શોધખોળ કરો

Gujarat Election 2022 : બીજા તબક્કાની 93 બેઠક માટે પ્રચાર તેજ, દિગ્ગજ નેતા આ જિલ્લામાં ગજવશે સભા

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચાર પડઘમ શાંત થયા છે. ત્યારે બીજા તબક્કાની 93 બેઠક માટે નેતાઓની મેરેથોન સભા યોજાશે

Gujarat Election 2022 :ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચાર પડઘમ શાંત થયા છે. ત્યારે બીજા તબક્કાની 93 બેઠક માટે નેતાઓની મેરેથોન સભા યોજાશે

ગુજરાત વિધાનસભાની પહેલા તબકકાની ચૂંટણી 1 ડિસેમ્બરે 19 જિલ્લામાં યોજાશે. જેના પ્રચાર બાદ હવે બીજા તબક્કાની 93 બેઠકો પર વિજય મેળવવા માટે ભાજપના દિગ્ગજોઓ પ્રચાર પ્રસાર કાર્ય તેજ કર્યું છે. આજે ભૂપેન્દ્ર પટેલનો બાપુનગરમાં રોડ શો યોજાશે. આજે અમિતશાહ, જેપી નડ્ડા સહિતના દિગજ્જો સભાને સંબોધશે. કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહ, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના અનેક નેતાઓ આજે સભા ગજવશે, આજે  માણસા અમિત શાહ જનસભાને સંબોધિત કરશે તો  અમદાવાદના જમાલપુરમાં જેપી નડ્ડાનો રોડ શો યોજાશે.   અમદાવાદ અને બાલાસિનોરમાં રાજનાથ સિંહ, પાદરામાં પરેશ રાવલ જનસભાને સંબોધિત કરશે, ડીસામાં પુરૂસોત્તમ રૂપાલા જાહેરસભા સંબોધશે..

પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે આવતી કાલે મતદાન

આવતીકાલે એટલે કે 1 ડિસેમ્બરે  ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકો મતદાન યોજાશે.  ભાજપ ગુજરાતમાં તેની સતાને ટકાવી રાખવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં સતા પરિવર્તન માટે કમર કસી રહી છે.  આ વખતે પહેલી વાર ત્રીજો પક્ષ ગુજરાતમાં બધીજ બેઠક પર ચૂંટણી લડી રહ્યો છે. જેથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ વધુ રસપ્રદ બન્યો છે.  

13 બેઠક SC, 27 બેઠક ST સહિત કુલ 40 બેઠક અનામત 

ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 40 બેઠકો અનામત છે. જેમાં 13 બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અને 27 બેઠક અનુસૂચિત જનજાતિ ( ST) અનામત રહેશે. ગતા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 99 અને કોંગ્રેસને 77 બેઠક મળી હતી, જ્યારે BTPને 2 સીટ અને 4 સીટ પર અપક્ષ જીત્યા હતા.

2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાંથી ભાજપને 23, કોંગ્રેસને 30 બેઠક મળી હતી

સૌરાષ્ટ્ર-કચ્છની કુલ 54 વિધાનસભા બેઠક છે. જેમાંથી ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 23 બેઠક મળી હતી. જ્યારે, ૩૦ બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો. એકમાત્ર NCPને મળી હતી.

Gujarat Election 2022: વડોદરામાં વડાપ્રધાન મોદીએ કહ્યુ- કોરોનામાં ગરીબોને વેક્સિન મળે તેની અમે ચિંતા કરી

વડોદરાઃ વડોદરાના નવલખી મેદાનમાં વડાપ્રધાન મોદીએ ચૂંટણી સભા સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ સભાને સંબોધતા યુપીએ સરકાર પર પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે યુપીએ સરકારમાં છાશવારે હુમલા અને કર્ફ્યૂ થતા  હતા. આજે પણ કોગ્રેસ શાસિત રાજ્યમાં હુલ્લડો અને કર્ફ્યૂ થાય છે. દુનિયાના સૌથી ઓછા રૂપિયામાં ઇન્ટરનેટ ભારતમાં છે. 5જીના યુગમાં પ્રવેશ કરવાનો સમય આવ્યો છે. ગરીબ અને સામાન્ય માણસનો હાથ પકડીને આગળ વધવાનું છે.

તેમણે કહ્યું કે નરેન્દ્ર-ભૂપેન્દ્ર સરકાર ગરીબોને સાથે લઇને ચાલે છે. કોરોનામાં ગરીબોને વેક્સિન મળે તેવી અમે ચિંતા કરી છે. કોરોનામાં ભાજપની સરકારે ગરીબોની ચિંતા કરી છે. અત્યાર સુધીમાં સાત લાખ જેટલા પાકા ઘર ગરીબો માટે બનાવ્યા છે.  છેતરપિંડી કરનારા બિલ્ડરો માટે રેરાનો કાયદો લાવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક
Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
Embed widget