શોધખોળ કરો

Gujarat Monsoon 2026: રાજ્યમાં ચોમાસું સારૂ રહેવાની 11 તજજ્ઞોની આગાહી,  40થી 50 ઈંચ વરસાદ વરસશે

રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં જળક્રાંતિ ટ્રસ્ટના માધ્યમથી યોજાયેલી બેઠકમાં સૌરાષ્ટ્રના આગાહીકારોએ ચોમાસાને લઈને આગાહી કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સૌરાષ્ટ્રના આગાહીકારોએ સારા ચોમાસાની આગાહી કરી.
  • 15 જૂનથી ખેડૂતો પહેલી વાવણી કરી શકશે.
  • ચોમાસામાં હોનારત કે વાવાઝોડાનો કોઈ ભય નથી.
  • ચોમાસું 15 ઓક્ટોબર આસપાસ વિદાય લેશે.

રાજકોટ: રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં જળક્રાંતિ ટ્રસ્ટના માધ્યમથી યોજાયેલી બેઠકમાં સૌરાષ્ટ્રના આગાહીકારોએ ચોમાસાને લઈને આગાહી કરી છે.  સૌરાષ્ટ્રના આગાહીકારોએ ચોમાસામાં સારા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યુ. 11 જેટલા વર્ષા વિજ્ઞાન તજજ્ઞોની આ બેઠકમાં આગામી ચોમાસા અને ખેડૂતોની વાવણી અંગે ચર્ચા કરવામાં આવી. ચર્ચા બાદ આગાહીકારોના મતે  સારો વરસાદ વરસી શકે છે.

ખેડૂતો પહેલી વાવણી 15 જૂને કરી શકશે

આગાહીકારોના મતે ખેડૂતો પહેલી વાવણી 15 જૂને, બીજી વાવણી 21 જૂનથી 24 જૂન અને ત્રીજી વાવણી ત્રણ જુલાઈએ કરી શકશે. એટલુ જ નહીં ચોમાસામાં હોનારત કે વાવાઝોડાનો કોઈ ભય ન હોવાનું પણ આગાહીકારોનું અનુમાન છે. 15 ઓક્ટોબર આસપાસ ચોમાસું વિદાય લેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. 

આ પણ વાંચો- Heavy Rain Alert: આગામી 72 કલાક વરસાદનું એલર્ટ, આ રાજ્યોને લઈ હવામાન વિભાગની ચેતવણી 

સૌરાષ્ટ્રના આગાહીકારોએ ચોમાસાને લઈને આગાહી કરી છે. ગુજરાતમાં સારૂ ચોમાસુ રહેવાની અને 40 થી 50 ઈંચ વરસાદ પડવાની  આગાહી કરી છે. રાજકોટમાં યોજાયેલી જળક્રાંતિ ટ્રસ્ટ બેઠકમાં 11 જેટલા વર્ષા વિજ્ઞાન તજજ્ઞો હાજર રહ્યા.આ બેઠકમાં આગામી ચોમાસા, વાવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી.  ખેડૂતોને વાવણી માટે પણ ત્રણ તબક્કા જાહેર કરવામાં આવ્યા હતા.  ગુજરાતમાં કુદરતી હોનારત કે વાવાઝોડાનો પણ કોઈ ભય ન હોવાનું બેઠકમાં જણાવાયું છે. 

વર્ષ 2026માં ચોમાસું માત્ર વહેલું જ નહીં પણ લાંબુ પણ ચાલશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તજજ્ઞોની આગાહી અનુસાર,  ગુજરાતમાંથી ચોમાસું 15 ઓક્ટોબરની આસપાસ વિદાય લેશે.

પ્રી-મોન્સૂનને લઈ દેશના હવામાનમાં આવ્યો પલટો

પ્રી-મોન્સૂન સીઝનના આગમન પછી દેશના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે.  આ કારણે ઘણા રાજ્યોમાં વરસાદ ફરી શરૂ થયો છે. 2025 ની ચોમાસાની સીઝનમાં દેશભરમાં રેકોર્ડબ્રેક વરસાદ પડ્યો હતો. આને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોએ 2026 માટે પણ સારા વરસાદની આગાહી કરી હતી. જોકે  હવે અહેવાલો છે કે અલ નીનો વરસાદને અસર કરી શકે છે. આ દરમિયાન, દેશભરમાં પ્રી-મોન્સૂન પેટર્ન બદલાઈ ગઈ છે. પરિણામે, ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 72 કલાક માટે ઘણા રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.   

ટોપ સ્ટોરી

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget