શોધખોળ કરો

સૌરાષ્ટ્રના કયા વિસ્તારમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ? 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકતાં નદીઓ બે કાંઠે વહેતી થઈ

ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઇ ગયો છે અને 22 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, જુનાગઢ જિલ્લાના માણાવદરમાં સૌથી વધુ 6 ઈંચ દેટલો વરસાદ નોંધાયો

ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઇ ગયો છે અને 22 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, જુનાગઢ જિલ્લાના માણાવદરમાં સૌથી વધુ 6 ઈંચ દેટલો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ પ્રમાણે, ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ચોમાસાની સિઝનમાં આ વખતે 123 ટકાથી વધુ વરસાદ સાથે અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ છે ત્યારે વરસાદના વધુ એક રાઉન્ડથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. દેવભૂમિ દ્વારકાના જામકલ્યાણપુરમાં આભ ફાટ્યું હોય તેવી જેવી સ્થિતિ સર્જાઈ હતી. માત્ર 2 કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. વરસાદના પગલે રસ્તાઓ અને કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા તો 2 કલાકમાં ખાબકેલા ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેતી થતાં હરિપર કલ્યાણપુરને જોડતા માર્ગો પર પાણી ફરું વળ્યું હતું. આ ઉપરાંત ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં બપોરથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બપોરે 2 થી 4માં સૌથી વધુ 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જ્યારે 4થી 6 દરમિયાન 1.16 ઈંચ વરસાદ ખાબક્યો હતો. દેવભૂમિ દ્વારકામાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 81.77 ઈંચ સાથે મોસમનો 324.75% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાંથી દેવભૂમિ દ્વારકા ઉપરાંત માણાવદરમાં 2.32 ઈંચ, ખંભાળિયામાં 2.12 ઈંચ, ધ્રોલમાં 2 ઈંચ, કેશોદમાં 1.88 ઈંચ, ભાણવડમાં 1.57 ઈંચ, કાલાવડમાં 1.37 ઈંચ, પોરબંદરમાં 1.22 ઈંચ વરસાદ નોંધાયો હતો. કચ્છમાંથી ભૂજમાં બપોરે 12થી 2માં 2.48 ઈંચ અને બપોરે 2થી 4માં 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો. કચ્છમાં ચોમાસાની મોસમમાં આ વખતે 41.65 ઈંચ સાથે મોસમનો 256.88 ટકા કરતાં વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાંથી ચીખલીમાં બપોરે 2થી 4 દરમિયાન સૌથી વધુ 1.33 ઈંચ વરસાદ પડયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget