શોધખોળ કરો

બોટાદ જિલ્લામાં વધુ 2 કોરોનાના કેસ આવ્યા સામે, 4 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ

બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 11 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે.

બોટાદઃ જિલ્લામાં કોરોનાનો ભરડો વધી રહ્યો છે. બોટાદમાં વધુ બે કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે. વોરવાડ વિસ્તારમાં 80 વર્ષના વૃદ્ધ અને 4 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ બોટાદ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 50એ પહોંચી ગઈ છે. બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 11 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. બોટાદના 2 લોકો હાલમાં ભાવનગર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે 36 લોકો સાળંગપુર કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો  7 મેના રોજ 24 કલાકમાં 388 નવા કેસ નોંધાયા હતા જ્યારે વધુ 29 દર્દીઓના મોત થયા હતા અને 209 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 7013 પર પહોંચી છે અને મૃત્યુઆંક 425 પર પહોંચ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી. 7 મેના રોજ નોંધાયેલા કુલ કોરોના કેસ પૈકી અમદાવાદમાં 275 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે અરવલ્લી-25, ભાવનગર -1, દાહોદ-4, દેવભૂમિ દ્વારકા-1, ગાંધીનગર-5, જામનગર-4, ખેડા-3, રાજકોટ-2, સુરત-45, વડોદરા -19, બનાસકાંઠા-3 કેસ સામે આવ્યા છે. જ્યારે એક દર્દીને રાજસ્થાનનો દર્શાવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 29 લોકોનાં મોત થયા છે. જેમાંથી 12નાં મોત પ્રાથમિક રીતે કોવિડ19નાં કારણે જ્યારે 17નાં મોત કોરોના સિવાય કોમોબીડીટી, હાઈરીસ્કની બીમારીના કારણે થયા છે. 29 મોતમાંથી અમદાવાદમાં 23, બનાસકાંઠા- 1 મહેસાણા-1 અને સુરતમાં 1 મોત સાથે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 425 પર પહોંચ્યો છે. 7 મેના રોજ કોરોનાની સારવાર બાદ ડિસ્ચાર્જ થયેલ દર્દીઓમાં અમદાવાદમાં 108, આણંદ-5, બનાસકાંઠા- 8, ભરુચ-3, છોટાઉદેપુર-1, ગાંધીનગર-5, પાટણ-1, સુરતમાં -51 અને વડોદરામાં 27 દર્દીઓ સાથે કુલ 209 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં કુલ 7013 કોરોના કેસમાંથી 26 દર્દી વેન્ટિલેટર પર છે અને 4853 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1709 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ એક લાખ 553 ટેસ્ટ થયા જેમાંથી 7013 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.

ટોપ સ્ટોરી

થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
Embed widget