શોધખોળ કરો

ICICI વધારીને 50000 રુપિયા કર્યું મિનિમમ બેલેન્સ, જાણો સેવિંગ્સ એકાઉન્ટ પર અન્ય બેંકોની શું છે શરતો 

મોટાભાગની સરકારી બેંકોએ બચત ખાતાઓ પર લઘુત્તમ બેલેન્સ મર્યાદા નાબૂદ કરી છે. પહેલા ચોક્કસ રકમ રાખવી ફરજિયાત હતી, પરંતુ હવે ગ્રાહકો આ ઝંઝટમાંથી મુક્ત થયા છે.

Minimum Balance On Saving Accounts: તાજેતરમાં મોટાભાગની સરકારી બેંકોએ બચત ખાતાઓ પર લઘુત્તમ બેલેન્સ મર્યાદા નાબૂદ કરી છે. પહેલા ચોક્કસ રકમ રાખવી ફરજિયાત હતી, પરંતુ હવે ગ્રાહકો આ ઝંઝટમાંથી મુક્ત થયા છે. જોકે, ઘણી સરકારી બેંકોમાં આ શરતો હજુ પણ લાગુ પડે છે. આવી સ્થિતિમાં જો તમે બેંકમાં ખાતું ખોલવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે, કારણ કે કોઈપણ બેંકમાં ખાતું ખોલતા પહેલા તેમાં રાખવામાં આવતું  મિનિમમ બેલેન્સ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

કઈ બેંકોના નિયમો શું છે

ખાનગી ક્ષેત્રની મોટી બેંકોમાંની એક, ICICI બેંકે બચત ખાતા ધારકો માટે લઘુત્તમ બેલેન્સની શરતોમાં ફેરફાર કર્યો છે અને મોટા શહેરોની શાખાઓ માટે આ મર્યાદા 50,000 રૂપિયા કરી છે, જે પહેલા 10,000 રૂપિયા હતી. તેવી જ રીતે, અર્ધ-શહેરી શાખાઓમાં લઘુત્તમ બેલેન્સ 25,000 રૂપિયા કરી દેવામાં આવ્યું છે, જે પહેલા 5,000 રૂપિયા હતું, જ્યારે ગ્રામીણ શાખાઓમાં તે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવ્યું છે, જે પહેલા 2,500 રૂપિયા હતું. આ નિયમ 1 ઓગસ્ટથી અમલમાં આવ્યો છે.

વાસ્તવમાં, દરેક બેંકે પોતાના હિસાબે લઘુત્તમ બેલેન્સ નક્કી કર્યું છે. આ રકમ તમારે તમારા ખાતામાં રાખવાની હોય છે, અને જો એક મહિનામાં બેલેન્સ આ મર્યાદાથી નીચે જાય છે, તો બેંક ગ્રાહકોને દંડ ફટકારે છે. અગાઉ, મોટાભાગની સરકારી બેંકોમાં શહેરી વિસ્તારો માટે લઘુત્તમ રકમ 1,000 થી 4,000  રૂપિયા સુધી નક્કી કરવામાં આવતી હતી, પરંતુ હવે કેનેરા બેંક, બેંક ઓફ ઈન્ડિયા અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિત ઘણી બેંકોએ બચત ખાતા પર લઘુત્તમ બેલેન્સની શરત નાબૂદ કરી દીધી છે.

જોકે, આ શરત હજુ પણ ખાનગી બેંકોમાં લાગુ છે. HDFC અને કોટક મહિન્દ્રા બેંકમાં બચત ખાતાનું લઘુત્તમ બેલેન્સ 10,000 રૂપિયા, બંધન બેંકમાં 5,000 રૂપિયા અને એક્સિસ બેંકમાં 12,000  રૂપિયા છે. 

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI એ 5 વર્ષ પહેલા લઘુત્તમ સરેરાશ બેલેન્સનો નિયમ નાબૂદ કર્યો હતો. આનો અર્થ એ થયો કે સ્ટેટ બેંકના ગ્રાહકો કોઈપણ ચિંતા વગર તેમની જરૂરિયાત મુજબ તેમના ખાતામાં પૈસા રાખી શકે છે.                  

ટોપ સ્ટોરી

રોજ માત્ર ₹172 બચાવો અને મેળવો પૂરા ₹28.5 લાખ: જાણો LIC ની આ શાનદાર પોલિસી વિશે
રોજ માત્ર ₹172 બચાવો અને મેળવો પૂરા ₹28.5 લાખ: જાણો LIC ની આ શાનદાર પોલિસી વિશે
સરકારી યોજનાનો મોટો ફાયદો: પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ કરીને આ રીતે બનાવો ₹16,00,000 નું ફંડ
સરકારી યોજનાનો મોટો ફાયદો: પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ કરીને આ રીતે બનાવો ₹16,00,000 નું ફંડ
8મું પગાર પંચઃ લેવલ 5 થી 8 ના કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે? સમજો સંપૂર્ણ ગણિત
8મું પગાર પંચઃ લેવલ 5 થી 8 ના કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે? સમજો સંપૂર્ણ ગણિત
LPG e-KYC: માત્ર 2 દિવસ બાકી! ઘરે બેઠા સ્માર્ટફોનથી પતાવો કામ, નહીંતર બંધ થઈ જશે કનેક્શન!
LPG e-KYC: માત્ર 2 દિવસ બાકી! ઘરે બેઠા સ્માર્ટફોનથી પતાવો કામ, નહીંતર બંધ થઈ જશે કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget