શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 495 નવા કેસ, 31નાં મોત, કુલ સંક્રમિતોની સંખ્યા 22562
છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 495 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 31 દર્દીઓના મોત થયા છે. આજે 392 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 495 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 31 દર્દીઓના મોત થયા છે. આજે 392 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 22562 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1416 પર પહોંચ્યો છે.
આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 327, સુરતમાં 77, વડોદરામાં 37, મહેસાણા-7, ગાંધીનગરમાં 5, રાજકોટ 5, ભરૂચમાં 5, કચ્છ 4, બોટાદ 4, સુરેન્દ્રનગર 4, નવસારી 4, પંચમહાલ 3, ભાવનગર 2, સાબરકાંઠા 2, પાટણ 2, જામનગર 2, અમરેલી 2, બનાસકાંઠા, અરવલ્લી અને નર્મદામાં 1-1 કેસ નોંધાયો છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 31 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદમાં- 22, સુરત 3, ગાંધીનગર 2, અરવલ્લી, પાટણ,ભરૂચ, અન્ય રાજ્ય ખાતે 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1416 લોકોનાં મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 15501 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 5645 એક્ટિવ કેસ છે, જેમાંથી 68 વેલ્ટીલેટર પર છે અને5577 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધી કુલ 2 લાખ 78 હજાર 137 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion