શોધખોળ કરો

Gujarat rain : રાજ્યમાં અતિભારે વરસાદ બન્યો આફતરૂપ, 15નાં મૃત્યુ, 181 ઝાડ ધરાશાયી, 17 હજાર લોકોનું સ્થળાંતર

Gujarat rain : સતત 84 કલાક વરસેલા વરસાદથી અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ છે.  બે દિવસમાં અમદાવાદ શહેરમાં 181 વૃક્ષો ધરાશાયી થયા.  તો હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ઓસર્યા નથી.

Gujarat rain : રાજ્યમાં ત્રણ સિસ્ટમના કારણે મોનસૂન સક્રિય બન્યું છે.  ડિપ્રેશન,મોન્સૂન ટ્રફ અને ઓફ શોર  ટ્રફના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં વરસેલા અનરાધાર વરસાદે તારાજી પણ સર્જી છે. ,  છેલ્લા ચાર દિવસ વરસેલા સાર્વત્રિક મેઘતાંડવમાં અત્યાર સુધીમાં રાજ્યભરમાં 15 લોકોના મોત  થયા છે, હવામાન વિભાગે ભારે પવન સાથે અતિ ભારે વરસાદની આગાહી કરતાં પ્રસાશને એનડીઆરફની ટીમને સ્ટેન્ડ બાય રાખી છે.

અમદાવાદના અનેક વિસ્તાર જળમગ્ન

સતત 84 કલાક વરસેલા વરસાદથી અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ છે.  બે દિવસમાં અમદાવાદ શહેરમાં 181 વૃક્ષો ધરાશાયી થયા.  તો હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ઓસર્યા નથી.વરસાદી આફત વચ્ચે NDRF,SDRF સહિતની કેન્દ્રની એજન્સીઓના જવાનોના રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં દિલધડક રેસ્ક્યુ કર્યું  75 સગર્ભાઓને આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાઈ, તો એકની 108 વાનમાં પ્રસૃતિ કરવાની ફરજ પડી હતી.ધોધમાર વરસાદને પગલે અમદાવાદ એયરપોર્ટના એપ્રન અને ટર્મિનલ-2માં  પાણી ભરાતા  લોકોની હાલાકી વધી હતી. વરસાદના કારણએ 50થી વધુ ફ્લાઈટ  મોડી પડી  હતી.

ગુજરાતમાં અત્યારસુધીમાં 17,827 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 1,653 લોકોનું રૅસ્ક્યૂ કરવામાં આવ્યું છે.અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની 13 અને એસડીઆરએફની 22 ટીમ કાર્યરત્ છે.સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 244 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.

ક્યાં કેટલો વરસ્યો વરસાદ

છેલ્લા 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 10 ઈંચથી વધુ વરસાદ વરસ્યો. વલસાડ અને નવસારીની તમામ નદીઓમાં ઘોડાપુર સર્જાતા 2700થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાર્વત્રિક ચારથી 12 ઈંચ વરસાદથી કચ્છમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.  માંડવીમાં સાડા બાર, નખત્રાણામાં 11 ઈંચ, રાપર,અંજાર અને લખપતમાં   પાંચ પાંચ ઈંચ વરસાદ વરસ્યો.

અત્યાર સુધીમાં રાજ્યમાં કેટલો વરસસ્યો વરસાદ

ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં રાજ્યમાં 100 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. છેલ્લા ચાર દિવસમાં 25 ટકાથી વધુ વરસાદ ખાબક્યો છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ 99 ઈંચ વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનનો કચ્છમાં અત્યાર સુધીમાં 116.79 ટકા વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 108.20 અને સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 101.52 ટકા વરસાદ વરસી  ચૂક્યો છે.મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 98.74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં પણ ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 79.99 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.

રાજ્યના કેટલા ડેમ થયા ઓવરફ્લો?

ધોધમાર વરસેલા વરસાદથી રાજ્યના 207 પૈકી 77 જળાશયો ઓવરફ્લો  થયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 61, તો દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતમાં છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ સંપૂર્ણ ભરાયા છે.પાણીની ભરપૂર આવકથી રાજ્યના 122 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 96 જળાશયો હાઈએલર્ટ, તો 80થી 90 ટકા ભરાયેલા 19 ડેમ એલર્ટ અને 70થી 80 ટકા ભરાયેલા સાત ડેમ વોર્નિંગ પર છે.

આ પણ વાંચો

Gujarat rain forecast: ગુજરાતના આ જિલ્લામાં પવન સાથે અતિ ભારે વરસાદની હવામાન વિભાગની ચેતવણી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?
રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
Embed widget