શોધખોળ કરો

Accident: સાયકલ પર જતાં બાળકને ઓવરસ્પીડમાં આવતાં ટ્રેકટરે મારી ટક્કર, માસૂમનું મૃત્યુ

રોડ અકસ્માતમાં વધુ એક માસૂમે જીવ ગુમાવ્યો છે. સાયકલ પર જતાં માસૂમને ટ્રેક્ટરે કચડી નાખતા કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.

Accident:મહેસાણામાં  અલગ અલગ  બે હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં એક માસૂમનો જીવ ગયો છે તો અન્ય એક ઘટનાં બાઇક સવારની ગંભીર ઇજા પહોંચી છે. મહેસાણાના લખવડ ગામ પાસે ટ્રેક્ટર ચાલકે સાયકલ પર જતાં બાળકને અડફેટે લેતા બાળકનું કરૂણ મોત નિપજ્યું છે. અકસ્માતમાં બાળકના મોતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ટ્રેકટર ચાલાક  અકસ્માત બાદ સ્થળેથી ફરાર થઇ ગયો હતો. માસૂમના મોતથી પરિવારજનામાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

તો બીજી તરફ મહેસાણાના આખજ ગામ પાસે  અજાણ્યા વાહને બાઇક સવારને અડફેટે લેતા બાઇક સવારને ગંભીર ઇજા પહોંચી હતી.ઇજાગ્રસ્તને તાબડતોબ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યો હતો. બંને અલગ અલગ ઘટનામાં વાહન ચાલકને લાપરવાહીને લઇને પોલીસે ગુનો નોંઘીને વધુ તપાસ હાથ ધરી છે.  

માણાવદરના બાપોદર ગામની વિદ્યાર્થીની માટે પ્રવાસ બન્યો અંતિમ યાત્રા, વોટર સ્લાઈડના દોરડામાં પગ ફસાતા થયું કરૂણ મોત

 ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઘણી શાળાઓ દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે. આ દરમિયાન જૂનાગઢના માણાવદરના બાપોદર ગામના વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસ માટે જૂનાગઢ આવ્યા હતા. પ્રવાસમાં છેલ્લે સૂરજ ફનવર્લ્ડની મુલાકાતે બાળકોને લઇ જવાયા હતા. જ્યાં વોટર સ્લાઇડના દોરડામાં એક વિદ્યાર્થીનીનો પગ ફસાયા બાદ તે 10 ફૂટ ઉપર ગઇ હતી જ્યાં લોખંડમાં તે ભટકાઇને જમીન પર પટકાતાં તેનું મોત નિપજ્યું હતું. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, માણાવદર તાલુકાની બાપોદર સરકારી પ્રાથમિક શાળામાંથી બાળકોને શૈક્ષણિક પ્રવાસ માટે જૂનાગઢ લાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીનું નામ પાલી કાકડીયા છે. હાલ પોલીસે સમગ્ર બનાવ મુદ્દે તપાસ હાથ ધરી છે.

વલસાડમાં પતંગ ચગાવતા છ વર્ષના બાળકનું મોત થયું છે. ખાટકીવાડ વિસ્તારમાં ધાબા પરથી પટકાતા બાળકનું મોત થયું હતું. ખુશ્બુ એપાર્ટમેન્ટમાં પરવેઝ શેખ નામના બાળકનું મોત થયું હતું. બાળકના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો હતો. પરવેઝ શેખ પતંગ ચગાવતા ચગાવતા ધાબા પરથી નીચે પટકાયો હતો.  વલસાડના ખાટકીવાડ વિસ્તારમાં પતંગ ચગાવી રહેલો છ વર્ષનો બાળક ધાબા પરથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘાયલ બાળકને સારવાર માટે વલસાડની કસ્તૂરબા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેનુ મોત થયું હતું. બાળકને  ઈમરજન્સી વોર્ડમાં ખસેડતા ફરજ પરના તબીબોએ તેને પ્રાથમિક સારવાર આપી આઇસીયુ વોર્ડમાં સારવાર હેઠળ ખસેડ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. બાળકના મોતથી સમગ્ર પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 
jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
Police Transfer: અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર, 19 PI અને 41 PSI ની આંતરિક બદલીના આદેશ
Police Transfer: અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર, 19 PI અને 41 PSI ની આંતરિક બદલીના આદેશ
Embed widget