શોધખોળ કરો

ગુજરાતમાં અકસ્માતોની હારમાળા: પાટડીમાં 3નાં મોત, રાજકોટમાં હિટ એન્ડ રન અને દીવમાં શોભાયાત્રામાં કાર ઘૂસી

ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ અકસ્માતની ત્રણ ઘટનાઓ સામે આવી છે. સુરેન્દ્રનગરના પાટડીમાં ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ત્રણ લોકોના મોત થયા છે. રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુરેન્દ્રનગર પાટડી પાસે ટ્રક-કાર ટક્કરે ત્રણ જીવ લીધા.
  • રાજકોટમાં હિટ એન્ડ રનથી એક રાહદારીનું નિધન થયું.
  • દીવ: કાર ગણેશ વિસર્જન યાત્રામાં ઘૂસી, અનેક ઘાયલ.

ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ અકસ્માતની ત્રણ ઘટનાઓ સામે આવી છે. સુરેન્દ્રનગરના પાટડીમાં ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ત્રણ લોકોના મોત થયા છે. રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે દીવના ઘોઘલામાં ગણેશ વિસર્જનની શોભાયાત્રામાં કાર ઘૂસી જતાં 10થી 15 લોકોને ઈજા પહોંચી છે.

ગુજરાતમાં અકસ્માતની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. સુરેન્દ્રનગરના પાટડીમાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. પાટડીના વડગામ-પાનવા રોડ પર ઈકો કાર ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઈકો કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ દરમિયાન ટ્રકનો ક્લીનર ખેતરમાં ભાગવા જતા ઝટકા મશીનના કરંટની અડફેટે આવ્યો હતો, જેના કારણે તેનું પણ મોત થયું હતું.

રાજકોટમાં રફતારનો કહેર

બીજી તરફ રાજકોટમાં રફતારના કહેરે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. રાજકોટ-જામનગર રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. પગપાળા જઈ રહેલા વ્યક્તિને કાર ચાલકે ટક્કર મારતા તેનું મોત થયું હતું. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે અને ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

આ  પણ વાંચો: ભાદરવી પૂનમે અંબાજી ખાતે ઉમટ્યું માનવ મહેરામણ, 6 દિવસમાં 38 લાખથી વધુ લોકોએ કર્યા મા અંબાના દર્શન

તો દીવના ઘોઘલામાં ગણેશ વિસર્જનની શોભાયાત્રામાં બેફામ કાર ઘૂસી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાર શોભાયાત્રામાં ઘૂસી જતાં 10થી 15 લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઘટનાથી ઉશ્કેરાયેલા ટોળાએ કારમાં તોડફોડ કરી હતી. સ્થાનિકોના આરોપ મુજબ કાર ચાલક નશાની હાલતમાં હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વડોદરાના મીરા ચાર રસ્તા પર હિટ એન્ડ રનની ઘટના

વડોદરાના મીરા ચાર રસ્તા પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અકસ્માત સર્જીને ફરાર થયેલા થારચાલકને અંતે કારેલીબાગ પોલીસે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, નંબર પ્લેટ વગરની થાર કાર દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો. અકસ્માત સમયે કારચાલક ચાલુ કારમાં દારૂની મહેફિલ માણતો હોવાનો પણ આરોપ છે. સમગ્ર મામલે કારેલીબાગ પોલીસે થારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Frequently Asked Questions

સુરેન્દ્રનગરના પાટડીમાં થયેલા અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા?

પાટડીમાં ટ્રક પાછળ કાર ઘૂસી જતાં કુલ ત્રણ લોકોના મોત થયા. કારમાં સવાર બે અને ખેતરમાં ભાગવા જતા ટ્રકના ક્લીનરનું કરંટ લાગવાથી મોત થયું.

દીવના ઘોઘલામાં ગણેશ વિસર્જનની શોભાયાત્રામાં શું ઘટના બની?

દીવના ઘોઘલામાં એક કાર ગણેશ વિસર્જનની શોભાયાત્રામાં ઘૂસી જતાં ૧૦ થી ૧૫ લોકોને ઈજા પહોંચી હતી. સ્થાનિકોના આરોપ મુજબ ચાલક નશામાં હતો.

રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં શું પરિણામ આવ્યું?

રાજકોટ-જામનગર રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં એક પગપાળા જઈ રહેલા વ્યક્તિનું કારની ટક્કરથી મોત થયું હતું. કારચાલક ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

વડોદરાના હિટ એન્ડ રન કેસમાં કોઈની ધરપકડ થઈ છે?

હા, વડોદરાના મીરા ચાર રસ્તા પર અકસ્માત સર્જીને ફરાર થયેલા થાર કારના ચાલકને કારેલીબાગ પોલીસે ઝડપી પાડ્યો છે. તેની સામે ગુનો નોંધી વધુ તપાસ ચાલુ છે.

Advertisement

ટોપ સ્ટોરી

Navratri 2026: ગરબામાં બાઉન્સરો તલવાર અને ધોકા સાથે ખેલૈયા પાછળ દોડ્યા, મચી અફરાતફરી
Navratri 2026: ગરબામાં બાઉન્સરો તલવાર અને ધોકા સાથે ખેલૈયા પાછળ દોડ્યા, મચી અફરાતફરી
Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
Navratri 2026: ગરબામાં બાઉન્સરો તલવાર અને ધોકા સાથે ખેલૈયા પાછળ દોડ્યા, મચી અફરાતફરી
Navratri 2026: ગરબામાં બાઉન્સરો તલવાર અને ધોકા સાથે ખેલૈયા પાછળ દોડ્યા, મચી અફરાતફરી
એશિયન પેરા ગેમ્સ 2026 માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, મોના અગ્રવાલે રચ્યો ઇતિહાસ
એશિયન પેરા ગેમ્સ 2026 માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, મોના અગ્રવાલે રચ્યો ઇતિહાસ
ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક
ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક
Rashifal: સર્વાર્થ સિદ્ધિ યોગથી ધન રાશિને મોટું ઇન્ક્રીમેન્ટ અને કન્યા રાશિને જૂના રોકાણથી નફો! વાંચો 12 રાશિઓનું રાશિફળ
Rashifal: સર્વાર્થ સિદ્ધિ યોગથી ધન રાશિને મોટું ઇન્ક્રીમેન્ટ અને કન્યા રાશિને જૂના રોકાણથી નફો! વાંચો 12 રાશિઓનું રાશિફળ
વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની
વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની
40 હજારના બજેટમાં મળી રહ્યા છે ધાંસુ લેપટોપ, જોઈલો આ 5 ઓપ્શન્સ
40 હજારના બજેટમાં મળી રહ્યા છે ધાંસુ લેપટોપ, જોઈલો આ 5 ઓપ્શન્સ
Embed widget