શોધખોળ કરો
Advertisement
ભાવનગરઃ 22 વર્ષીય યુવકની છરીના ઘા મારીને કરાઇ હત્યા, શું હતું કારણ?
ફુલસર પાસે જૂના જકાતનાકા પાસે બે સગા ભાઇઓ પર 3 થી 4 શખ્સોએ જૂની અદાવતમાં તિક્ષ્ણ હથિયારથી હુમલો કરતા 22 વર્ષીય મયુરનું મોત નીપજ્યું છે. જ્યારે તેના ભાઈ ઉમેશ મકવાણાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો છે.
ભાવનગરઃ શહેરના ફૂલસર વિસ્તારમાં યુવકની છરીના ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. અજણાયા ઈસમો દ્વારા 22 વર્ષીય મયુર મકવાણા નામના યુવકની કરપીણ હત્યા કરી નાંખવામાં આવી છે. જોકે, હત્યાનું કારણ અકબંધ બંધ છે. ભાવનગર પોલીસે આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.
શહેરના ફુલસર પાસે જૂના જકાતનાકા પાસે બે સગા ભાઇઓ પર 3 થી 4 શખ્સોએ જૂની અદાવતમાં તિક્ષ્ણ હથિયારથી હુમલો કરતા 22 વર્ષીય મયુરનું મોત નીપજ્યું છે. જ્યારે તેના ભાઈ ઉમેશ મકવાણાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવની જાણ થતા ડી ડીવીઝન પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ અગાઉ મૃતકના મિત્રની બહેનની છેડતી બાબતે આરોપીઓ સાથે ઝઘડો થયો હતો. જેની દાઝ રાખી આરોપીઓએ મૃતક પર હુમલો કર્યો હતો. આ શખ્સોએ તીક્ષ્ણ હથીયારથી હુમલો કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement