Sharad Purnima 2023:પ્રધાનમંત્રી મોદી લિખિત 'માડી' ગરબા પર સર્જાશે વર્લ્ડ રેકોર્ડ, 1 લાખ ખૈલેયા ઘૂમશે ગરબે
રાજકોટ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનશે. પ્રધાનમંત્રી લેખિત 'માડી' ગરબા પર 1 લાખ લોકો આજે વર્લ્ડ રેકોર્ડ સર્જશે. આ સાથે 'SAY NO TO DRUGS' ના શપથ લેવડાવવામાં આવશે.
Sharad Purnima 2023:પ્રધાનમંત્રી મોદી લિખિત 'માડી' ગરબા પર રાજકોટમાં આજે વર્લ્ડ રેકોર્ડ સ્થપાશે, આજે 5 લાખ સ્ક્વેર મીટર ગ્રાઉન્ડમાં 2 લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ પર 'માડી' ગરબો ગુંજશે અને આજે રેસકોર્સ ગ્રાઉન્ડમાં એક સાથે 1 લાખથી વધુ ખેલૈયા આ ગરબા પર ગરબે ઘૂમશે. તો બીજી તરફ વડોદરામાં 60 હજાર લોકોનો ગરબા રમવાનો રેકોર્ડ તોડવામાં આવશે.
રાજકોટ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનશે. પ્રધાનમંત્રી લેખિત 'માડી' ગરબા પર 1 લાખ લોકો આજે વર્લ્ડ રેકોર્ડ સર્જશે. આ સાથે 'SAY NO TO DRUGS' ના શપથ લેવડાવવામાં આવશે.ઇન્ક્રિડેબલ ગ્રૂપ, રાજકોટ શહેર ભાજપ અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનું આયોજન દ્રારા વર્લ્ડ રેકોર્ડ સ્થપાશે.
તો બીજી તરફ વડોદરામાં 60 હજાર લોકોનો ગરબા રમવાનો રેકોર્ડ તોડવામાં આવશે. 75 હજાર વિદ્યાર્થીઓ અને વાલીઓને ગરબામાં આવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. 500 કરતા વધુ સ્વયંસેવકો, પોલીસ સહિતનો બંદોબસ્ત રહેશે. ઉલ્લેખનિય છે કે, ગરબે ઘૂમતા હાર્ટ અટેક આવ્યા હોયના કિસ્સા પણ સતત બની રહ્યાં છે. તેવી સ્થિતિમાં સાવધાનીના ભાગરૂપે 500 તબીબોને પણ ગરબા સ્થળે હાજર રાખવામાં આવશે. સિંગર પાર્થિવ ગોહિલ પ્રધાનમંત્રી લેખિત 'માડી' ગરબા પર ખેલૈયાઓને રમાડશે. આ અવસરે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્યો અને સાંસદો પણ ઉપસ્થિત રહેશે.