શોધખોળ કરો
Advertisement
તાલાળા અને ગીરપંથકમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
તાલાળાથી 10 કિ.મી. દૂર ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું છે.
ગીર સોમનાથ: ગીર સોમનાથના તાલાલા અને ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સોમવારે સાંજે 4 વાગ્યાને 35 મીનિટે 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તાલાલાથી 10 કિ.મી. દૂર ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું છે. થોડા દિવસો પહેલા રાજકોટના આંબલિયાળામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ઉલ્લેખનીય છે કે આ પહેલા નવેમ્બરની 19 તારીખે ગુજરાતના કચ્છની ધરતી પર 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. ભૂંકપથી ગભરાયેલા લોકો પોતાના ઘર, દુકાન છોડીને બહાર દોડી આવ્યા હતાં. આંચકાની તીવ્રતા એટલી વધારે હતી કે, તેનો અનુભવ દરેક આયુના વ્યક્તિઓએ કર્યો હતો. જેના કારણે સમગ્ર કચ્છમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion