શોધખોળ કરો

Gujarat Rain: 5 સિસ્ટમ સક્રિય થઈ, બારે મેઘ ખાંગા થશે, અત્યંત ભારે વરસાદની આગાહી

જુનાગઢ સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શકયતા છે.

અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદન આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જુનાગઢ સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શકયતા છે.

દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ

રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યનાં સમગ્ર દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગે પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. 

રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી 

એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતા હજુ પણ રાજ્યમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે તેમ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે માધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. ડૉ. એ. કે. દાસ, ડાયરેક્ટર, હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. 

મેંદરડામાં સૌથી વધુ 12.5 ઈંચ વરસાદ

જૂનાગઢના વંથલી, મેંદરડા, કેશોદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે મેંદરડામાં સૌથી વધુ 12.5 ઈંચ વરસાદ વરસતા શહેર બેટમાં ફેરવાયું છે. વરસાદના કારણે જૂનાગઢમાં નવ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જૂનાગઢમાં નીચાણવાળા 52 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. માણાવદર-વંથલી તાલુકાના 35 ગામનો સંપર્ક તૂટ્યો છેમેંદરડામાં ભારે વરસાદને પગલે જૂનાગઢ-મેંદરડા રોડ બંધ કરવામાં આવ્યો છે. રસ્તો પર પાણી ફરી વળ્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણીજોવા મળી રહ્યું છે.

જૂનાગઢના મેંદરડામાં 4 કલાકમાં અનરાધાર 10 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના પગલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

10 વાગ્યા સુધી રાજ્યના કુલ 67 તાલુકાઓમાં ભારે વરસાદ

રાજ્યમાં સવારમાં 10 વાગ્યા સુધી રાજ્યના કુલ 67 તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ તલાલાથી લઇને ભાવનગર સુધીના વિસ્તારોમાં ત્રણ ઇંચથી વધુ ખાબક્યો છે. રાજ્યમાં જો છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો, ગુજરાતના 168 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. દેવભૂમિ દ્વારકામાં સતત ચોથા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 72 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉત્તર ગુજરાતમાં 71 ટકા, કચ્છમાં 70 ટકા, પૂર્વ મધ્યમાં 69 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 63 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 ડેમમાંથી 76 ડેમ હાઈએલર્ટ એટલે કે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 26 ડેમ એલર્ટ પર તેમજ 22 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
Embed widget