ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ જો લોકરમાં રાખેલો સામાન ચોરી થઈ જાય કે ગાયબ થઈ જાય, તો જાણો આવી સ્થિતિમાં શું કરવું જોઈએ અને કયા જરૂરી પગલાં ભરવા જોઈએ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • લોકરમાંથી સામાન ગાયબ થતાં તરત બેંકને લેખિત જાણ કરો.
  • શંકાસ્પદ ચોરી માટે તરત પોલીસમાં સત્તાવાર FIR નોંધાવો.
  • RBI નિયમો મુજબ બેંકની જવાબદારી, કિંમતી પુરાવા રાખો.

Bank Locker Tips: લોકો સામાન્ય રીતે રોકડ રકમ, દાગીના, મહત્વના દસ્તાવેજો અને અન્ય કિંમતી ચીજો સુરક્ષિત રાખવા માટે બેંક લોકરનો ઉપયોગ કરે છે. તેને સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી યોગ્ય માનવામાં આવે છે, પરંતુ જો કોઈ દિવસે લોકર ખોલતી વખતે તેમાં રાખેલો સામાન ગાયબ મળે, તો ગ્રાહક સામે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે હવે શું કરવું? આવી સ્થિતિમાં ગભરાવાને બદલે તરત જ કેટલાક જરૂરી પગલાં લેવા જોઈએ, જેથી તમારો સામાન શોધવામાં કે વળતર મેળવવામાં મદદ મળી શકે.

 

બેંકને તાત્કાલિક જાણ કરો

જો તમારા લોકરમાંથી પૈસા, દાગીના કે અન્ય કોઈ મહત્વપૂર્ણ વસ્તુ ગાયબ અથવા ચોરી થઈ હોય, તો સૌથી પહેલા બેંક શાખાના અધિકારીઓને તેની માહિતી આપો. ઘટનાની તારીખ, સમય અને લોકર નંબર જેવી વિગતો લેખિત સ્વરૂપમાં બેંકને સબમિટ કરો અને તે ફરિયાદની એક કોપી તમારી પાસે સુરક્ષિત રાખો. આ સાથે જ બેંક પાસે આવી ઘટનાઓની તપાસ કરવાની પ્રક્રિયા વિશે પૂછપરછ કરીને ઝડપી તપાસ માટે વિનંતી કરો.

આ પણ વાંચો...Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ

પોલીસમાં ફરિયાદ નોંધાવો

જો ચોરી શંકાસ્પદ લાગે તો પોલીસમાં સત્તાવાર ફરિયાદ (FIR) નોંધાવવી એ ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. ફરિયાદમાં ગાયબ થયેલા સામાનની વિગત, અંદાજિત કિંમત અને ઉપલબ્ધ પુરાવાઓની માહિતી અવશ્ય દર્શાવો. દાગીના કે મોંઘી વસ્તુઓના કિસ્સામાં જૂના બિલ, ખરીદીની રસીદ, વીમા દસ્તાવેજ, ફોટોગ્રાફ્સ કે અન્ય ઉપલબ્ધ રેકોર્ડ તમારા દાવાને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. રોકડ રકમના કિસ્સામાં પણ તેને સંબંધિત ઉપલબ્ધ દસ્તાવેજો અને સંજોગોના પુરાવા ઉપયોગી સાબિત થઈ શકે છે.

બેંકની પણ હોય છે જવાબદારી

ભારતીય રિઝર્વ બેંક (RBI) ના લોકર સંબંધિત નિયમો હેઠળ અમુક ખાસ પરિસ્થિતિઓમાં બેંકની જવાબદારી નક્કી કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે, બેંકની બેદરકારી, આગ, ચોરી, ધાડ કે બેંક પરિસરમાં થતી અન્ય નિર્ધારિત ઘટનાઓના કિસ્સામાં ગ્રાહકને યોગ્ય વળતર આપવાની જોગવાઈ છે.

બેંક લોકરના નિયમો ખાસ જાણો

કોઈપણ બેંક શાખામાં લોકર લેતા પહેલા તેની સાથે જોડાયેલા તમામ જરૂરી નિયમો અને શરતો ધ્યાનપૂર્વક વાંચી લેવા જોઈએ. લોકરમાં શું રાખી શકાય અને કઈ વસ્તુઓ રાખવા પર બેંકની જવાબદારી લાગુ પડતી નથી, તેની સ્પષ્ટ માહિતી લોકર એગ્રીમેન્ટ અને બેંકના નિયમોમાં આપવામાં આવે છે. આ ઉપરાંત, કિંમતી સામાનના બિલ, ફોટો અને અન્ય પુરાવા સુરક્ષિત જગ્યાએ રાખવા અત્યંત જરૂરી છે. લોકરની માહિતી અને ચાબી પણ સુરક્ષિત રાખવી જોઈએ, કારણ કે ચાબી ખોવાઈ જવાના કિસ્સામાં તમે પોતે જવાબદાર બનો છો અને આવી સ્થિતિમાં વળતર મળતું નથી.

Frequently Asked Questions

બેંક લોકરનો ઉપયોગ શા માટે થાય છે?

લોકો રોકડ, દાગીના, મહત્વના દસ્તાવેજો અને અન્ય કિંમતી ચીજો સુરક્ષિત રાખવા માટે બેંક લોકરનો ઉપયોગ કરે છે, જેથી સુરક્ષાની દ્રષ્ટિએ તે યોગ્ય ગણાય છે.

જો લોકરમાંથી સામાન ગાયબ થાય તો સૌથી પહેલા શું કરવું જોઈએ?

જો લોકરમાંથી સામાન ગાયબ થાય, તો તરત જ બેંક શાખાના અધિકારીઓને લેખિતમાં તેની જાણ કરો. ઘટનાની વિગતો આપો અને ફરિયાદની કોપી તમારી પાસે રાખો.

બેંક કઈ પરિસ્થિતિઓમાં ગ્રાહકને વળતર આપવા જવાબદાર છે?

RBI નિયમો મુજબ, બેંકની બેદરકારી, આગ, ચોરી, ધાડ કે બેંક પરિસરમાં થતી નિર્ધારિત ઘટનાઓમાં બેંક ગ્રાહકને યોગ્ય વળતર આપવા જવાબદાર છે.

લોકર લેતા પહેલા અને તેનો ઉપયોગ કરતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ?

લોકર લેતા પહેલા તમામ નિયમો અને શરતો ધ્યાનપૂર્વક વાંચો. કિંમતી સામાનના બિલ, ફોટો અને અન્ય પુરાવા સુરક્ષિત રાખો. ચાવી પણ સંભાળીને રાખવી જોઈએ.

ટોપ સ્ટોરી

Rule Change: NPSના નિયમોમાં મોટો ફેરફાર! હવે આ લોકો સરળતાથી ખોલાવી શકશે એકાઉન્ટ
Rule Change: NPSના નિયમોમાં મોટો ફેરફાર! હવે આ લોકો સરળતાથી ખોલાવી શકશે એકાઉન્ટ
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
Tractor Subsidy: ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 3 લાખની મદદ, ખેડૂતો આ રીતે કરી શકશે અરજી
Tractor Subsidy: ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 3 લાખની મદદ, ખેડૂતો આ રીતે કરી શકશે અરજી
19 નવેમ્બરે સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજના લેટેસ્ટ ભાવ
19 નવેમ્બરે સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજના લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Hindu Population: 2070માં ઘટશે હિંદુઓની વસ્તી? મુસ્લિમો હશે સૌથી વધુ, જાણો કેટલું હશે અંતર?
Hindu Population: 2070માં ઘટશે હિંદુઓની વસ્તી? મુસ્લિમો હશે સૌથી વધુ, જાણો કેટલું હશે અંતર?
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Rule Change: NPSના નિયમોમાં મોટો ફેરફાર! હવે આ લોકો સરળતાથી ખોલાવી શકશે એકાઉન્ટ
Rule Change: NPSના નિયમોમાં મોટો ફેરફાર! હવે આ લોકો સરળતાથી ખોલાવી શકશે એકાઉન્ટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
Embed widget