શોધખોળ કરો
Advertisement
પરેશ ધાનાણીના ગઢમાં જ ગાબડું! ગુમ થયેલા કોંગ્રેસના એક MLA આપી શકે છે રાજીનામું?
રાજયસભાની ચૂંટણીનું રાજકારણ ગરમાયું છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીના જ ગઢમાં ગાબડુ પડે તેવી શક્યતા છે. સંર્પક વિહોણા ધારાસભ્ય કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવી સંભાવના છે.
અમદાવાદ: રાજ્યસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે ત્યારે હોર્સ ટ્રેડિંગના ડરના કારણે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને જયપુરના શિવ વિલાસ રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા છે. જોકે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ગઢમાં જ ગાબડું પડે તેવી સંભાવના છે. જેને લઇને અનેક ચર્ચાઓ ચાલી રહી છે.
રાજયસભાની ચૂંટણીનું રાજકારણ ગરમાયું છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીના જ ગઢમાં ગાબડુ પડે તેવી શક્યતા છે. વિપક્ષ નેતા ધારાસભ્યનો સંપર્ક કરવાની કોશિષ કરી રહ્યા હતા પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. સંર્પક વિહોણા ધારાસભ્ય કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવી સંભાવના છે. હાલ આ ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ગુજરાતમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, કોંગ્રેસ ધારાસભ્યોને બહાર મોકલવામાં વ્યસ્ત રહી ત્યારે ભાજપે ખેલ પાડી દીધો તેવી ચર્ચા ચાલી રહી છે. છેલ્લા ઘણાં સમયથી પ્રમુખ અને વિપક્ષ નેતા આ ધારાસભ્યનો સંર્પક કરી રહ્યાં હતા જોકે સંર્પક થઈ શક્યો નહતો. જોકે હાલ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે, ગુમ થયેલા ધારાસભ્ય આજે રાજીનામું આપે તેવી સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement