શોધખોળ કરો

Tapi Rain: ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા 3 દરવાજા ખોલાયા, તાપી કાંઠાના અનેક ગામોને એલર્ટ કરાયા

કમોસમી વરસાદ વચ્ચે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે.  ભયજનક સપાટી પર ડેમ પહોંચતા ડેમના ત્રણ દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.

તાપી: તાપીમાં કમોસમી વરસાદ વચ્ચે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે.  ભયજનક સપાટી પર ડેમ પહોંચતા ડેમના ત્રણ દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.  હાલ ડેમની સપાટી 345.02 ફૂટ પર પહોંચી છે.  ઉપરવાસમાંથી હાલ 46,418 ક્યુસેક આવક જેની સામે એટલું જ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે.

તાપી કાંઠાના ગામોને સાવચેતના ભાગરૂપે એલર્ટ કરાયા

ઉકાઈ ડેમના 3 ગેટ ચાર ફૂટ ખોલવામાં આવતા તાપી કાંઠાના ગામોને સાવચેતના ભાગરૂપે એલર્ટ કરાયા છે.  તાપીના સોનગઢ તાલુકામાં પડેલા કમોસમી વરસાદ વચ્ચે ડોસવાડા ડેમ ફરી ઓવરફ્લો થયો છે.  ગાયકવાડી સમયનો ડોસવાડા ડેમ ફરી ઓવરફ્લો થતા મીંઢોળા નદીમાં પાણીની આવક વધી છે. ડોસવાડા ડેમની નીચે આવેલ 10થી વધારે ગામોના લોકો અને ખેડૂતોને નદી કિનારે નહીં જવા અપીલ કરવામાં આવી છે. ડોસવાડા ડેમ ફરી ઓવરફ્લો થતા ખેડૂતોમાં આનંદની લાગણી છે.

પંચમહાલ જિલ્લાલના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ગોધરામાં કમોસમી ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં  વરસાદી પાણી ભરાયા છે.  શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ, પ્રભારોડ રોડ, ચિત્રા ખાડી, ભુરાવાવ સહિતના વિસ્તારોમાં વરસાદી  પાણી ભરાયા છે. સિંગલ ફળિયા રેલ્વે ગરનાળાંમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદી પાણીને લઈ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.  

ગોધરામાં શિયાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે.  ભારે વરસાદના પગલે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.  હાલ વરસાદ બંધ થતા પાણી ઓસરવાની શરૂઆત થતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે.  

શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી 

ગોધરામાં એક ઇંચ વરસાદમાં મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા છે. ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ ગોધરા શહેરમાં સર્જાઈ છે.  જીલ્લા પંચાયત તાલુકા પંચાયત જીલ્લા કોર્ટના મુખ્ય માર્ગ સહિત  જીલ્લા કલેક્ટર સંકુલ મુખ્ય ગેટ પાસે પણ વરસાદી પાણી ભરાયા છે.  રાહદારીઓ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

આજે આ જિલ્લાઓમાં વરસાદનું અનુમાન

હવામાનની આગાહી મુજબ, આજે અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદના અનુમાન સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ તરફ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી, બોટાદ અને અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. 

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ત્રણ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જેમાં ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાનો સમાવેશ થાય છે. અરવલ્લી, મહિસાગર, દાહોદ, ખેડા, આણંદ,વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં વરસાદની શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget