શોધખોળ કરો

સીએમ વિજય રૂપાણી જશે પીએમ મોદીની મુલાકાતે, મંત્રીમંડળ પણ હશે સાથે

અમદાવાદ:ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના મંત્રીમંડળના તમામ સભ્યોને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી જશે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત આવું થશે. મુખ્યમંત્રી એકલા નહીં, પરંતુ મંત્રીમંડળના તમામ સભ્યોને સાથે લઇને દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને મળવા જશે. સામાન્ય રીતે રાજ્યના કોઇપણ મુખ્યમંત્રી બન્યા પછી તેઓ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને મળવા જતાં હોય છે. પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણી શુભેચ્છા મુલાકાતે એકલા જવાને બદલે નવો અભિગમ દાખવી બધાને સાથે લઈ જશે. રૂપાણી મંત્રીમંડળ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન મેળવશે. મુખ્યમંત્રી કચેરી દ્વારા વડાપ્રધાનની મુલાકાતનો સમય માંગવામાં આવ્યો છે. વડાપ્રધાનની અપોઇન્ટમેન્ટ  મળ્યા બાદ ટીમ રૂપાણી દિલ્હી જશે. ગુજરાતમાં 13 વર્ષ સુધી મુખ્યમંત્રી પદ સંભાળનાર અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના શપથ સમારોહમાં હાજર ન રહી શક્યાં હોવાથી અને વડાપ્રધાનને ગુજરાત સાથે નાતો હોવાથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અગાઉ પોતે એકલા જવાના હતા, પરંતુ મંત્રીમંડળના અન્ય સાથીઓ પણ નરેન્દ્ર મોદી સાથે સંબંધ ધરાવતાં હોવાથી તેમનું માર્ગદર્શન મેળવવા મંત્રીમંડળના તમામ સભ્યો પણ સાથે જશે.રૂપાણીના નવા મંત્રીમંડળના ઉત્સાહમાં વધારો કરવા અને તેમને વહીવટી બાબતોનું સચોટ માર્ગદર્શન મળી રહે તે માટે નરેન્દ્ર મોદી તેમને માર્ગદર્શન આપશે. નરેન્દ્ર મોદી સાથે ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રી મંડળની એક કલાકની વિશેષ બેઠક યોજાય તેવી શક્યતા સત્તાવાર સૂત્રોએ વ્યક્ત કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી

અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા

8મું પગાર પંચ: 1947 થી અત્યાર સુધી ક્યારે કેટલો વધ્યો લઘુત્તમ પગાર? જુઓ આંકડા

Iran Hit List: ટ્રમ્પ અને મેલોની સહિત વિશ્વના 13 નેતાઓ ઈરાનના હિટ લિસ્ટમાં?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં

અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ

Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ

હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી

Embed widget