Surendranagar: ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,3ના મોત,4ની હાલત ગંભીર
Surendranagar Accident: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા- માલવણ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. સામે આવેલી વિગતો અનુસાર પુરપાર ઝડપે જતી ઇકો કાર હરીપર બ્રિજ નજીક આગળ જતી ટ્રક સાથે અથડાય હતી.

Surendranagar Accident: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા- માલવણ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. સામે આવેલી વિગતો અનુસાર પુરપાર ઝડપે જતી ઇકો કાર હરીપર બ્રિજ નજીક આગળ જતી ટ્રક સાથે અથડાય હતી. જેમાં ઇકોમાં સવાર સાત પૈકી ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા છે.
ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ડેડ બોડીને પોસ્ટ મોર્ટમ અર્થે માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અમદાવાદથી ધાંગધ્રા પરત ફરતા હરીપર બ્રિજ ઉતરતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં મૃત્યુ પામનારના નામ
1. મૃતક પ્રફુલાબેન ગિરીશભાઈ મારુ ઉમર 56 ગામ ધાંગધ્રા રહે બાયપાસ હળવદ રોડ ભલા હનુમાનની સામે સત્યમ સોસાયટી.
2. મૃતક કિશોરભાઈ મોહનભાઈ ડાભી ડ્રાઇવર ઉમર 65 રહે ધાંગધ્રા મોરીની વાડી પાસે નરસિંહપરા
3. મૃતક વિશાલભાઈ કમલેશભાઈ મારુ ઉંમર 24 ધાંગધ્રા બાયપાસ હળવદ રોડ ભલા હનુમાનની સામે સત્યમ સોસાયટી
ઘાયલોને સુરેન્દ્રનગર ખાતે સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે
ચેતનાબેન કમલેશભાઈ મારુ ઉંમર 40
ભાવિનભાઈ ગીરીશભાઈ મારુ ઉમર 28
કૌશલભાઈ ભાવિનભાઈ મારુ ઉંમર 9
કમલેશભાઈ ખીમજીભાઇ મારુ ઉંમર 55
આબુ રોડ પાસે ભયાનક અકસ્માત
બનાસકાંઠા નજીક આબુ રોડ પાસે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આબુ રોડના કિવરલી પાસે ટ્રેલર પાછળ કાર ઘૂસી જતા છ લોકોના મોત થયા હતા. ક્રેઈનની મદદથી ટ્રેલર પાછળ ઘૂસી ગયેલી કારને બહાર કાઢવામાં આવી હતી. અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે બેના સારવાર દરમિયાન મોત થયા હતા. મૃતકોમાં ચાર પુરૂષ, એક મહિલા અને એક બાળકનું મોત થયું હતું.
આબુ રોડ વિસ્તારમાં કિવરલી નજીક ગુરુવારે (6 માર્ચ) સવારે લગભગ 3 વાગ્યે એક દુ:ખદ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક મહિલા સહિત 6 લોકોના મોત થયા છે. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે, જેને પ્રાથમિક સારવાર બાદ સિરોહી હાઈ ટ્રીટમેન્ટ માટે રિફર કરવામાં આવી છે.
અકસ્માતની માહિતી મળતાં, સીઓ ગોમારામ, સદર એસએચઓ દર્શન સિંહ, એસઆઈ ગોકુલરામ, હેડ કોન્સ્ટેબલ વિનોદ અને અન્ય પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ સ્ટેશને ઘટનાની માહિતી મેળવી હતી. સીઓ ગોમારામે જણાવ્યું હતું કે લોકો અમદાવાદથી જાલોર કારમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારબાદ નેશનલ હાઇવે 27 પર આબુરોડ સદર પોલીસ સ્ટેશન હેઠળ કિવરલી નજીક કાર આગળ જઈ રહેલી ટ્રેલર સાથે અથડાઇ હતી.
આ પણ વાંચો....




















