શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં 2 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

હવામાન વિભાગ મુજબ રાજ્યમાં લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી વિવિધ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમની અસર જોવા મળી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી.
  • આજે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા.
  • રાજ્યમાં 9% ઓછો વરસાદ, ઘટ ભરપાઈ સંભવિત.
  • દ્વારકામાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ, ખેડૂતોમાં આનંદ.

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે.  હવામાન વિભાગે  આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી વિવિધ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી 48 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટોર્મ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં અત્યાર સુધી 9 ટકા ઓછો વરસાદ 

રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા 9 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદી ગતિવિધિ યથાવત રહેવાની શક્યતા હોવાથી વરસાદની ઘટમાં ઘટાડો થઈ શકે છે. ભારે વરસાદની સંભાવનાવાળા વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

દ્વારકામાં 4 કલાકમાં 3 ઈંચ વરસાદ

આખરે દ્વારકામાં મેઘરાજા મહેરબાન થયા છે.  આ વખતે સૌથી ઓછો વરસાદ દ્વારકા જિલ્લામાં વરસ્યો છે. જેના કારણે ધરતીપુત્રો ચિંતામાં હતા પરંતુ આજ સવારથી જ દ્વારકામાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે.  દ્વારકામાં 4 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબકી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. દ્વારકાના દર્શન માટે આવેલા ભક્તોએ વરસાદ વચ્ચે દર્શન કર્યા બાદ વરસાદની મજા માણી હતી. ધોધમાર વરસાદને કારણે ભદ્રકાલી ચોક અને ઇસ્કોન ગેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતા.  ખાસ કરીને ઇસ્કોન ગેટ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા.  આ તરફ ઓખા,મીઠાપુર સહિતના ગામોમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. દ્વારકા જિલ્લાપર હજુ પણ મેઘરાજા હેત વરસાવે તેવી ખેડૂતોને આશા છે. 

જેતપુર શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેતપુર તાલુકામાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જેતપુર શહેરના તીનબત્તી ચોક, ફૂલવાડી ચોક, બસ સ્ટેન્ડ ચોક, ચાંદની ચોક, એમજી રોડ, મતવા શેરી અને અમરનગર રોડ, જૂનાગઢ રોડ સહિત આસપાસના વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. 

સૌરાષ્ટ્રમાં વરસાદના પગલે ખેડૂતોના કપાસ, મગફળી, સોયાબીન, એરંડા, ડુંગળી સહિતના પાકોને ધીમીધારે વરસાદથી ફાયદો થશે. વરસાદના પગલે ખેડૂતો ખુશખુશાલ થયા હતા.  જેતપુર તાલુકામાં અત્યાર સુધી સિઝનનો 18.40 ઈંચ સાથે 59.35 ટકા વરસાદ વરસ્યો છે.          

 

Advertisement

ટોપ સ્ટોરી

વોટ ચોરી વિવાદ: નીતિન પટેલનો કોંગ્રેસને ઓપન ડિબેટનો પડકાર, તુષાર ચૌધરીએ ચેલેન્જ સ્વીકારી
વોટ ચોરી વિવાદ: નીતિન પટેલનો કોંગ્રેસને ઓપન ડિબેટનો પડકાર, તુષાર ચૌધરીએ ચેલેન્જ સ્વીકારી
તહેવારો પહેલાં સાવધાન! જૂનાગઢમાં ઝડપાયું કેમિકલવાળું નકલી ઘી, યાર્ડ પાસે SOGના દરોડા
તહેવારો પહેલાં સાવધાન! જૂનાગઢમાં ઝડપાયું કેમિકલવાળું નકલી ઘી, યાર્ડ પાસે SOGના દરોડા
ગુજરાતમાં કયા જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થશે? જાણો મંત્રી બાવળિયાનું મોટું નિવેદન
ગુજરાતમાં કયા જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થશે? જાણો મંત્રી બાવળિયાનું મોટું નિવેદન
Kunwarji Bavaliya: રાજ્યમાં ઓછો વરસાદ, પાણી-ઘાસચારાની અછત વચ્ચે મંત્રી કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન
Kunwarji Bavaliya: રાજ્યમાં ઓછો વરસાદ, પાણી-ઘાસચારાની અછત વચ્ચે મંત્રી કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આરોગ્ય મંત્રીનો આદેશ | abp Asmita
Hun To Bolish | હું તો બોલીશ | સુરતમાં વિવાદોની આગ! |
Hun To Bolish | હું તો બોલીશ | મોંઘવારીનો મલ્ટિપલ અટેક!
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ જ નહીં કોંગ્રેસમાં પણ પતિરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ યુનિવર્સિટીનો લેબ ટેસ્ટ જરૂરી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તહેવારો પહેલાં સાવધાન! જૂનાગઢમાં ઝડપાયું કેમિકલવાળું નકલી ઘી, યાર્ડ પાસે SOGના દરોડા
તહેવારો પહેલાં સાવધાન! જૂનાગઢમાં ઝડપાયું કેમિકલવાળું નકલી ઘી, યાર્ડ પાસે SOGના દરોડા
ગુજરાતમાં કયા જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થશે? જાણો મંત્રી બાવળિયાનું મોટું નિવેદન
ગુજરાતમાં કયા જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થશે? જાણો મંત્રી બાવળિયાનું મોટું નિવેદન
શરદ પૂર્ણિમા 2026: આજે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ખીર ક્યારે મુકવી? જાણો સાચો સમય
શરદ પૂર્ણિમા 2026: આજે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ખીર ક્યારે મુકવી? જાણો સાચો સમય
કયા દેશ પર છે સૌથી વધુ સરકારી દેવું? અમેરિકા નંબર 1, ભારતનો આંકડો જાણીને આંખ ફાટી જશે
કયા દેશ પર છે સૌથી વધુ સરકારી દેવું? અમેરિકા નંબર 1, ભારતનો આંકડો જાણીને આંખ ફાટી જશે
LPG સિલિન્ડર વધુ મોંઘા થશે? HPCLને બાટલે ₹327 સુધી નુકસાન, જાણો તમારા ખિસ્સા પર અસર
LPG સિલિન્ડર વધુ મોંઘા થશે? HPCLને બાટલે ₹327 સુધી નુકસાન, જાણો તમારા ખિસ્સા પર અસર
IND vs NZ 3rd T20: ટીમ ઇન્ડિયામાં થશે 2 મોટા ફેરફાર! કુલદીપ કે વરુણ, કોને મળશે પ્લેઇંગ 11માં સ્થાન?
IND vs NZ 3rd T20: ટીમ ઇન્ડિયામાં થશે 2 મોટા ફેરફાર! કુલદીપ કે વરુણ, કોને મળશે પ્લેઇંગ 11માં સ્થાન?
અમદાવાદમાં જળસંકટ: પશ્ચિમ, પૂર્વ સહિત શહેરના પાંચ ઝૉનમાં આજે નહીં મળે પૂરતું પાણી
અમદાવાદમાં જળસંકટ: પશ્ચિમ, પૂર્વ સહિત શહેરના પાંચ ઝૉનમાં આજે નહીં મળે પૂરતું પાણી
મોરબી વીજ લાઈન વિવાદ: સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક સફળ રહી હોવાનો જગદીશ કોટડિયાનો દાવો
મોરબી વીજ લાઈન વિવાદ: સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક સફળ રહી હોવાનો જગદીશ કોટડિયાનો દાવો
Embed widget