શોધખોળ કરો

છેલ્લા 12 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલો વરસાદ ખાબક્યો? જાણો લેટેસ્ટ આંકડા

છેલ્લા 12 કલાકલમાં વાપીમાં 10 ઈંચ વરસાદ, કપરાડામાં 9 ઈંચ, વલસાડમાં 8 ઈંચ, ઉમરગામમાં 7 ઈંચ, પારડીમાં 6 ઈંચ અને ધરમપુરમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

સુરતઃ શનિવારે શરૂ થયેલા ધોધમાર વરસાદે દક્ષિણ ગુજરાતને ધમરોળી નાખ્યું છે. છેલ્લા 24 કલાકથી વરસી રહેલા વરસાદ વચ્ચે વાપીમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી હતી. શનિવારે રાતે 12 વાગ્યાથી રવિવારે સવારે 10 વાગ્યા સુધીમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારને ઠેર-ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા હતાં. પાણી ભરાતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. છેલ્લા 12 કલાકલમાં વાપીમાં 10 ઈંચ વરસાદ, કપરાડામાં 9 ઈંચ, વલસાડમાં 8 ઈંચ, ઉમરગામમાં 7 ઈંચ, પારડીમાં 6 ઈંચ અને ધરમપુરમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. ભિલાડ ચેક પોસ્ટ નજીક હાઈ-વે પર વરસાદી પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. વાપી જીઆઈડીસી નજીક પણ પાણી ભરાયા હતા અને વાપી-મુંબઈ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. વલસાડ-કપરાડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે નીચાણ વાળા વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયાં હતા.મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાતાં લોકોને પારાવાર મુશ્કેલી સર્જાઈ હતી. દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામા ખેરગામમાં 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વાપી, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે સોસાયટીઓ અને રસ્તાઓમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. જેના કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલી બન્યું હતું. વાપીનાં ગુંજન વિસ્તારમાં ભારે વરસાદને પગલે ઘૂંટણ જેટલા પાણી ભરાઇ ગયા છે.લોકોનાં ઘર અને દુકાનોમાં પાણી ભરાઇ જવાને કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાપીની બિલ ખાડી પણ ઓવરફ્લો થઈ છે. જેના કારણે આસપાસનાં વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. શહેરનાં મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતાં. ફ્લેટનાં પાર્કિંગમાં પાણી ભરાતા વાહનોમાં પાણીમાં ગરકાવ થઇ ગયા હતાં. શહેરની અનેક દુકાનોમાં પાણી ભરાયા. દુકાનોમાં પાણી ભરાતા વસ્તુઓ પાણીમાં પલળી હતી.

ટોપ સ્ટોરી

પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Embed widget